18/21 – દિવસ અઢાર – developing early morning wake up habbit.

આજે સવારે 4:30 વાગ્યે એલાર્મ વગતાની સાથે ઊંઘ ઉડી. સ્નાન કર્યું, ધ્યાન ધર્યું અને 10 મિનિટની કસરત કરી.

આજે કુલ 3580 ફુટ સ્ટેપ્સ ચાલ્યો. અને આજે google fit ના ડેટા પ્રમાણે world health organization ના standerd મુજબ આ અઠવાડિયાના 150 heart point પણ હાંસિલ કરી લીધા.

ગઈ કાલે મેડિકલ ટેસ્ટ માટે એક organizationને રિપોર્ટ કરાવવા કહ્યું છે તેમાં કુલ 58 બ્લડ રિપોર્ટ્સ કવર થશે. આજે 7:30 થી 8:30 ની વચ્ચે તેવો બ્લડ collection માટે આવવાના છે. પહેલું સુખ તે જાતે નર્યા – આજે વોકોંગ દરમિયાન તે જ વિચારો આવ્યા. પોતાના સ્વાસ્થ્ય માટે જો આપણે જાગૃત રહીએ તો સ્વાસ્થ્ય ને સારું રાખવું ખૂબ સસ્તું અને સરળ છે. ફેસબુકમાં ઘણી વાર બોડી ચેકઅપ માટેની advertisement જોઈ, પણ ગઈ કાલે તેમાં engagment થયું કેમ, કેમ કે હું એ દિશા માં કાર્ય કરી રહ્યો છું. ખૂબ જ નજીવા ભાવ માં મને 58 report મળશે. એક રિપોર્ટ મને 8 કે 9 rupees માં મળશે. સાથે ડૉક્ટરનું ટેલિફોનિક કન્સેલિંગ પણ થશે, diet પ્લાન પણ બતાવવામાં આવશે, છે ને ફાયદાનો સોદો?. ચાલો જોઈએ રિપોર્ટ કેવા આવે છે અને કઈ કઈ બાબતો પર હજુ કાર્ય કરવું પડશે તે જોઈશુ.

આજે સૂર્ય દર્શન માટે થોડો વહેલો ટેરેસ પર આવ્યો.

આજે બરાબર 7:30સે સૂર્ય દર્શન થયા.

17/21 – દિવસ સત્તર -developing early morning wake up habbit.

આજે તારીખ 14-02-2020. ગઈ કાલે વજન કર્યું, વજન 77.900 હતું. 80kg વજનમાં કુલ 2.1 kg નો ફરક નોંધાયો. કસરત અને દરરોજનું ચાલવાનું અને ખોરાક ના managmentનું આ પરિમાણ છે. માત્ર 16 દિવસમાં આટલો ફેરફાર એક આત્મવિશ્વાસ અને આગળ પણ શરીર પ્રત્યેની આ કાળજી વધુ ને વધુ રાખવા પ્રેરણા આપે છે. વજન કર્યા બાદ અનાયાસજ એક વિચાર આવ્યો કે જો વ્યક્તિ ચાકુ લઈને પોતાની ચરબી કાપતો જાય અને વજન કાંટા પર મુકતો જાય તો પોતાના શરીરની 2 kg ચરબી તે કાપીને મૂકે તો કેટલી ચરબી થાય અને તેને કેટલી પીડાનો સામનો કરવો પડે? વિચારતા જ જીવ ન ચાલે. પણ આમ કરવાની જગ્યાએ આપણે 16 દિવસ કસરત કરીએ ચાલીએ તો આ પીડા તેટલી નથી થતી જેટલી કાપવા થી થાય. આ શારીરિક અનુભવ.

માનસિક રીતે પણ એક આત્મવિશ્વાસ નિર્મિત થતો જાય છે. દરેક સમસ્યાની સામે સમાધાન તરફના વિચારો તટસ્થ બનતા થઇ રહ્યા છે. કોઈ પણ વસ્તુ કે ઘટના ને સમજવામાં પહેલા કરતા ઓછો સમય લાગી રહ્યો છે એક જાગૃત અવસ્થા નો અહેસાસ થઈ રહ્યો છે. જુના કેટલાક સંબંધો આપ મેળે સુધરી રહ્યા છે.

આધ્યાત્મિક રીતે એક બેઠક તૈયાર થતી જણાઈ રહી છે. કોઈ પણ સાધના માટે શરીરની તૈયારી ખૂબ મહત્વની છે. આધ્યાત્મિક રસ્તે ચાલવું અને શરીરની સ્વસ્થ નિર્મિત કરવું બંને આમ એક બીજા ને મદદ કરતા પરિબળો છે. એક ને અવગણી ધારેલું લક્ષ પ્રાપ્ત ન કરી શકાય. જો આપણે કોઈ પણ એક વસ્તુ અવગણિયે તો તે યોગની વ્યાખ્યામાં અધૂરું કદમ ગણાશે.

આજે કસરતની app મુજબ મારા શરીરના muscles ને આરામની જરૂર છે આથી આજે કસરત કરવાની જરૂર નથી.

પહેલા એક સમય હતો કે જ્યારે મને ઉઠતાની સાથે ચા અને ભાખરી જોતી, જો ન મળે તો માથું દુખતું. પણ છેલ્લા 17 દિવસના અભ્યાસમાં રોજ ઉઠી 3.5 થી 4 કલાક બાદ જ ચા ભાખરી ખાવ છું પણ ક્યારેય માથું દુખ્યું નથી. આના પર થી એ વાત clear થાય છે કે આપણી અમુક મનો-ધારણા હોઈ છે આમ નઈ મળે તો મને આમ થશે તેમ થશે. આ બધા બંધનો ની category માં આવે છે. હું પહેલા ગર્વ થી કહેતો હતો કે સવારે ઉઠતાની સાથે મારે પહેલા ચા જુવે. પણ આજે એમ લાગે છે કે તે કોઈ મારી સિદ્ધિ ન હતી કે હું આટલા ગર્વ થી તે લોકોને જણાવતો. હા અત્યારે મને ગર્વ છે કે મારા શરીરને જે ટેવ હતી તે ટેવ થી મારુ શરીર આજે મુક્ત છે. આના પર થી તે પણ સમજમાં આવ્યું કે વગર કામની ખોટી વસ્તુમાં ગર્વ આપણી જ પ્રગતિનો બાધક છે. પ્રોબ્લેમ ને ક્યારેય ગર્વ ન બનાવવું જોઈએ, જો તેમ કર્યું તો પ્રોબ્લેમ પડદા પાછળ જ રહેશે અને તેનું સમાધાન ક્યારેય થશે જ નહીં. મનુષ્ય પોતાની પ્રોબ્લેમને જ્યાં સુધી પ્રોબ્લેમ સ્વીકારશે નહિ ત્યાં સુધી તે પ્રોબ્લેમ solve કરવાના રસ્તે આગળ વધશે નહિ.

ગઈ કાલે મારી મારી wife સાથે ચર્ચા થઇ, ચર્ચાનો વિષય હતો કસરતના ફાયદાઓ. હું મારા અનુભવો તેને કહી રહ્યો હતો તો તેને કહ્યું હું તો તમને કેટલા સમય થી આજ વસ્તુ કહેતી હતી. અને તેની વાત પણ સાચી હતી. Engagmentના 4 વર્ષ અને મેરેજના 2 વર્ષ થી તેના એ સત્તત પ્રયાસ મારા માટે પ્રેરણા સ્વરૂપ છે. શરીર એક એવી વસ્તુ છે કે જે ને તંદુરસ્ત રાખવા માટે આપણે જ આપણી જાતે મહેનત કરવી પડે છે આમ કોઈ અન્ય કોઈ પણ પ્રકારની મદદ કરી શકે નહીં. હા પ્રેરણા આપી શકે. બસ આજ પ્રેરણા મારી wife – દિવ્યા એ મને આપી.

દૃઢ સંકલ્પમાં ખૂબ જ તાકાત છે મને એ વાત યાદ છે જ્યારે મેં દિવ્યા ને કહેલું કે સામે વાળો વ્યક્તિ કંઈક ખોટું કરે છે અને એ આપણો અંગત હોઈ તો તેને સુધારવા માટે પ્રયત્નો ક્યારેય છોડવા ન જોઈએ. સતત તેને સમજાવવા થી એક દિવસ તેને અંદર થી એ વાતનો અહેસાસ થશે અને તે વ્યક્તિ તેના પર કાર્ય શરૂ કરશે. અને એ વાત આજે સાચી સાબિત થઈ.

ઘણા લોકોને અનુક જ્ઞાન કુદરતી જ પ્રાપ્ત હોઈ છે આવું જ કંઈક જ્ઞાન મને તેનામાં દેખાઈ રહ્યું છે પોતાના શરીરને સ્વસ્થ રાખવામાં ફીટ રાખવામાં તેના દ્વારા આપવામાં આવેલા દરેક મુદ્દા વૈજ્ઞાનિક રીતે પણ સાચા હોઈ તેવું અનુભવાયું. જે વ્યક્તિ પાસે કોઈ કુદરતી બક્ષિસ હોઈ તો તેનું સમ્માન કરવું એ આપણી ફરજ છે કેમ કે ખૂબ ઓછા લોકોમાં આ રીતની કબીલીયત હોઈ છે.

આજે સવારે 2898 ફુટ સ્ટેપ્સ ચાલ્યો, નીરો પીધો અને ઘરે આવી સૂર્ય દર્શન માટે ધાબા પર આવ્યો.

દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ ઘટતું જતું જણાઈ રહ્યું છે. આજે આકાશ પણ એક દમ ખુલ્લું છે. રસ્તા પર ચાલવા વાળા લોકોની સંખ્યા પણ વધારે લાગી, કદાચ એ ઠંડીનું ઓછું થવાની અસર હોઈ શકે.

16/21 – દિવસ સોળ – Developing early morning wake up habbit.

મિત્રો, આજે તારીખ 13-02-2020, ગઈ કાલે રાત્રે મોડો સૂતો હતો તો સવારે વહેલું ઉઠાયું નહીં, આથી રાત્રે કસરત કરી અને વોકિંગ કર્યું. બાકી અન્ય કોઈ પ્રવૃત્તિ કરી શક્યો નહીં. બને તેટલું વહેલા સુવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને સવારે વહેલો જાગુ.

આજે સવારે સમય સર વહેલો ઉઠ્યો, સ્નાન કર્યું, ધ્યાન કર્યું.

ગઈ કાલ અને આજે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. ગરમી વધતી જતી જણાય રહી છે.

આત્મગ્લાનિ આપણી પ્રગતિની બાધક છે, પહેલા જ્યારે કોઈ દિવસ ચુકાઈ જતો તો અંદર થી ખૂબ જ આત્મગ્લાનિ થતી કે આજનું ધ્યાન ચુકાઈ ગયું. પરંતુ વર્તમાનમાં એવી સ્થિતિ છે કે આત્મગ્લાનીની ઉપસ્થિતિ જ નથી. પહેલા આત્મગ્લાની થતી તો બીજા દિવસે તેની અસર એ થતી કે માઈન્ડ મારા સંકલ્પને હરાવી નાખતું કહેતું તારા થી આ નઈ થશે. પણ આજે માઈન્ડનો પણ સાથ હોઈ તેવું લાગે છે.

કોઈ પણ વસ્તુ અતિમાં સારી નહીં, આત્મગ્લાની પણ નહીં. આત્મગ્લાની એ અવરોધ છે કે જેને નીકળતા વર્ષોનો સમય લાગી જતો હોઈ છે. જો સાચો માર્ગ દર્શક મળે તો આત્મગ્લાની માંથી બહાર નીકળી શકાય છે. એક બાળક માટે માં-બાપ જ આ માર્ગ દર્શક નો રોલ નિભાવી શકે. પોતાના દીકરા કે દીકરીની પ્રગતિ જો અવરુદ્ધ થતી હોય તો જાણવું જોઈએ કે તેને કોઈ આત્મગ્લાની છે? અને તેને તેમાં થી મુક્ત કરવા પ્રયત્નો કરવા જોઈએ. વાત ખૂબ નાની હોઈ છે પણ બાળપણમાં બાળકને બધી જ વાત ખૂબ મોટી પહાડ જેવી લાગતી હોય છે. એક અનુભવી માનવી તરીકે પોતાના પુત્ર કે પુત્રી પર આ પ્રકારની મદદ વિશે જેતે માં બાપે હંમેશા તૈયાર રહેવું જોઈએ.

જીવનમાં દરેક વસ્તુ પોતાની રીતે ચાલવાની જ છે પણ આપણે મનુષ્ય છીએ. કોઈ ધ્યેય રાખી તેને હાસિલ કરવાની આપણામાં ક્ષમતા છે. તો જીવનની દરેક વસ્તુને પોતાની રીતે વિકસતા જંગલની જેમ કમેળયુ ન બનાવતા એક સુ-વ્યવસ્થિત આયોજિત બનાવવું જોઈએ. જીવન જીવતા જીવતા જેમાં અપણે આપણું સારું કરી શકીએ તે દરેક વસ્તુ કરવી જોઈએ. જેમકે આજ નો વિષય આત્મગ્લાની, આત્માગ્લાનીને ઓળખી તેને દૂર કરવા આપણે જ આપણા પ્રયત્નો કરવા જોઈએ. જરૂર જણાય ત્યાં અન્ય અંગત વિશ્વાસુ વ્યક્તિઓની મદદ લઈ જેતે સમસ્યાને દૂર કરવી જોઈએ.

સમસ્યા આવે જ છે આપણા વિકાસ માટે, સમસ્યા એ શરૂઆત કે તક છે આપણા ડેવેલોપમેન્ટ માટેની.

હવે આજે થોડી દુનિયામાં ચાલતી ઘટનાઓ પર નજર કરીએ. આ દુનિયા કેટલી અનિચ્છચિત છે. વાતાવરણમાં આવતા અચાનક ફેરફારો, કોરોના જેવો વાયરસ, બે સંપ્રદાયો વચ્ચે અને બે દેશો વચ્ચે કટ્ટરતા ફેલાઈ રહી છે આ જોતા એમ લાગે કે આપણે આ બધા વચ્ચે કેટલા સુરક્ષિત? થોડા સમય પહેલા માજા કરતું ચાઇના, અમેરિકાની સામે ટ્રેડ વૉર કરતું ચાઇના આજે કોરોના વાયરસ ને કારણે દુનિયા સામે જુકતું જણાય રહ્યું છે, અનેક દેશો ચાઇના સાથે બોર્ડર સિલ કરવા માંગે છે એ ડર થી કે કોરોના નામનો આ ભયાનક વાયરસ કંઈક તેવોનો દેશમાં ન આવી જાય. ચાઇના ના Wuhan શહેરમાં લોકોની અવર જવર પૂર્ણ બંધ કરવામાં આવી છે. આ જોતા લગે કે જો એક દેશને આટલી સમસ્યા હોય તો એક સામાન્ય માનવી ને કેટલી હોઈ.. ન જાણ્યું જાનકી નાથે, કાલે શુ થવાનું. જીવી લઈએ આજને જી ભરીને એકેય પાસું બાકી ન રહે જીવનમાં જીવવાનું.

પોતાની સુરક્ષા આપણે પોતેજ કરવી પડે. સુરક્ષા શારીરિક, ભૌતિક, માનસિક કે આધ્યાત્મિક પણ હોઈ શકે. આ બધી સુરક્ષા મેળવવા માટે વ્યક્તિએ કાર્ય કરવા જોઈએ, ઘેટાં બકરાની જેમ ચાલવું તો ખૂબ સહેલું છે પણ અલાયદું બનવું અઘરું છે. દુનિયા માં ખૂબ ઓછા લોકો છે જે આના પર કાર્ય કરે છે અને જે કાર્ય કરે છે તે જ સુરક્ષિત છે સફળ છે.

આજે સવારે 3000 ફુટ સ્ટેપ્સ ચાલ્યો, 7:10am ઘરે આવીને આ બ્લોગ લખ્યો અને 7:30am સૂર્ય દર્શન માટે ધાબે આવ્યો. આજે આકાશમાં વાદળ ખૂબ જ છે જે તમેં ઉપરના ફોટોમાં જોઈ શકો છો. આજે ઠંડી નહિવત જેવી છે. ગઈ કાલે પણ ગરમીનો અનુભવ ખૂબ થયો હતો. આજના વાદળ છાયા વાતાવરણને જોતા એવું લાગે છે કે સૂર્ય દર્શન થશે નહીં.

આજે વાદળને કારણે સૂર્ય દર્શન કરી શક્યો નહીં. વાદળ છાયા છે પણ મને આશા છે મારી સોલાર બેત્તરી ચાર્જ થશે. સૂર્યની આ ઉર્જાનો ઉપયોગ હું મારા ફિટનેસ બેલ્ટ, મોબાઇલ, બ્લ્યુટૂથ અને પાવર બેંક ચાર્જ કરવામાં કરી રહ્યો છું.

આજની આ પોસ્ટ publish કરતાની સાથે જ વાદળ વચ્ચે સૂર્યદર્શન થઈ ગયા. આ સંકેત પ્રકૃતિ સાથે સ્થાપિત થતી સમરસતા નો હોઈ શકે. મેં ઉપરનો ફોટો અપલોડ કરી ફરીશ થી આ પોસ્ટ ઉપડેટ કરી. સૂર્ય દર્શન વાદળ વચ્ચે માત્ર 1 મિનિટ પૂરતું જ રહ્યું.

15/21 – દિવસ પંદર – Developing early morning wake up habbit.

એક સમય હતો કે જ્યારે વહેલું ઉઠવું એ ખૂબ કઠિન પ્રતીત થતું હતું, પરંતુ જો કોઇ વસ્તુ પર નિયમિત અભ્યાસ કરવામાં આવે તો જેતે વસ્તુ માં કુશળતા પ્રાપ્ત થઈ જાય છે. પહેલા હું 8:30સે જાગતો હતો અને જ્યારે 15 મિનિટ વહેલા જાગતો ત્યારે લાગતું આજે કેટલો વહેલો જાગ્યો. આજે જ્યારે 4:30 વાગ્યે જાગવાની આદત પડી રહી છે ત્યારે સવારે 4 વાગ્યા આજુ બાજુ એલાર્મ પહેલા જાગવાનો એક મેસેજ માળી જતો હોય તેવું લાગે છે. ઊંઘ એલાર્મ પહેલા જ ઉડી જાય છે.

આજે સવારે નિત્યક્રમ મુજબ 4:30રે જાગ્યો, સ્નાન કર્યું અને ધ્યાન કર્યું.

6 વાગ્યે કસરત કરી ત્યાર બાદ વોકિંગ માટે નીકળી ગયો. વ્યક્તિનો પહેરવેશ ખૂબ મહત્વનો છે જેતે પહેરવેશ તેને જેતે કાર્ય કરવામાં સહાયક થતું હોય તેવું લાગ્યું જેમકે હું હાથ મોજા ને stocking પહેરી ને વોકિંગ માં જાવ છું. આજે સાથે bluetooth પહેરીને સોન્ગ સાંભળતા સાંભળતા વોકિંગ કર્યું. અને આ દરેક વસ્તુ ચાલવા માટે પ્રેરણા આપતું હોઈ તેવું લાગ્યું.

અન્ય વ્યક્તિઓ થી આપણું કંઈક અલગ હોવું એક આત્મ વિશ્વાસ પ્રદાન કરે છે. વહેલી સવારે ગાર્ડનમાં મારી ઉંમરના ખૂબ ઓછા લોકો વોકિંગ કરતા નજરે પડ્યા, આ ખૂબ ઓછા લોકોમાં આપણું સ્થાન એક અલગ જ ગર્વ અને આત્મ વિશ્વાસ પ્રદાન કરતું હોય તેવું જણાયું.

આજે વોકિંગ દરમિયાન એક વૃદ્ધ કાકાને ચાલતા જોયા અને અનાયાસજ એમનું અવલોકન થઈ ગયું. એ કાકા નું શરીર ખૂબ જ મેદસ્વી હતું, ચાલ એટલી ધીમી હતી કે જાણે એ ચાલતા જ નથી એવું જણાયું. તેમને જોતા વિચાર આવ્યો એ આમનું શરીર કેટલું મોટું છે અને આ રીતે ચાલતા ચાલતા ક્યારે તેનું શરીર સ્વસ્થ શરીરની કેટેગરી માં આવશે. તે કાકા એ પોતાના જીવનમાં નિચ્છચિત રૂપે બધી જ જવાબદારી નિભાવી હશે, પોતાની બધી જ ફરજો નિભાવી હશે. પોતાનું જીવન આખું પોતાના ઘર અને પરિવાર માટે વ્યતીત કર્યું હશે, પણ પોતાને સમય નહીં આપ્યો હોઈ. જે વસ્તુ માટે તેવોએ પોતાનું જીવન આપ્યું તે વસ્તુ કે વ્યક્તિ તેવો ના સ્વાસ્થ્ય માટે કેટલા મદદ રૂપ? શુ દીકરો, પત્ની કે માં બાપ આપણાં વતી આપણી કસરત કરી શકે? જવાબ છે ના. અન્ય વ્યક્તિ માત્ર આંગળી શીંધી શકે કે આમ કરો તેમ કરો, આપણે આપણા શરીર માટે આપણે જ કાર્ય કરવું પડશે.

પરિવાર , ઘર ની જવાબદારી સાથે સાથે આપણે આપણા અંગત સ્વાસ્થ્ય માટે યુવાન અવસ્થા થી જ કાર્ય શરૂ કરી દેવું જોઈએ. તે કાકાની ચાલ અને શરીર જોતા એ નક્કી છે કે કાકા એ બધી જ જવાબદારી નિભાવી હશે પણ પોતાની સ્વ- જવાબદારી નિભાવવાના નિષ્ફળ ગયા છે. મનુષ્ય જો યુવાની અવસ્થા થી જ પોતાના શરીર પર કાર્ય કરે તો તે ક્યારેય બીમાર પડે જ નહીં. આ કાકા પણ જો યુવાન અવસ્થા થી જ આ રીતે ચાલવા આવતા હોત તો આ રીતની તકલીફ એમને થઈ ન હોત.

મનુષ્ય શરીર ખૂબ જ પ્રતિક્રિયાશીલ છે. જે રીત નું કાર્ય આપણે આપણા શરીર સાથે કરીશું તેવુ જ પરિણામ તે આપશે. માત્ર 15 દિવસના અભ્યાસ થી મને મારા શરીરમાં અપ્રતિમ ફેરફારો દર્શાય રહ્યા છે, જે આસન મારાથી કરવા અધરા હતા તે સહેલા થતા જાય છે, આ શરીર ની પ્રતિક્રિયા જ કહેવાય. નિયમિત અભ્યાસ અને અવલોકન એક સ્વસ્થ જીવન માટે ખૂબ ઉપયોગી છે.

આજે વોકિંગમાં લગભગ 3500 ફુટ સ્ટેપ્સ ચાલ્યો હશું. ઘરે 7 વાગ્યે આવી ને sw11 માં ક્રિકેટ મેચ નું અનુમાન નાખ્યું. આજે India અને newziland ની મેચ છે.

ત્યાર બાદ 7:30સે ધાબા પર સૂર્ય દર્શન માટે ગયો.

આ દુનિયામાં જો કોઈ જીવતો જાગતો ભગવાન હોઈ કે જેને આપણે જોઈ શકીએ, અનુભવ કરી શકીએ તો તે છે આપણા સૂર્ય દેવ. સૂર્ય દેવ આધ્યાત્મિક, માનસિક, શારીરિક અને ભૌતિક રીતે દરેક રીતે આપણી સાથે છે. સૂર્ય આગમન સાથે જ એક નવી ચેતના, એક નવી ઉર્જા નો અનુભવ જીવ,વસ્તુ કે પ્રાણી માત્ર ને થતો હોય છે. સૂર્ય આગમન એક અંધકાર ને દૂર કરી પ્રકાશ ફેલાવવાની ક્રિયા છે. જેટલા પણ ખરાબ કર્યો છે તે રાતના અંધારામાં થતા હોય છે જ્યારે સત્યના પડદા સવાર પડતા ની સાથે ઉઠવા લાગે છે. આવા સમયે આપણું જાગવું એક અનેરો આનંદ, ઉત્સાહ અને ઉમંગ પ્રદાન કરે છે.

આજે મેં મારું બ્લ્યુટૂથ, મોબાઈલ ફોન, ફિટનેસ બેલ્ટ અને પાવર બેંક બધું જ સોલાર ઉર્જા થી ચાર્જ કર્યું, સોલાર ઉર્જા થી ચાર્જ મોબાઈલ બેટરી ખૂબ ઓછી ચાલતી હોય તેવું નોંધ્યું આથી એક અલગ પ્રયોગ કર્યો, સોલાર ઉર્જા માં બનતી light ને પાવર બેંક માં લીધી અને પાવર બેંક માંથી મોબાઈલ માં લીધી. આ રીતે હું વધુ ને વધુ પ્રયત્ન કરું છું કે સૂર્યદેવ સાથે એક સમરસતા સ્થાપિત થાય.

મનુષ્ય પોતાની બુદ્ધિ થી આ ઉર્જાનો ભૌતિક ઉપયોગ કરતા થઈ ગયો છે જો આ ઉર્જા નો આધ્યાત્મિક ,શારીરિક અને માનસિક ઉપયોગ પણ શીખી શકે તો તે શક્ય છે તેવું પ્રતીત થયું.

આ સાથે સોલાર પેનલ પર લાગેલી ધુડને સાફ કરી અને નીચે આવ્યો. અને માર્ક કર્યું કે સોલરમાં બનતી વીજળી ખૂબ વધુ છે, બેટરી ફૂલ થાય બાદ આ વીજળી વ્યય થઈ રહી છે. તો પ્લાન કરું છું કે આ ઉર્જા નો અન્ય ઉપયોગ પણ શીખી લઈએ. ચાલો આગળ હું પ્લાન કરું છું કે આ ઉર્જાનો બને તેટલો વધુ ઉપયોગ કરું.

સૂર્ય દર્શન કરતા કરતા બ્લોગ લખ્યો પણ મહેનત ગઈ પાણીમાં, કેમકે મારી wife નો ફોન આવ્યો અને એની સાથે વાત કરી તેને સવારના નાસ્તા માટે ફોન કર્યો હતો, ફોન રાખ્યા પછી જોયું તો લખેલું બધું જ લખાણ ગાયબ. તો આ બ્લોગ નીચે આવી ને નાસ્તો કર્યા પછી ફરીશ થી લખ્યો, ગુસ્સો તો આવ્યો કારણકે પ્રથમ વખત લખ્યું તે quality નું બીજી વાર લખ્યું તેમાં ન હતી. આપ મેળે લખાયેલું લખાણ જે તે સમય ન અનુભવો ને વર્ણવામાં ખૂબ ઉપયોગી હોઈ છે. ખેર જીવન માં આવું તો ચાલ્યા રાખે, મહત્વનું એ છે કે જૂનું લખાણ ગાયબ થયું છતાં મેં ફરીશ થી આ આખી બ્લોગ પોસ્ટ લખી.

13-14/21 – દિવસ તેર અને ચૌદ – developing early morning wake up habbit.

દિવસ 13 – આજે રવિવાર અને તારીખ 09-02 -2020. આજે સવારે 4:00 વાગ્યે ઉઠ્યા આજે દાંડી આશ્રમનું સવારનું ધ્યાન કરવા જવાનું હતું અને બપોરે પરત સુરત આવવાનું હતું. આથી સવારે વહેલા ઉઠીને સ્નાન બાદ તરત કસરત કરીને તૈયાર થઈને દાંડી જવા નીકળી ગયા.

દાંડી સવારમાં વહેલા પહોંચીને ધ્યાનમાં જોડાયા, અને ધ્યાન બાદ વોકિંગ કર્યું. આજે વોકિંગમાં મને મારી wife નો સાથ મળ્યો. સવારનો નાસ્તો કર્યો ત્યાર બાદ 7:૩0 આજુ બાજુ સૂર્ય દર્શન પણ સાથે કર્યા.

થોડી વાર આશ્રમમાં મિત્રો સાથે સમય વ્યતીત કર્યો, અને બપોરના ભોજન બાદ ઘરે પરત આવ્યા, નવસારી થી સુરત આવીએ ત્યારે વચ્ચે મરોલી સુગર ફેક્ટરીની પાસે એક શેરડીના રસ વાળો છે ત્યાં શેરડીનો રસ પીધો.

સુરત આવ્યા બાદ, સોલાર light માટે wire શોધવા પ્રયાસ કર્યા પણ મળ્યો નહીં. Inverter મારી પાસે હતું, વાયર શોધતા તે મળ્યું તો તેને bikeની સોલાર બેટરી સાથે connect કર્યું. અમે 220v ના હોમ appliances ને ચલાવ્યા. સાંજે ખીચડી અને કઢી મિક્સ કરી હળવો નાસ્તો કર્યો અને સોલારમાં ચાર્જ batteryની મદદ થી મારો મોબાઈલ ચાર્જમાં મુક્યો. અને રાત્રે 9 વાગ્યે સુઈ ગયો.

દિવસ 14 – આજે સવારે નિત્ય ક્રમ મુજબ 4:30 સે જાગ્યો. સ્નાન કર્યું, ધ્યાન કર્યું અને exercise માટે app open કરી તો આજે રેસ્ટનો દિવસ આવ્યો તો ગઈ કાલ નો બ્લોગ લખવાનો બાકી હતો તે લખ્યો અને આજેની બ્લોગ પોસ્ટ હાલ લખી રહ્યો છું.

આજે સવારે કુલ 72% મોબાઈલ battery ચાર્જ કરી. આ પુરી battery સૂર્ય ઉર્જા દ્વારા ચાર્જ થઈ. મોબાઈલ માં બેલ્ટ છે તે પણ સોલાર ઉર્જા થી જ ચાર્જ કરેલ છે. આથી જે હેતુ થી સોલાર મીની પ્રોજેક્ટ શરૂ કર્યો હતો તે ની પ્રથમ દિવસ ની શરૂઆત થઈ ચૂકી છે.

સવારનું વોકિંગ સારું રહ્યું, નીરો આ વખતે ગાર્ડનમાં ચાલ્યા પહેલા પીધો હતો, 3500 ફુટ સ્ટેપ્સ ચાલ્યો. પરત આવી સોલાર બેટરીને pannel સાથે connect કરી. Wire નાનો હોવા થી આ પ્રોબ્લેમ છે મારા બેડ રૂમમાં ફોન ચાર્જ કરવાનો હોવાથી પેનલનો wire કાઢી બેટરીને બેડરૂમમાં લઇ ગયો હતો. એક wire છે પણ શોધવા છતાં મળ્યો નહિ. આજે સૂર્યદય જોયો અને અનુભવ્યું કે સૂર્ય જાંખો દેખાઈ રહ્યો છે. આ વાતાવરણ ના ભેજ ને કારણે હોઈ શકે.

Ignore my finger.

આ મારી સોલાર પેનલ છે.

12/21 – દિવસ બાર – developing early morning wake habbit.

આજે તારીખ 08-02-2020. સવારની ઊંઘ 4:00 ઉડી પણ જાગવાનું 4:30 રે હતું તો સુઈ ગયો, 4:30ના આલાર્મ સાથે ઊંઘ ઊડી. સ્નાન કર્યું, ધ્યાન ધર્યું, અને કસરત પણ કરી. અને સવારે 3000 ફુટ સ્ટેપ ચાલ્યો. આજે મારા knitting machine માં બનેલ stocking અને arm sleeves પહેરીને વોકિંગ કર્યું. રોજ ચપ્પલ પહેરીને વોકિંગ કરતો, આજે સ્પોર્ટ બુટ પહેરીને વોકિંગ કર્યું.

ઘણી વાર જ્યારે સવારે વહેલા ઉઠવાનું હોઈ તો એક થી વધુ એલાર્મ મુકતો, જેથી કરી ને જે સમય નક્કી કર્યો હોય ત્યારે એલાર્મ બંધ કરી સુવાઈ ન જાય. પરંતુ આ વખતે માત્ર એક જ એલાર્મ રાખ્યું કારણકે જાગવાની ઈચ્છા શક્તિ ખૂબ પ્રબળ છે.

ઘણી વાર એવું મહેસુસ થાય જો વ્યક્તિ પ્રબળ ઈચ્છા શક્તિ સાથે કોઈ સંકલ્પ કરે તો તે સંકલ્પ સિદ્ધ કરવાની પ્રેરણા અંતઃકરણ થી આપ મેળે જ પ્રગટે છે. પ્રબળ ઈચ્છા શક્તિની નિર્માણ ઘણી બધી પરિસ્થિતિ અનુભવોના આધાર પર થાય છે. આ માટે કોઈ ઘટના પણ પ્રેરણા સ્ત્રોત બની શકે.

માત્ર ઈચ્છા શક્તિ થી કસું થતું નથી, ઈચ્છા શક્તિ સાથે જ્યારે સંકલ્પ શક્તિ અને કાર્ય શક્તિ મળે ત્યારે ધારેલું પરિણામ મળે છે.

આ માટે નાના નાના ધ્યેયો નક્કી કરી સફળતાની આદત પાડવી જોઈએ.

આ દુનિયા માં દરેક વ્યક્તિની કોઈ ને કોઈ ખાસિયતો છે જે અન્ય કોઈ પાસે ન હોઈ. આવી ખાસિયતો જ આપણને અન્ય લોકો થી અલગ કરે છે. આપણું અન્ય લોકો થી કંઈક અલગ હોવું આપણા ગૌરવમાં વધારો કરે છે. આપણે આપણું status બનાવી રાખવા, સ્વયંની ખાસિયત, પરિશ્રમ દ્વારા પ્રાપ્ત સિદ્ધિની રક્ષા કરવા હંમેશા સજાગ રહેવું જોઈએ. જે સ્થાન કે વ્યક્તિ વસ્તુ સાથે આમાં વધારો થતો હોય તેનો સંગ કરવાનો અને જ્યાં તેનો દમન થાય ત્યાં થી દુર રહેવું. સ્વયંની રક્ષા કરવી એ આપણો અધિકાર છે અને પ્રકૃતિનું જો ઝીણવટ પૂર્વક અધ્યયન કરીએ તો પ્રાણી માત્રનો પ્રાકૃતિક સ્વભાવ પણ છે.

અહંકાર, ગર્વ અને સ્વાર્થ આ શબ્દો ને સરખા સમજવાની જરૂર છે. અહંકાર કે જેના થી કોઈ નું હિત થાય, ગર્વ અહંકાર થી વિપરીત કોઇ નું હીત ન થતું હોય આપણી સિદ્ધિ કે કબીલીયત થી અને સ્વાર્થ – કોઈ ના હિત હિત ની પરવાહ વગર માત્ર પોતાનો જ ફાયદો જોવો.

ગઈ કાલે મને મારી સોલાર પેનલની ડિલિવરી મળી.

આજે સવારે ટેરેસ પર આવ્યો ત્યાં સૂર્યાદય થઈ ચૂક્યો હતો.

આજે સોલાર પેનલ ફિટ કરવા માટે નો પ્લાન છે.

10-11/21 – દિવસ દસ અને અગિયાર – developing early morning wake up habbit.

દિવસ 10ના રોજ સવારે 4:30 સે જાગ્યો અને નિયાત્યક્રમ બાદ ધ્યાન કર્યું અને કસરત કરી આજ રોજ ચાલવા જવાનું ન હતું, પણ ફિટનેસ બેલ્ટ પ્રમાણે આખા દિવસ નો 10000 ફુટ સ્ટેપ નો ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો હતો. આજે 5-2-2020 મારી બીજા વર્ષની લગ્ન તિથિ હતી. રાતે અમે બંને જણા હું અને દિવ્યા તેનું celebration કરવા ગયા હતા.

આજે દિવસ 11 તારીખ 6-2-2020, સવારે 4:30સે જાગ્યો, સ્નાન કર્યું, ધ્યાન ધર્યું અને ગુરુદેવનો સ્વાધીસ્થાન ચક્રનો અનુસ્થાન સંદેશ વાંચ્યો. ત્યાર બાદ કસર કરી ચાલવા માટે નીકળી ગયો. આજે ચાલતા ચાલતા earphone માં ગીતો સાંભળ્યા.

સંગીત અલગ અલગ પ્રકારના હોય છે, આપણે આપણું મૂડ કેવું રાખવું છે તેવા songs નું સિલેકશન કરવું જોઈએ. Song પણ વોકિંગ માં સારું મદદ કરી શકે છે.

અને આજે સદગુરૂની એ વાત યાદ આવી, એમને કીધું હતું શરીર પર જેટલું કાર્ય કરો શરીર તમને તેટલો પ્રતિસાદ આપે છે, response આપે છે જે વાત મેં મારુ past બ્લોગ પોસ્ટ માં લખલી છે. ગઈ કાલે તેવોનો એક youtube વિડિઓ જોઈ તે વાત અનુભવ્યાનો હર્ષ થયો.

આજે કુલ 3725 ફૂટસ્ટેપ્સ ચાલ્યો અને ટેરેસ પર આવ્યો અને નિરીક્ષણ કર્યું કે જે મેં સોલાર પેનલ ખરીદી છે તેને કઈ જગ્યા પર ફીટ કરું. સોલાર પેનલ લંબ ચોરસ આકારની છે અને તેને ફિટ કરવા મારે જે બાજુ લંબાઈ ઓછી છે ત્યાં સ્ક્રુ ફિટ કરવાના હોલ આપેલા છે (youtube reviewના વિડિઓના આધારે નક્કી કરેલ)

સૂર્ય દેવના દર્શન સમય 7:34. સોલાર ફિટ કરવાના પ્લાનિંગ સાથે સૂર્ય દેવનું આગમન.

પ્લાન કરું છું કે ધાબા પર કપડાં સૂકવવા માટે 2 inch નો લોખડનો pipe છે તેની ઉપર તેને ફિટ કરું. કારણ એ છે કે અહીં સૂર્ય પ્રકાશ સૌથી પહેલા આવે છે. સાંજ નું ખ્યાલ નથી. એ study નો વિષય છે. આ જગ્યા પર ફિટ કરવા માટે ફરમો તૈયાર કરવો પડશે.

9/21 – દિવસ નવ – developing early morning wake up habbit.

કોઈ પણ બિઝીનેસને ડેવેલોપ કરવા માટે એક થી વધુ હાથોની જરૂર પડતી હોય છે. આજે કોઈ પણ વેલ સેટ બિઝીનેસ આપણે જોઈએ તો તેમાં એક કરતાં વધારે માણસો કામ કરતા હોય છે. જ્યારે આપણે કોઈ પણ ધંધો કરીએ તેવા સમયે શરૂઆતમાં ભલે આપણે આપણી રીતે મહેનત કરીને કારીગર વગર કાર્ય કરી લઈએ. પરંતુ એક સમયે જ્યારે ધંધાની રગે-રગની જાણ થઈ જાય ત્યારે બાદ કારીગર રાખી ધંધાના માલિકે માર્કેટિંગ પાછળ સમય ફાળવવો જોઈએ.

આપણી પાસે એક પ્રોડક્ટ હોઈ જેનું ઉત્પાદન આપણે જાતે કરીએ તો તેનો ફાયદો એ છે કે આપણે કારીગરોનો પગાર જે દર મહિને આવે છે તે બચાવીએ છીએ પરંતુ તેના પોતાના પણ ગેર લાભ છે. જેમકે આપણે પોતે તેમાં વ્યસ્ત રહીશું જેથી કરી ને જેતે production ના સમયે આપણે અન્ય કોઈ પણ કાર્ય કરી શકતા નથી. Production સમયે production સાથે અન્ય કામો પણ હોઈ જેમકે finance, હિસાબ કિતાબ, raw material ખરીદી, માર્કેટિંગ પ્રોડક્ટ quality વગેરે, વગેરે… આ બધું કરવામાં દરેક વસ્તુ ને સમય આપીએ તો દરેક વસ્તુમાં આપણે 100% ન આપી શકીએ પરિણામે production defect વધે. હિસાબ સમય સર ન થાય. થાય તો ભૂલ વાળો થાય. સમય સર જે વસ્તુ થવું જોઈએ તે ન થાય. Client નો order delay થાય. આવા અનેક ગેર લાભો થતા હોય છે.

એક સમય સુધી આ વસ્તુ સહન થઈ શકે. પરંતુ જ્યારે ધંધો મોટો થતો જાય તેમ તેમ મારુ માનવું છે કે એક entrepreneur રે સિસ્ટમ ઉપડેટ કરવી જોઈએ. અને જરૂર જણાય તે રીતે કારીગર રાખી તેને સેટ કરવા જોઈએ. Input > Process > output. આ પ્રોસેસમાં જ્યાં જણાય ત્યાં માણસો રાખી bulk production કરી, પડતર કિંમત ઓછી કરી, માર્કેટિંગ પાછળ entreprenur રે સમય ફાળવવો જોઈએ. માણસ પાસે સમય હોઈ તો નવું વિચારી શકે અને જેતે વિચારી તેના પર કાર્ય કરી શકે. જો દરેક કાર્ય જાતે જ કરતા રહીશું તો વિચારી તો શકીશું પરંતુ તેના પર કાર્ય નહીં કરી શકીએ. ગમે તેટલા ભણેલા હોઈ પોતાની સુજ ભુજ કે ભણતર નો સાચા અર્થમાં જો આપણે અમલ કરવો હોય તો એક space – સમય રૂપી જગ્યા ની જરૂર પડે.

આથી જ્યારે જણાય કે હવે કારીગરની જરૂર છે જેતે સમયે કારીગર રાખી તેને તાલીમ આપવાની શરૂઆત કરવી જોઈએ.

કારીગર કેવો હોવો જોઈએ?

કારીગરને કઈ રીતે સેટ કરવો?

કારીગર સાથે ટૂંનિંગ કઈ રીતે બેસાડવું?

આ અંગે કોઈ prectical અનુભવ નથી, પણ જેટલું જોયેલું જાણેલું છે તે વિશે ભવિષ્ય માં ક્યારેક ચર્ચા કરીશું.

આજે 9/21 21માં નો 9 મો દિવસ. આજે સવારે 4:30 વાગ્યે જાગ્યો, સ્નાન કર્યું, ધ્યાન ધર્યું અને ત્યાર બાદ આ બ્લોગ પોસ્ટ લખી.

આજે સવારે મોર્નિંગ વોક દરમિયાન મારો એક મિત્ર નરેન્દ્ર મને ધોળકિયા ગાર્ડનમાં મળ્યો. આજે મોર્નિંગ વોક 6:30સે શરૂ કરી હતી અને 3000 સ્ટેપ્સ ચાલ્યો. રીટર્નમાં rs.25/- નો ટ્રોફો પીધો. ટ્રોફા માટે અને સવાર નો સૂર્યાદય 7:30 સે થાય છે તે જોવા આજની વૉક થોડી લેટ શરૂ કરી, ટ્રોફા પીધા પછી સપૂર્તિનો અનુભવ થયો. અને 7:25 45મિનિટ બાદ સૂર્ય દર્શન માટે ટેરેસ પર આવ્યો.

ટેરેસ પર આજે થોડો late આવ્યો તેથી ઉજાસ વધારે અનુભવાઈ રહી છે. આપણા શરીર માટે આપણે કંઈક કરવું છે તેવા વિચાર તો બધા ને જ આવતા હોય છે પણ થોડા લોકો જ તે કરી શકે. આજે સવારે એજ વિચાર આવ્યો કે મારા ખાનપાન માં હું શુ સુધારા વધારા કરું. નિયમિત પોતાના શરીર પ્રત્યેની તકેદારી – દ્રઢ નિર્ણય પર કાર્ય કરવા મદદરૂપ થાય છે જે 100% વાત સાચી છે. છેલ્લા 8 દિવસ થી મારી મારા શરીર પ્રત્યેની કાળજી ના વિચાર જ નહીં પરંતુ કાર્ય પણ થતું થઈ ગયું. આનું પ્રેરણા સ્ત્રોત વહેલા જાગવાને જાય છે. માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક કર્યો પણ સાથો સાથ improve થઈ રહ્યા છે.

આ સાથે સૂર્ય આગમન થયું જેનો આનંદ લીધો. અને શાંત ચિત્તે 5 મિનિટ આંખો બંધ કરી સૂર્યના એ કોમળ કિરણોની હુંફને મારી અંદર સમાવી.

મેં મારા જીવનમાં અનુભવ્યું છે કે જે વસ્તુ સાથે અપણે વધુ સમય વિતાવીએ તે વસ્તુ સાથે આપણને ધીમે ધીમે પ્રેમ થતો જાય છે. એક જેલ માં વર્ષો સુધી રહેલો કેદી જો પોતાની રિહાય સમયે પોતાની એ જગ્યાને ન છોડી શકતો હોય તો મારી સવારે જાગવાની માત્ર 9 દિવસ ની આદત સૂર્ય સાથે એક પ્રેમ સંબંધનું નિર્માણ કરતો હોય તેવું લાગે છે કારણકે આજે સૂર્ય દર્શન વધતે વિચાર આવ્યો કે સૂર્ય દર્શન બાદ સૂર્ય નમસ્કાર કરવા માટે પણ મારી પાસે સમય છે , આ દુનિયા માં સૂર્ય ન હોત તો શુ હોત? સૂર્ય એક ઉર્જાનો અસીમ સ્ત્રોત છે. જે સૂર્ય પાસે થી એ ઉર્જા નો ઉપયોગ આપણે આપણી પ્રગતિ માં કરીએ તો પ્રગતિ સારી થઈ શકે. આ ઉર્જાનો ઉપયોગ શારીરિક,આધ્યાત્મિક, માનસિક અને ભૌતિક પણ હોઈ શકે.

સવારે વહેલા સૂર્ય ઉગતાની સાથે 5મિનિટ ની ધ્યાન – આધ્યાત્મિક, સૂર્ય નમસ્કાર: શારીરિક, મન ની શાંતિ – માનસિક અને ભૌતિક માટે વિચારું છું કે મારી સ્માર્ટ fitness belt અને મારા મોબાઈલ ને સૂર્ય ઉર્જા દ્વારા ચાર્જ કરી જેટલી ઉર્જા મળે તેટલી જ ઉર્જા નો ઉપયોગ કરું, જ્યારે જણાય અતિરિક્ત ઉર્જાની જરૂર છે પોતાની કૅપાસિટી વધારતો જાવ. હાલ મેં થોડા સમય પહેલા મારા શોખ માટે સોલાર પ્રોજેક્ટ બનાવ્યો હતો જેમાં 12v અને 7amp ની battery, solar charge controller, અને એક સોલાર પેનલ મારી જાતે બનાવેલી (જે વરસાદ અને વાવાજોડામાં બગડી ગઈ અને ડાબા પર થી ગાયબ પણ થઈ ગઈ).

ઈન્ટરનેટ નો વાયર આટલા નાના પ્રોજેક્ટ માટે ચાલી શકે તે થી એ મારી પાસે છે. હવે ઘટવામાં મારી પાસે સોલાર પેનલ નથી. આથી online હું સોલાર પેનલ ખરીદવાનું વિચારી રહ્યો છું. અને આ વખતે તેને ધાબા પર સારી રીતે ફિટ કરીશ.

આજે જ 50w અને 12vની મોનો ક્રિસ્ટલ looms solar બ્રાન્ડની સોલાર પેનલ ખરીદી. આ ખરીદી amazon પર થી કરી મને rs.2400/- માં પડી.

8/21 – દિવસ આઠ – developing early morning wakeup habbit.

સમાજ આ દુનિયાનો એક અભિન્ન ભાગ છે. આ દુનિયાની બધીજ ભૌતિક પ્રગતિ સમાજ વગર શક્ય નથી. સમાજમાં દરેક વ્યક્તિ રહે છે સારા અને ખરાબ પણ. જેમ જેમ વ્યક્તિની ઉમર થતી જાય છે તેમ તેમ તેની સમાજ પ્રત્યે ની જવાબદારીઓ વધતી જાય છે. સમાજ પોતાના નિયમો થી બનેલ હોઈ છે જેમાં યોગ્ય આ યોગ્યનું જ્ઞાન સમાજ જ શીખવે છે.

છેલ્લા બે દિવસ આવા જ સામાજિક કાર્ય – લગ્નમાં ગયા. લગ્ન હતા તો એક જ દિવસના પરંતુ વહેલા જાગવામાં રજા પડી બે દિવસની. એક દિવસ આલાર્મ ન વાગ્યું અને બીજો દિવસ ઉજાગ્રાને કારણે ન ઉઠાણું.

આ અનુભવ પાર થી એક વિચાર આવ્યો કે દરેક વ્યક્તિએ કે જે સમાજમાં રહે છે તેને પોતાની સામાજિક જવાબદારીઓ સમયસર નિભાવવી જોઈએ. જે વસ્તુ કે જગ્યા પર આપણા વ્યવહાર કે આચરણ થી અન્ય લોકોને તકલીફ થાય તેવા સંજોગોમાં લોકો આપણને ઠપકો આપે છે. પ્રયત્ન એવા હોવા જોઈએ કે લોકોને સામે ચાલી આપણને કઈ કહેવું ન પડે. અને કદાચ ઠપકો મળે પણ તો તે આપણા માટે જ છે તેમ સમજીને પોતાના માં સુધારા વધારા કરવા જોઈએ.

તો આજનો દિવસ 8, રોજ ની જેમ ધ્યાન, કસરત, બ્લોગ writing કર્યું.

રોજની જેમ આજે પણ ચાલવા ગયો અને 3000 ફુટ સ્ટેપ્સ ચાલ્યો.

આજનો વિચાર, વ્યક્તિ માનસિક રીતે જ્યારે હેરાન થતો હોય ત્યારે તેને બાહ્ય સહાય આશ્વાસન પરિવારના સદસ્યો દ્વારા પૂરું પાડવું જોઈએ. માનસિક રીતે પરેશાન વ્યક્તિ . આપણા થી મોટી વયના વ્યક્તિ સાથેની મિત્રતા આ માટે ખૂબ ઉપયોગી છે.

7/21 – દિવસ સાત – developing early morning habbit.

આજે સવારે એલાર્મ પહેલા 10મિનિટ પહેલા જ ઊંઘ ઊડી ગઈ. ગઈ કાલે રાત્રે આપોઆપ વહેલા ઊંઘ આવી આવવી એ અભ્યાસનું પરિણામ લાગ્યું.

આપણામાંના મોટા ભાગના લોકો રાત્રે મોબાઈલ માં સમય વ્યતીત કરતા હસું. હું પણ એવું જ કરતો હતો, પણ જ્યારે થી વહેલા સુવાની લાગ્યો ત્યાર થી જેતે આદત છૂટતી જતી જણાય.

સ્માર્ટ ફોનના ઘણા સ્માર્ટ ઉપયોગ છે જે હું મારા માટે ઉપયોગ કરું છે. મજાતવા પૂર્ણ છે આપણો હેતુ. ઉન્નત ટેકનોલોજીનો એક સ્માર્ટ ફોન કદાચ શોખ થી લીધો હોય, પરંતુ તેના સ્માર્ટ ઉપયોગ ન કરીએ તો તેનો ભરપૂર ઉપયોગ ન કર્યો કહેવાય. ગેમ, FB, youtube કે ટિકટોક સિવાય પણ ઘણી મોટી functionality ફોનમાં મળી શકે. અપણને જે વિશે ધારીએ તે વસ્તુને સહાયક વસ્તુઓ મળી શકે. પોતાના શરીરના વિકાસ માટે સ્માર્ટ ફોન કે અન્ય અત્યાધુનિક ગેજેટ મદદરૂપ થઇ શકે અને તેનો ઉપયોગ પણ આપણે સૌએ કરવો જોઈએ આવું w.h.o નું પણ માનવું છે.

આજે સવારે જાગતાની સાથે દરરોજની જેમ ઠંડી વધી રહી છે તે આજે પણ વધી. સવાર નું સ્નાન અને ધ્યાન કર્યુ. ધ્યાન બાદ દરરોજ ની જેમ કસરત કરી ને વોકિંગ કર્યું.

સૂર્ય દર્શન બાદ નિયમિત જે દિવસના કર્યો કરવાના હોઈ તે પતાવી રાત્રી વિરામ કર્યો.