દરેક સમસ્યાનું સમાધાન આપણી પાસે હોઈ જ છે, જરૂર છે માત્ર પ્રયત્નની..

મારા જીવનમાં હું ક્યારેય કોઈ પાસે મદદની અપેક્ષા રાખતો નથી. થઈ શકે તેટલું જાતે જ જેતે સમસ્યાનું સમાધાન કાઢવાનો પ્રયત્ન કરતો રહું છું.

હું માનું છું કે આપણા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ આવે છે આ દરેક સમસ્યાઓ આપણી કબીયાતને નિખારવા આવે છે. જ્યારે જેતે સમસ્યાનું નિવારણ આપણે બહાર થી શોધીએ છીએ તો તે અવસર આપણે ગુમાવી બેસીએ છીએ એટલું જ નહીં પરંતુ જેવોએ આપણને મદદ કરી છે તેવોના ઋણમાં પણ બંધાઈએ છીએ.

મારા જીવન નો સ્પષ્ટ અને તટસ્થ સિદ્ધાંત છે જ્યાં સુધી આપણા થી પ્રયત્ન થઈ શકે ત્યાં સુધી ધીર અને ગંભીરતા સાથે જેને સમસ્યાનું જાતે સમાધાન જાતે જ શોધવું. બીજા દ્વારા કરવામાં આવેલા પરોપકાર નો બદલો કેટલા વ્યાજ સાથે સુકાવવો પડે તે કહી સકાય નહીં.

આપણી ખામીઓ ક્યારેય બીજાને દેખાડવી જોઈએ નહીં, સમસ્યાનું સમાધાન બીજા પાસે કરાવવાથી આપણી ખામીઓ જેતે માણસ સ્પષ્ટ જોઈ લે છે અને તેનો ઉપયોગ અન્ય હેતુ માટે પણ થવાની શક્યતાઓ આપણે જન્મ આપીએ છીએ.

મેં ઘણા લોકોને જોયા છે પોતાની સમસ્યાઓ લઈને બીજાના જ ભરોસે બેસેલા રહે છે. પરંતુ તેવો ક્યારેય એ નથી વિચારતા કે જેતે વ્યક્તિ નહીં રહે ત્યારે તે કોની પાસે સમસ્યાનું સમાધાન લેવા જશે. તેના થી તો તે સારું છે કે આજે જ સમસ્યા રૂપી ખાડામાં થી બહાર નીકળવા જાતે જ એવા પ્રયત્ન કરો કે બીજી વાર ખાડામાં પડવું જ ન પડે.

જાતે સમાધાન શોધી એક બાજુ આપણે આપણી સમસ્યાઓ થી મુક્તિ તો પ્રાપ્ત કરીએ જ છીએ સાથે સાથે આત્મ વિશ્વાસ અને સમાધાન પણ પ્રાપ્ત થાય છે કે હું મારી સમસ્યાઓ એકલા હાથે હલ કરી શકું છું.

સંબંધ : જ્યારે બંને બાજુ લાગણીઓ બંધાઈ ત્યારે જ બને…

સંબંધ સમાજનું એક એવું પાસું કે જેના વગર સમાજ અપંગ જણાય…

જી, મિત્રો..! આજે હું આ સંબંધ વિશે જ લખવા જઈ રહ્યો છું. સંબંધ એટલે શુ? જ્યારે બે વ્યક્તિ, પરિવાર, કુટુંબ કે અન્ય ધર્મ સમુદાય ના લોકો એક બીજા સાથે લાગણી શીલ વ્યવહાર રાખવા ઇચ્છતા હોય અને એ ફળીભૂત પણ થતું હોય તેને સંબંધ કહેવાય.

મેં ઘણા લોકો ને કહેતા સાંભળ્યા છે “અમારો સંબંધ હવે પેલા લોકો જોડે પહેલા જેવો રહ્યો નથી”. આવા સંજોગો માં કોઈ એક કે બંને પક્ષ વચ્ચે એ લાગણીની અણ-ઉપસ્થિતિ સ્પષ્ટ પણે વર્તાતી હોઈ છે.

એક બાજુ થી આપણે ઘણા પ્રયત્નો કરવા છતાં જો સંબંધ એક તરફી જ રહેતો હોય તો સીધી અને સરળ ભાષામાં આપણે સમજીને ત્યાં અટકી જવું જોઈએ. કારણ કે બળજબરી થી કોઈ સંબંધ બને નહીં અને એક તરફી લાગણીઓ થી હતાશાનો સામનો પણ કરવો પડે.

મારા જીવનમાં તો મેં ગાંઠ વાળી લીધી છે કે “જ્યાં લાગણીઓ ત્યાં આપણા સંબંધો.” દરેક વસ્તુઓ પાછળ કંઈકને કંઈક કારણ હોઈ જ છે એમ આ ગાંઠ વળવા પાછળ પણ જીવનમાં આવેલા અનુભવો છે. સંબંધ બને ત્યારે ઘણું સારું લાગે તો જ્યારે એ તૂટે અથવા ન રહે તો તેનું દુઃખ થવાનું જ ને…

અવરોધ ની પેલી પાર…

તમારા સ્વપ્નો, તમારા ધોરણો, તમારી સફળતા માટે કામ કરો – બીજાઓ ના સ્વપ્નો માટે નહિ !!

ગમે તે હોય, હકારાત્મક રહો. સાચો વલણ જાળવો।

ભૂલ પર ઊંઘશો નહીં, ભૂલો માં સુધારા કરી આગળ વધો.

ભૂલો દ્વારા તમને તમારા જીવનને વધુ સારું બનાવવા માટે, સકારાત્મક ફેરફારો અને નિર્ણયો લેવા માટે અમૂલ્ય અવસર મળ્યો છે તેને ગુમાવશો નહિ.

યાદ રાખો, આ દુનિયા અનિચ્ચિતતાઓ થી ભરેલી છે, કોઈ અવરોધ તમારામાં શ્રેષ્ઠતા લાવશે અને ત્યાર બાદ નું જીવન તમે જ સુખ શાંતિમય અનુભવશો.

જ્યારે તમને કોઈપણ અવરોધ અથવા પડકારનો સામનો કરવો પડતો હોય, ત્યારે તમારા ધ્યેયો સુધી પહોંચવા માટે તમારા વલણ અથવા દિશામાં ફેરફાર કરો.

હંમેશા એક વાત સુનિશ્ચિત કરો, તમારો ધ્યેય હાંસલ કરવા માટે તમારો નિર્ણય ક્યારેય બદલશો નહીં.

હકારાત્મક રહો, આગળ વધતા રહો તમને કોઈ રોકી શકશે નહિ.

તમારા દિવસનો આનંદ માણો

સપનાઓ હશે, તો સફળતાઓ પણ હશે જ…

જીવન માં સફળતા ત્યારે જ મળે જ્યારે પરિશ્રમ થકી નસીબને પણ બદલવાની ક્ષમતા આપણા માં હોઈ. નશીબ બાહ્ય સહાયક છે પરંતુ માત્ર તેના જ ભરોસે બેસી રહેવા થી સફળતા મળશે જ તે 100% કહી ન શકાય પરંતુ જ્યારે નશીબ સાથે કે તેના વગર પરિશ્રમ કરીએ તો સફળતા 100% મળે જ છે.

સાહેબ, આપણે નસીબના ટેકે બેસવા વાળા વ્યક્તિ નથી.

સપનાઓ જોઈએ પણ છીએ અને સાકર કરવાની તાકાત પણ રાખીએ છીએ.

બસ જરૂર છે એક સપનાની કે જે આપણને આપણું લક્ષ બતાવે અને ધ્યેયના રસ્તે આગળ વધારે.

અજ્ઞાનીને જ કંઈક શીખવી શકાય, જ્ઞાનીને નહીં..!

બાળક જ્યારે નાનુ હોઈ ત્યાર થી જ તે કંઈકને કંઇક શીખતું આવતું હોય છે. આજના સમયમાં જે રીતે બાળકો નવી વસ્તુ શીખી રાખ્યા છે, જોતા એવું લાગે છે કે માતાના ગર્ભ માંથી જ તે શીખીને આવ્યા હોય.

પરંતુ મિત્રો, આજે આ ઉંમરે મને અહેસાસ થાય છે કે જેમ જેમ વ્યક્તિ મોટો થતો જાય છે તેમ તેમ તેનું શીખવાનું કૈશલ્ય ઘટતું જાય છે. એક ઉમરે વ્યક્તિને એવું લાગે છે કે તેને બધું જ આવડે છે. તેને કોઈની જ્ઞાન બાબતે જરૂર જ નથી પોતે વિદ્વાન થઈ ગયા છે. બસ આજ સમયે તે શીખવાના દરવાજાઓ બંધ કરીને બેસી જાય છે અને નવું કશું પણ શીખી સકતા નથી.

આ વસ્તુનો અનુભવ મને પ્રથમ વખત ત્યારે થયો જ્યારે હું મારા ભાઈ પાસે 4 વિલ ગાડી શીખી રહ્યો હતો. મને બરોબર યાદ છે જ્યાં મારી ભૂલ પડતી મને મારો ભાઈ સમજાવતો. પણ એકની એક ભૂલ બીજી વાર થાય ત્યારે શીખવનાર કડક શબ્દનો પ્રયોગ કરે જ જે સ્વાભાવિક છે. એવાજ કડક શબ્દ જ્યારે હું મારા ભાઈ પાસે સાંભળતો તો મનમાં થતું આ કેટલું સરળ છે હું હમણાં જ કરી લઈશ મને તો આવડે જ છે. બસ એજ “મને તો આવડે જ છે” વાત મને એ શુ કહી રહ્યા છે તે શીખવામાં બાધા રૂપ થતું અને એજ ભૂલ વારંવાર થતી. પરંતુ જ્યારે મેં એ વસ્તુ સમજી અને ભાઈ શુ કહી રહ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું તો શીખવાનું ઘણું સરળ થઈ ગયું ને વાસ્તવમાં તે જે શીખવવા માંગતા હતા તે હું શીખી શક્યો.

દોસ્તો, મારુ એવું માનવું છે કે જ્યારે આપણે કોઈક પાસે કંઈક શીખતાં હોઈએ ત્યારે આપણે એ વાત સ્વીકારીને જ ચાલવું પડે કે મને કસું આવડતું જ નથી તો જ આપણે જેતે વ્યક્તિ પાસે કશુંક શીખી શકીશું.

જે વ્યક્તિને બધું જ આવડે તે ક્યારેય વિશેષ જ્ઞાનને પામી શકતા નથી.

એક બાળકની શીખવાની શક્તિ વધુ હોય છે તેનું મુખ્ય કારણ જે તે બાળક સ્વીકારે છે કે તેને જેતે વિષયમાં કંઈજ જ્ઞાન નથી. પરંતુ જેમ જેમ જે તે બાળક શિખતું જાય તેમ તેમ તેનામાં “મને બધું જ આવડે છે” નો ભાવ બને છે અને એજ ભાવ તેને આગળનું જ્ઞાન મેળવવામાં બધા રૂપ થાય છે. આથી જ વિદ્યાર્થી ગમે તેટલા સારા માર્ક્સ કેમ ન મેળવે એક શિક્ષક તેને અહેસાસ કરાવતા જ રહે છે કે તને હજુ નથી આવડતું.

આપનાર ક્યારેય એકલો નથી હોતો…

મિત્રો, આપણે જન્મ થી જ કંઈકને કંઈક દુનિયા પાસે થી લેતા જ આવ્યા છીએ. નાનપણ થી જ માતા પિતાની સાર સંભાળ, પરિવારનો લાડ, શિક્ષકો પાસે થી અભ્યાસ. પરંતુ આજ નદીની ધારામાં વહેતા વહેતા ક્યારેક કોઈક વિરલાને જ એ જણાય કે આપણે માત્ર લેતાજ આવ્યા છીએ તો આપનાર કોણ? આપણે કંઈક લઇ રહ્યા છીએ એ ત્યારેજ શક્ય બને જ્યારે કોઈ આપનાર હોઈ.

મોટાભાગના સમાજના લોકો માત્ર લેવામાંજ રહેતા હોય છે જ્યારે આપનાર ઓછા હોઈ છે. મિત્રો, ઉપર આપેલા ચિત્રને જુવો એક વૃક્ષ છાંયો આપી રહ્યું છે અને તેની છાયામાં અનેક લોકો બેસેલા છે. આ ચિત્રને જોતા આ પોસ્ટ લખવાનું મન થયું. આપનાર ક્યારેય એકલતામાં હોતો જ નથી. કારણકે તેની પાસે લેવાવાળા ઘણા હોઈ છે.

પરંતુ ક્યારેક આપવા વાળો પણ આત્મવિશ્વાસ ખોઈ બેસે છે જ્યારે તે અનુભવે છે કે જે લોકો એ તેની પાસે થી કંઈક લીધું છે તેવો ખરા સમયે જ્યારે તેવોની જરૂર હોય ત્યારે મદદરૂપ થતા નથી.

ખૂબ જ ઓછા લોકો હોઈ છે જે આપવા વાળાની બાજુમાં ઉભા રહીને પોતાના પર કરેલા ઉપકારનો બદલો આપતા હોય છે. આવા જ લોકો આપનાર ના આત્મબળને જીવિત રાખે છે.

જેમકે ઉપરના ચિત્રમાં બેસેલા તો ઘણા લોકો છે પણ ખૂબ જ ઓછા લોકો હશે જે તે વૃક્ષને પાણી આપવાનું વિચારશે અને ત્યાર બાદ પાણી પણ આપશે.

ખરેખર આ આખા પ્રકરણમાં મને ભૂલ મનુષ્ય સ્વભાવ અને સંસ્કારની લાગે છે. સંસ્કાર એક પરિબળ છે જે સ્વભાવની નિર્મિતી કરે છે. બાળક નાનું હોઈ ત્યારે તેના પર સંસ્કાર નું સિંચન માતા-પિતા, શિક્ષક, પરિવાર કે આસપાસના વાતાવરણ દ્વારા થાય છે. જેમાં બાળક સૌથી વધુ સમય માતા-પિતા પાસે વ્યતીત કરતું હોય, સંસ્કાર પણ સૌથી વધુ તેવો પાસે થીજ મેળવે છે. આથી હું માનું છું કે માતા પિતાની નૈતિક ફરજ છે કે પોતાના બાળકને માત્ર લેવાનું જ નહીં પરંતુ આપવાનું પણ શીખવાડે. એક ચોકલેટ થી શરૂ થતી આ યાત્રા જેતે બાળકને સમાજના એ વ્યક્તિઓની શ્રેણીમાં મૂકે છે કે જેવો આપનાર છે.

અતિ વિનયમ ધૂર્થા લક્ષનમ

ચંદનનું વૃક્ષ પુરી દુનિયામાં પોતાની સુગંધ થી ઓળખાઈ છે અને આજ વૃક્ષ પર આ દુનિયાના સૌથી જેરી નાગ પણ રહે છે.

આવીજ રીતે બહાર થી મીઠું મીઠું બોલનાર વ્યક્તિ અંદરને અંદર આપણા માટે દુશ્મનાવટનો ભાવ પણ રાખી શકે છે.

અતિ વિનયમ ધૂર્થા લક્ષનમ

જરૂરિયાત કરતા વધુ વિનમ્રતા સાથે વાત કરવાવાળા અહિતકારી સિદ્ધ થઈ શકે છે. આથી ચંદનનું વૃક્ષ હોઈ કે જીવનમાં મળવાવાળા વ્યક્તિ – ઉચિત નિરીક્ષણ કર્યા બાદજ તેને આપણા જીવનમાં સ્થાન આપવું જોઈએ. જેથી આપણે સુરક્ષિત રહીએ.

સફળતાનો મંત્ર – કમ્ફર્ટ ઝોન છોડો

પક્ષીઓના ખાલી માળાને જોયો છે? એ બતાવે છે કે તેમાં રહેતા પક્ષીના સંતાનો એ ઉડવાનું શીખી લીધું છે. તેવો જીવનમાં આગળ વધી ચુક્યા છે.

તેવીજ રીતે જો આપણે પણ જીવનમાં આગળ વધવું હોઈ, સફળતા મેળવવી હોઈ તો આ પક્ષીઓની માફક આપણી સુખ સુવિધાનો ત્યાગ કરીને, આપણું સુરક્ષિત વાતાવરણ છોડીને બાધાઓનો સામનો કરવો પડશે.

યાદ રાખો, ભૂતકાળ સાથેનો મોહ ભવિષ્યમાં મળનારી સફળતાના માર્ગનો સૌથી મોટો અવરોધ છે.

ધીરજ , યોજના અને અનુસરણ

વનમાં મોટા ભાગના પશુ પક્ષી પેટ ભરવા શિકાર કરે છે આ શોધમાં ક્યારેક સફળ થાય છે તો ક્યારેક અસફળ. પરંતુ એક શિકારી છે જેનો હુમલો ક્યારેય અસફળ નથી જતો.

એ છે બાજ.

બાજ હંમેશા સફળ એટલા માટે થાય છે કારણકે તેના દરેક શિકારની પાછળ એક યોજના હોઈ છે.

તે પોતાના શિકારને જોઈને તરત હુમલો નથી કરતો, પહેલા તેના પર નજર બનાવી રાખે છે. કલાકો , દિવસો સુધી સતત તેની ઊંચાઈએ થી તેની આજુ બાજુ ઘૂમે છે. શિકારને તેની જાણ પણ નથી થવા દેતો અને પછી ઉચિત સમયે ઝપટે છે અને શિકાર મૃત્યુમાં મુખમાં આવી જાય છે.

આથી જો જીવનમાં સફળ થવું હોય તો ધીરજની સાથે યોજનાઓ બનાવો અને પછી જ્યારે ઉચિત સમય આવે આપણી પોતાની પુરી તાકાત સાથે લક્ષ્ય ઉપર આક્રમણ કરો.