મોટર વેહિકલ એક્ટ – મારી નજરે…

મિત્રો , ગુજરાતમાં મોટર વેહિકલ એક્ટ 2019 નો અમલ તારીખ 16 સપ્ટેમ્બર 2019 ના રોજ લાગુ થઈ ગયો. દરેક વ્યક્તિઓ પોતપોતાની વાતો, પોતાનો પક્ષ રજૂ કરતા જોવા મળી રહ્યા છે. સોશ્યિલ મેડિયામાં ટ્રાફિક પોલીસ લાંચ લેતા હોય, કોમેડી થતી હોય તેવા જુના નવા દરેક વિડિઓ ફરતા થઈ ગયા છે.

કોઈક આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે તો કોઈક સમર્થન પણ આપી રહ્યા છે. જેવો સમર્થન નથી આપી રહ્યા તેવો અનેક પ્રશ્નો નો પહાડ દર્શાવતા નજરે પડે છે જેમકે રસ્તા સારા નથી તો તેના માટે કોણ દંડ ભરશે? કેટલો ભરશે? વગેરે વગેરે.. ઘણા તો એવું કહે છે કે દંડ એટલો બધો છે કે તેની સામે ગાડીની વેલ્યુ ઓછી છે તો દંડ ભરવો કે ગાડી જમા કરાવી દેવી?

લોકો પોતાનો મત અનેક રીતે રજૂ કરે પણ મારો મત હું મારા બ્લોગ પર રજુ કરવા જઈ રહ્યો છું.

મિત્રો, હું તો સ્પષ્ટ પણે માનું છું કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે. કોઈ પણ બદલાવ સમાજ તરત અપનાવતો નથી. જ્યાં સુધી પાણી માથા ઉપર થી ન જાય ત્યાં સુધી માણસ તૈયારીઓમાં નથી લાગતો. આજે જ દવાખાને દવા લેવા ગયો ત્યારે લોકોને મેં P.U.C. માટે લાંબી લાયનમાં ઉભેલા જોયા અને આ પોસ્ટ લખવા માટે પ્રેરણા મળી. P.U.C. ન હોઈ તો દંડ તો પહેલા પણ હતો પણ લોકો રાખતા ન હતા. પણ હવે લોકો P.U.C માટે લાઇન માં ઉભા રહેવા પણ તૈયાર છે કારણકે દંડ વધી ગયો છે. આવી જ સ્થિતિ દરેક જગ્યાએ છે ડ્રાઇવિંગ લાઇસન્સ હોઈ, નંબર પ્લેટસ હોઈ કે વીમો.. કહેવાનો મતલબ એટલો જ છે કે આપણા સમાજને નિયમોનું પાલન કરવાની આદતજ નથી. અને આ આદત કેળવવાનો “દંડ વધારો” એક જ રસ્તો હોઈ તેવું પ્રતીત થાય છે.

આમ તો લોકો ને વિદેશ બહુ ગમે પરંતુ વિદેશમાં રહેતા લોકો ની જેવા નિયમો આપણે નથી પાળવા. ત્યાં આપણને સૌને ગમે કારણકે ત્યાં દરેક લોકો નિયમ થી રહે છે. જેટલા નિયમો કડક તેટલા વધુ શિસ્ત જો એક ઘરમાં રહેતું હોય તો આ તો આખો દેશ ચાલવાની વાત છે.

બીજુ, લોકો બધા નિયમો પાલવા તૈયાર છે – પણ લોકોની જાગૃતતા માં પણ ઘણો બદલાવ નોંધાઈ રહ્યો છે. લોકો સરકાર પાસે સારી સુવિધાઓની અપેક્ષા રાખી રહ્યા છે સાથે જ્યાં પણ ખોટું થઈ રહ્યું છે ત્યાં એક જાગૃત નાગરિક તરીકે ફરિયાદો પણ કરશે તેવું આજના વાતાવરણ જોતા જણાય રહ્યું છે.

પોતાના વખાણ પોતે ક્યારેય ન કરવા.

મિત્રો આ દુનિયા માં દરેક વ્યક્તિઓ સરખા નથી હોતા, દરેક વ્યક્તિઓ તમારા દ્વારા કહેલી વાત ને યોગ્ય રીતે ન પણ સમજે. ખાસ કરીને ત્યારે જ્યારે સામે વાળો આપણી પ્રગતિ, બુદ્ધિમતા થી ઈર્ષા ધરાવતો હોય.

ખુદના વખાણ કરવા થી જે માન જે સન્માન ને આપણે અધિકારી હોઈએ તે પણ આપણે ગુમાવીએ છીએ.

પોતાની કાબીલીયત કે કૌશલ્યને અભિવ્યક્ત કરવાના સ્થાને તેને યોગ્ય સમયે ઉપયોગ કરી પોતાની વિશિષ્ઠતાનો પરિચય આપવો જોઈએ. પહેલા જેતે વ્યક્તિઓને દરેક પ્રયત્નો કરી લેવા દેવા જોઈએ. જ્યારે તેના થી જેતે કાર્ય ન થાય ત્યારે બાદ જેતે કાર્યને પોતાના કૌશલ્ય થી પૂર્ણ કરી પોતાની કાબીલીયત નો પરિચય નિર્ણય દ્વારા દર્શાવવી જોઈએ. આમ કરવા થી તમારા જ્ઞાન કૌશલ્ય નું મૂલ્ય થશે. તે અજ્ઞાની વ્યક્તિઓને જ્ઞાન થશે કે જે કાર્ય મારા થી સંભવ ન થયું તે કાર્ય સામે વાળા થી થયું.

આ દુનિયા સ્વાર્થ થી ભરપૂર છે, દરેક વ્યક્તિ પોતાને બધું જ આવડે છે તેમ સમજે છે. આથી કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનાજ વખાણ કર્યા કરે તે કોઈ ને પસંદ નથી આવતું. પરંતુ “મને બધું આવડે છે” એ ત્યારે જ પુરવાર થાય જ્યારે યોગ્ય સમયે યોગ્ય સુજબૂજ થી નિર્ણય પર કાર્ય કરવામાં આવે. માત્ર વાતો કરવા થી કોઈ કર્યો થતા નથી.

બીજા વ્યક્તિઓનો શ્રેય લેવામાં આ દુનિયાના દરેક સ્વાર્થી વ્યક્તિઓ આતુર હોઈ છે. સારું સારું બધું મારુ, મોળું મોળું બધું તારું – આવું વ્યક્તિત્વ ધરાવનાર ને હું “ચોર” ની ઉપમા આપું છું કારણકે નતો તેને કમાવાની આવડત છે અને નતો તેને કમાવવાનું શીખવું છે. આવા વ્યક્તિઓને તેની વાસ્તવિકતાઓ પરિચય કરાવવા માટે કૂટનીતિ નો પ્રયોગ કરવામાં કોઈ પણ પ્રકારનો અવિવેક નથી.

ચંદ્રયાન-બે : ઈસરો ને મારા અભિનંદન…

મિત્રો, જે રીતે આજે તારીખ 7 સપ્ટેમ્બર 2019, સમગ્ર દેશ ઈસરો દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન-૨ ને નિષ્ફળ કહેતો હોઇ પરંતુ તેમ છતાં મારા જેવા અનેક લોકો ઈસરોની સાથે ઉભા રહીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છીએ.

કોઈ પણ સફળતાનો વાસ્તવિક આનંદ ત્યારે જ અનુભવાય જ્યારે નિષ્ફળતાનો અનુભવ કર્યો હોય, પ્રથમ પ્રયત્ને મળતી સફળતા કરતા પણ તે વધુ આનંદ દાયક હોઈ છે.

આજે ઈસરો અવકાશ માં સૌથી ઝડપે હરણ ફાળ ભરનાર વિશ્વની સંસ્થા છે અને એક નિષ્ફળતામાં જો તેના વૈજ્ઞાનિકોને નીરાસ જોઈ આપણે ચૂપચાપ બેસી રહીએ તે એક ભારતીયને શોભા ન આપે. અને મને ગર્વ છે કે આજે જે રીતે સમગ્ર દેશ ઈસરોની બાજુમાં ઉભા રહી ભવિષ્યના પ્રયાસો માટે પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે મને પણ અંતર-ઈચ્છા થઇ કે હું પણ તેમાં આ પોસ્ટ થકી નાનો સહયોગ આપું.

આવનારા દાયકાઓમાં આ નિષ્ફળતા જ સફળતાને મદદ કરશે અને ત્યારે ફરી હું આ બ્લોગ પોસ્ટ ને ત્યાર ની નવી પોસ્ટ માં શેર કરીશ..

ભવિષ્યના દરેક પ્રોજેકટ માટે અમે દરેક ભારતીય આપની સાથે છીએ, ભવિષ્યની સફળતાઓ માટે આપને પહેલાથી જ ખૂબ ખૂબ અભિનંદન….

રાનુ મંડલજી – પ્રતિભાની એક પ્રેરણા

મિત્રો થોડા સમય પહેલા ફેસબુક પર મેં એક વિડિઓ જોયો અને મને પસંદ આવ્યો, એ વિડિઓમાં એક વૃદ્ધ સ્ત્રી લતા મંગેસ્કરજી એ ગયેલું ગીત ગાતી હતી. જે સાંભળતા લાગ્યું કે ખરેખર આ ગીત ખુબ જ સરસ રીતે ગાય છે, તો મન થયું ચાલ હું આ પોસ્ટ મેં મારી ફેસબુક હોલ પર શેર કરું. નીચે તે વિડિઓને મેં આ પોસ્ટ માં રાખ્યો છે તમે પણ જોઈ શકો છો.

ત્યાર બાદ થોડા દિવસ બાદ ફરી એક ગુજરાતી સમાચારમાં ન્યૂઝ વાંચ્યા કે તેવોને કોઈ રિયાલિટી શૉ માં સિગિંગ માટે મોકો મળ્યો છે.

અને આજે જ મેં એક વિડિઓ જોયો તેમનો કે હિમેશ રેશમિયાજી તેવો ને આવનારી ફિલ્મમાં સોન્ગ ગાવાનો પણ મોકો આપી રહ્યા છે. તમે આ નીચેના વિડિઓ માં જોઈ શકો છો.

આ આખી ઘણા ક્રમ જોતા એમ લાગ્યું કે આજના આધુનિક યુગમાં કાબિલિયત હોઈ તો સહેલાય થી સફળ થઇ શકાય. મારા મતે હિમેશ રેશમિયાજી પાસે હજારો લોકો મદદ માટે જતા હશે પરંતુ તેવોએ રાનુ મંડલજીને સામે થી મોકો આપ્યો.. કેમ? કેમ કે તેવો પાસે કાબિલિયત છે.

જસ્ટ એમજ વિચારો જો રાનુ મંડલજી આ જ સ્થિતિમાં 20 વર્ષ પહેલાના સોશ્યિલ મીડિયા કે ઈન્ટરનેટ વગરના જમાનામાં હોત તો શું એમને આ મોકો મળ્યો હોત? આજે એ વ્યક્તિ નો રાનુ મંડલજી ધન્યવાદ માનતા હશે કે જેવોએ આ વિડિઓ રેકોર્ડ કર્યો અને સોશ્યિલ મીડિયા માં શેર કર્યો. આજ થી પહેલા આવા કેટલાય લતા મંગેસ્કરજીને એક્સપ્લોઝર ન મળવાથી દુનિયા સામે નહિ આવી શક્ય હોઈ.

મારી દ્રષ્ટિએ આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી આપણે સૌએ રાનુ મંડલજી ના ઉદાહરણ પર થી બોધ લેવો જોઈએ કે સોશ્યિલ મીડિયા માં કેટલી તાકાત છે. રાનુ મંડલજી એ પોતાની પ્રતિભા માત્ર જીવંત રાખી કે જેથી તેવોને આજે આખું ભારત ઓળખતું થયું છે. પોતાની પ્રતિભાને કોઈ પણ સંજોગોમાં મારવા ન દેવી જોઈએ. આજે આપણી પાસે સોશ્યિલ મીડિયા જેટલું નજીક છે તેટલું રાનુ મંડલજી પાસે ન હતું. આપણી કળાને જો સોશ્યિલ મીડિયા નો સાથ મળે તો અણધાર્યા રસ્તાઓ ખુલે છે, બસ જરૂર છે તો માત્ર પોતાની અંદર રહેલી કળાને વિકસાવવાની.

અને હા મિત્રો જયારે જયારે આવા લોકો ની કળા જોઈ આનંદ અનુભવાઈ તો તેને શેર કરતા રહેજો.. આભાર…

સમસ્યાઓની પેલી પાર…

ઘણી વાર જીવનમાં આપણે એવી સ્થિતિનો સામનો કરીએ છીએ જ્યારે આપણાં ઉપર સમસ્યાઓનો પહાડ તૂટી પડ્યો હોય, એક પછી એક અણધારી સમસ્યાઓ આવ્યા જ રાખતી હોય તેવા સમયે હતાશ અને નીરાસ થવા કરતા એ સમય ને ઓળખવો જોઈએ.

દરેક સમસ્યાઓ આપણને એક નવો અનુભવ, એક નવું જ્ઞાન અને એક નવી કબીલીયત નિર્માણ કરવા આવે છે.

માનવીને સમસ્યા વખતે તેની વર્તમાન સ્થિતિ જ બધુ લગે છે પરંતુ તે કાયમી નથી હોતી, વર્તમાન સ્થિતી થી પણ ઉપર જોવાની દ્રષ્ટિ કેળવો. આપણી દ્રષ્ટિ હંમેશા આપણા લક્ષ્યાંક પર જ હોવી જોઈએ. જે કઇ પણ આપણી આસ પાસ વર્તમાનમાં ઘટિત થાય છે તે હંમેશ માટે નથી રહેવાનું તે જાણી અને માની લેવું જરૂરી છે.

આપણે એ વાત થી સજાગ રહેવું જોઈએ કે આપણે જેતે સમસ્યા સભર જીવન માટે નથી બન્યા, આવા સમયે આપણે ખરેખર કોણ છીએ? શુ કરી શકીએ છીએ.. તે દુનિયા સામે સ્વયંને ઉદાહરણ બનાવવાનો અવસર છે.

પોતાના પરિપક્વ નિર્ણય લો, નિર્ણયો પર કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર તેના પર સખત પરિશ્રમ કરો અને ફરી પોતાનું જીવન સમસ્યા મુક્ત કરી દુનિયાને તમારી અંદર રહેલી છુપી કબીલયતનો પરિચય આપો.

આપણે હંમેશા આશાવાદી રહેવું જોઈએ. પોતાના લીધેલા નિર્ણયો પર, પોતાના અનુભવો પર, પોતાની કાર્યક્ષમતા પર અતૂટ વિશ્વાસ જ આપણું સાચું હથિયાર છે.

હું માનું છું એક મનુષ્યએ હંમેશા પોતાના જીવનની પ્રકાશિત બાજુ જોઈ ધીર અને ગંભીરતા સાથે સતત પોતાના સપનાઓ ઉપર કાર્ય કરવું જોઈએ. આમ કરવા થી ગમે તેવી મોટી સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ અને સામર્થ્ય આપણી અંદર નિર્માણ થાય છે.

ધ્યેય પ્રાપ્તિ – એક આદત

મિત્રો, જીવનમાં જયારે આપણે યુવા અવસ્થામાં હોઈએ, આપણે ઇચ્છીયે છીએ કે કંઈક મોટું કામ કરી જવું છે. દરેક યુવાન એમ સમજે છે કે તે બધાથી કંઈક અલગ છે. તે વિચારે છે – હું મારા જીવનમાં ખુબ મોટો માણસ બનીશ, ખુબ નામનાઓ મેળવીશ. પરંતુ બધા માથી ખુબ જ નહિવત લોગો આવું કરવામાં સફળ થાય છે તેનું કારણ છું?

મિત્રો, અહીં માત્ર ઈચ્છા શક્તિ થી કંઈજ થવાનું નથી, યુવા અવસ્થામાં એક યુવાનની પોતાની દરેક ઈચ્છાઓ ભોગવવાની બાકી હોઈ છે આથી ઈચ્છા શક્તિ પ્રબળ હોઈ તે સ્વાભાવિક છે. પરંતુ આજ ઈચ્છા શક્તિ ની સાથે તેવો ના ખુબ મોટા સપનાઓનો ડુંગર, પોતાના નજીક ના નાનકડા દાદરા – કે જે ટેવોને ટોચ પર પહોંચાડી શકે છે તેને જોવામાં બાધા રૂપ નીવડે છે.

પૂર્વ નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ધ્યેય પ્રાપ્તિની આદત કેળવવી ખુબ જરૂરી છે. જયારે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ ત્યારે તે શરૂઆત એક નાનકડા કદમથી જ થતી હોઈ છે. યુવા અવસ્થામાં એક યુવાને જો સૌથી પહેલા કોઈ આદત કેવળવવી હોઈ તે તે ધ્યેય પ્રાપ્તિ ની આદત કેળવવી જોઈએ. એક નાનકડો ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા માટે નિરંતર પ્રાયસ કરવોય જોઈએ. આ નાનકડો ધ્યેય સવારે વહેલા ઉઠવાની ટેવ હોઈ શકે, કસરત કરવાનો હોઈ શકે, નિયનિત કોઈ એક વ્યક્તિને મદદ કરવાનો હોઈ શકે, પોતાને મનગમતો પ્રોજેક્ટ બનાવવો હોઈ શકે.

જયારે એક વ્યક્ત્તિમાં ધ્યેય પ્રાપ્તિ માટે ની આદત નિર્માણ થાવ લાગે ત્યારે જેતે વ્યક્તિ પોતાના જીવનના દરેક લક્ષ્ય પ્રાપ્ત કરતો થઇ જાય છે. હંમેશા યાદ રાખવું કે આપણે નાનપણ થી જ નાની નાની વાર્તાઓમાંથી ખુબ જ કિંમતી સંસ્કારો પ્રાપ્ત કરતા આવિયા છીએ, તેવીજ રીતે આ નાના નાના ધ્યેય પ્રાપ્તિનો અભ્યાસ પણ આપણને મોટા ધ્યેય હાસિલ કરવામાં મદદ કરે છે. આથી જ હું કહું છું, ધ્યેય પ્રાપ્તિ એ એક આદત છે, જેવો આ આદતને નિયમિત રૂપે કેળવે છે તે પોતાના જીવનમાં નિર્ધારિત લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરે છે.

આયોજન ગમે તેટલા મોટા કેમ ન હોઈ, પણ તેનો અમલ વર્તમાન માંજ થાય છે, જેનું સ્વરૂપ ખુબ જ નાના નાના કર્યો માં હોઈ છે. આજ નાના નાના કર્યોને જેટલી સારી રીતે પાર પાડીશું તેટલાજ તે ધ્યેય પ્રાપ્તિમાં સહાયક થશે. એક વાર ધ્યેય નક્કી કાર્ય બાદ એ ન વિચારો કે મહિના પછી શું થશે !!!, એક વર્ષે શું થશે !!!, પરંતુ એમ વિચારો કે આજના 24 કલાક કે જે મારી નજર સામે છે તેમાં આપણે શું કરીએ કે આપણે આપણા નિર્ધારિત લક્ષ્યની સમીપ જઈએ.

પોતાની ઉર્જાને જીવંત રાખો.

મનુષ્યની સાચી શક્તિ પોતાનામાં રહેલી ઉર્જા શક્તિ છે, એક વાર જો માનવી કંઈ નક્કી કરીલે કે મારે જીવનમાં કંઈક કરવું છે અને તેની પાછળ જો તે ઉર્જાને 100% લગાડવામાં આવે તો તે 100% કામ થઈ ને જ રહે છે.

ઉર્જા વગરનો માનવી પોતાના જીવનમાં કંઈજ કરી શકતો નથી અને અન્ય કોઈ આવી તેમનું જીવન બદલશે તેવી રાહ માં પોતાનું જીવન વિતાવી દે છે. આવા પ્રકારના માણસો ન તો એ ઉર્જા ના સ્રોતને શોધે છે અને ન તો તેને ઉર્જા સાથે કાંઈ લેવા દેવા છે. એક અજાણ વ્યક્તિની માફક ભટક્યા કરતા હોય તેવું લાગે છે. તેવો માને છે જીવન ચાલે છે, એની મેળે થશે નશીબ માં હોઈ તેજ મળશે.

આવા પ્રકારના માણસો જ્યારે કોઈ સફળ વ્યક્તિઓને જુવે છે ત્યારે તેને નશીબ દારનું બિરુદ આપી વધાવે છે પરંતુ તે જેતે વ્યક્તિઓની સફળતા પાછળની મહેનત નથી જોતા. મને તો એવું લાગે છે આવી વાતો કરી પોતે એમ સમજે છે કે સફળ વ્યક્તિ સફળ એટલે છે કેમકે તેને બાહ્ય સહાયક – નશીબ મળ્યું છે તેના વગર એ સફળ ન થઇ શકે. હકીકત માં જેતે વ્યક્તિની સફળતા પાછળ તેનો પરિશ્રમ હોઈ છે. અને જેતે પરિશ્રમ પાછળ તેની ઉર્જા શક્તિઓ કાર્યરત હોઈ છે.

ઉર્જા શક્તિ એટલે એ શક્તિ જે આપણને આપણા લક્ષ્યની યાદ અપાવ્યા કરે અને તે જ્યાં સુધી હાંસિલ ન થાય ત્યાં સુધી અપૂર્ણતાનો અહેસાસ કરાવે. આટલું જ નહીં પરંતુ સાથે સાથે પોતાના જીવનમાં નિર્ધારિત કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રેરણા આપતું રહે. આ પ્રેરણા જ્યારે કાર્ય શક્તિમાં પરિવર્તિત થાય ત્યારે જેતે વ્યક્તિ પરિશ્રમ દ્વારા લક્ષ પ્રાપ્ત કરે છે.

આપણા રોજિંદા જીવનમાં આપણને ઉર્જાના સ્થાન ઘણા મળી રહે છે. દરેક વ્યક્તિઓના ઉર્જા સ્થાન તેની રુચિ, તેના પર થયેલ સંસ્કાર અને તેમના આવેલા જીવનના અનુભવોના આધારે અલગ હોય શકે.

મારા જીવનમાં હું દ્રઢ પણે માનું છું કે દરેક વ્યક્તિઓ એ પોતાની ઉર્જા શક્તિનો સ્ત્રોત શોધી આગળ વધવા પ્રયત્ન શીલ રહેવું જોઈએ. જ્યાં પણ જણાય કે કોઈ સ્થાન, વ્યક્તિ કે ઘટના દ્વારા આપણી એ ઉર્જા શક્તિ વિકસિત થઈ રહી છે તેનો સંગ કરતા રહેવું અને જે સ્થળ, વ્યક્તિઓ કે ઘટના દ્વારા આપણી ઉર્જાનું દમન થતું હોય ત્યાં થી દુર રહેવું.

દરેક સમસ્યાનું સમાધાન આપણી પાસે હોઈ જ છે, જરૂર છે માત્ર પ્રયત્નની..

મારા જીવનમાં હું ક્યારેય કોઈ પાસે મદદની અપેક્ષા રાખતો નથી. થઈ શકે તેટલું જાતે જ જેતે સમસ્યાનું સમાધાન કાઢવાનો પ્રયત્ન કરતો રહું છું.

હું માનું છું કે આપણા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ આવે છે આ દરેક સમસ્યાઓ આપણી કબીયાતને નિખારવા આવે છે. જ્યારે જેતે સમસ્યાનું નિવારણ આપણે બહાર થી શોધીએ છીએ તો તે અવસર આપણે ગુમાવી બેસીએ છીએ એટલું જ નહીં પરંતુ જેવોએ આપણને મદદ કરી છે તેવોના ઋણમાં પણ બંધાઈએ છીએ.

મારા જીવન નો સ્પષ્ટ અને તટસ્થ સિદ્ધાંત છે જ્યાં સુધી આપણા થી પ્રયત્ન થઈ શકે ત્યાં સુધી ધીર અને ગંભીરતા સાથે જેને સમસ્યાનું જાતે સમાધાન જાતે જ શોધવું. બીજા દ્વારા કરવામાં આવેલા પરોપકાર નો બદલો કેટલા વ્યાજ સાથે સુકાવવો પડે તે કહી સકાય નહીં.

આપણી ખામીઓ ક્યારેય બીજાને દેખાડવી જોઈએ નહીં, સમસ્યાનું સમાધાન બીજા પાસે કરાવવાથી આપણી ખામીઓ જેતે માણસ સ્પષ્ટ જોઈ લે છે અને તેનો ઉપયોગ અન્ય હેતુ માટે પણ થવાની શક્યતાઓ આપણે જન્મ આપીએ છીએ.

મેં ઘણા લોકોને જોયા છે પોતાની સમસ્યાઓ લઈને બીજાના જ ભરોસે બેસેલા રહે છે. પરંતુ તેવો ક્યારેય એ નથી વિચારતા કે જેતે વ્યક્તિ નહીં રહે ત્યારે તે કોની પાસે સમસ્યાનું સમાધાન લેવા જશે. તેના થી તો તે સારું છે કે આજે જ સમસ્યા રૂપી ખાડામાં થી બહાર નીકળવા જાતે જ એવા પ્રયત્ન કરો કે બીજી વાર ખાડામાં પડવું જ ન પડે.

જાતે સમાધાન શોધી એક બાજુ આપણે આપણી સમસ્યાઓ થી મુક્તિ તો પ્રાપ્ત કરીએ જ છીએ સાથે સાથે આત્મ વિશ્વાસ અને સમાધાન પણ પ્રાપ્ત થાય છે કે હું મારી સમસ્યાઓ એકલા હાથે હલ કરી શકું છું.

સંબંધ : જ્યારે બંને બાજુ લાગણીઓ બંધાઈ ત્યારે જ બને…

સંબંધ સમાજનું એક એવું પાસું કે જેના વગર સમાજ અપંગ જણાય…

જી, મિત્રો..! આજે હું આ સંબંધ વિશે જ લખવા જઈ રહ્યો છું. સંબંધ એટલે શુ? જ્યારે બે વ્યક્તિ, પરિવાર, કુટુંબ કે અન્ય ધર્મ સમુદાય ના લોકો એક બીજા સાથે લાગણી શીલ વ્યવહાર રાખવા ઇચ્છતા હોય અને એ ફળીભૂત પણ થતું હોય તેને સંબંધ કહેવાય.

મેં ઘણા લોકો ને કહેતા સાંભળ્યા છે “અમારો સંબંધ હવે પેલા લોકો જોડે પહેલા જેવો રહ્યો નથી”. આવા સંજોગો માં કોઈ એક કે બંને પક્ષ વચ્ચે એ લાગણીની અણ-ઉપસ્થિતિ સ્પષ્ટ પણે વર્તાતી હોઈ છે.

એક બાજુ થી આપણે ઘણા પ્રયત્નો કરવા છતાં જો સંબંધ એક તરફી જ રહેતો હોય તો સીધી અને સરળ ભાષામાં આપણે સમજીને ત્યાં અટકી જવું જોઈએ. કારણ કે બળજબરી થી કોઈ સંબંધ બને નહીં અને એક તરફી લાગણીઓ થી હતાશાનો સામનો પણ કરવો પડે.

મારા જીવનમાં તો મેં ગાંઠ વાળી લીધી છે કે “જ્યાં લાગણીઓ ત્યાં આપણા સંબંધો.” દરેક વસ્તુઓ પાછળ કંઈકને કંઈક કારણ હોઈ જ છે એમ આ ગાંઠ વળવા પાછળ પણ જીવનમાં આવેલા અનુભવો છે. સંબંધ બને ત્યારે ઘણું સારું લાગે તો જ્યારે એ તૂટે અથવા ન રહે તો તેનું દુઃખ થવાનું જ ને…

અવરોધ ની પેલી પાર…

તમારા સ્વપ્નો, તમારા ધોરણો, તમારી સફળતા માટે કામ કરો – બીજાઓ ના સ્વપ્નો માટે નહિ !!

ગમે તે હોય, હકારાત્મક રહો. સાચો વલણ જાળવો।

ભૂલ પર ઊંઘશો નહીં, ભૂલો માં સુધારા કરી આગળ વધો.

ભૂલો દ્વારા તમને તમારા જીવનને વધુ સારું બનાવવા માટે, સકારાત્મક ફેરફારો અને નિર્ણયો લેવા માટે અમૂલ્ય અવસર મળ્યો છે તેને ગુમાવશો નહિ.

યાદ રાખો, આ દુનિયા અનિચ્ચિતતાઓ થી ભરેલી છે, કોઈ અવરોધ તમારામાં શ્રેષ્ઠતા લાવશે અને ત્યાર બાદ નું જીવન તમે જ સુખ શાંતિમય અનુભવશો.

જ્યારે તમને કોઈપણ અવરોધ અથવા પડકારનો સામનો કરવો પડતો હોય, ત્યારે તમારા ધ્યેયો સુધી પહોંચવા માટે તમારા વલણ અથવા દિશામાં ફેરફાર કરો.

હંમેશા એક વાત સુનિશ્ચિત કરો, તમારો ધ્યેય હાંસલ કરવા માટે તમારો નિર્ણય ક્યારેય બદલશો નહીં.

હકારાત્મક રહો, આગળ વધતા રહો તમને કોઈ રોકી શકશે નહિ.

તમારા દિવસનો આનંદ માણો