મારા વિશે

નમસ્કાર,

હું ઉમેશકુમાર તરસરીયા, મારો જન્મ વર્ષ 12 જૂન 1991માં સુરત શહેરમાં પ્રજાપતિ સમાજમાં થયો પરંતુ નાનપણ મારા વતન ભાવનગર માં વીત્યુ. માતા પિતાનો વ્યવસાય જેતે સમયે એક ખેડૂત તરીકે હતો પરંતુ વર્તમાન માં સુરત માં હીરા ઉદ્યોગ સાથે મારો પરિવાર સંકળાયેલો છે.

અભ્યાસ ની વાત કરું તો મેં MBA (માર્કેટિંગ) કર્યું છે. એકાદ વર્ષ ખુબ જ પ્રતિષ્ટિત સ્થાન પર જોબ કરી અને ત્યાર બાદ વર્તમાન માં હું મારો પોતાનો ધંધો કરું છું.

એક શોખના ભાગ રૂપે આ મારો પર્સનલ બ્લોગ મારા વિચારો, મારી ભાવનાઓ અને અનુભવોને મારી ભાષામાં રજુ કરવા માટેનું એક માધ્યમ છે.

આ માત્ર એક બ્લોગ નથી પરંતુ મારા જીવનનું દર્પણ છે.

~ ઉમેશકુમાર તરસરીયા

(Visited 380 times, 1 visits today)