સમય સમયની વાત છે, કેટલીક તાજી તો કેટલીક જૂની યાદ છે. કોઈ મળીને પણ અંજાન થઈ જાય, તો કોઈ અંજાન બનીને પણ મળી જાય છે. આ સમય સમય ની વાત છે.
Searched for
જ્યાં સુધી સફળતા ન મળે…
જિંદગીમાં જ્યાં સુધી સફળતા ન મળે, ત્યાં સુધી લોકોની ટીકા પચાવી શકે એ જ માણસ સફળ થઇ શકે છે. કારણ કે… દુનિયાને ફક્ત પરિણામમાં રસ છે તમારા પ્રયાસોમાં નહિ..!!
લિમિટ ક્રોસ…
સવાલ મર્યાદાનો છે.. કોઈ પણ લિમિટ ક્રોસ કરતા પહેલા 10 વાર વિચારવું… કારણકે… એક વાર લિમિટ ક્રોસ થઈ ગયા પછી વારંવાર તે થતા વધુ વાર નથી લાગતી…
કામ અને કૌશલ્ય…
જેટલું વધુ કામ કરીશું એટલું જ આપણું કૌશલ્ય વધશે… આથી જો ક્યારેય જીવનમાં બીજાના ભાગનું કામ પણ નશીબમાં આવી જાય તો સહર્ષ અપનાવી આગળ વધવું જોઈએ….
એક વાક્ય…
ઘણીવાર જીવનમાં આખો પાઠ ન શીખવી શકે તે માત્ર એક વાક્ય શીખવી જતું હોય છે…
સ્વયં સાથે સંવાદ..
ક્યારેક સ્વયં સાથે પણ સંવાદ કરી લેવો જોઈએ… શુ ખબર જે બહાર શોધીએ છીએ તેનો જવાબ ત્યાં થી મળી જાય….!!!
સંગત..!
સાહેબ મહત્વ સંગતનું છે. આશાવાદી સાથે રહેવાથી આશા મળશે… નિરાશાવાદી સાથે રહેશો તો નિરાશા મળશે.. આગળ વધવા આશા જ મદદરૂપ થાય છે. ~ums
સફળ વ્યક્તિત્વ…!
સુખ અને દુઃખની વચ્ચે જે પોતાના લક્ષ્યાંકને ન ભૂલે તે એક સફળ વ્યક્તિત્વની નિશાની છે. ~ums
આત્મ વિશ્વાસ.
આત્મવિશ્વાસ એ કુંજી છે જે માનવીના જીવન માં કમાયેલી સૌથી કિંમતી વસ્તુ છે. કારણકે તેના થી માનવી ધારે તે કરી શકે છે. આત્મવિશ્વાસ જ એક એવું પરિબળ છે જેના થકી માનવી સફળતા સુધી પહોંચી શકે છે. આત્મવિશ્વાસ એટલે પોતાના પર વિશ્વાસ, પોતાના કરેલા કર્યો પર વિશ્વાસ. જે વ્યક્તિને પોતાના પર વિશ્વાસ ન હોઈ તેના પર દુનિયા કઈ રીતે વિશ્વાસ કરી શકે? જે માનવીનો આત્મવિશ્વાસ ડગુમગુ હોઈ છે તે પોતાના જીવનમાં સફળ થવા માટે બીજા લોકોના સહારાની રાહ જોઇ બેસે છે. પોતાના આત્મવિશ્વાસને કોઈ પણ સંજોગોમાં ગુમાવવો ન જોઈએ કારણકે એ… Read More
મંજિલ પર પહોંચતા પહેલા…..
પાણી ભરતા પહેલા પાત્ર હોવું જરૂરી છે. તેવીજ રીતે…. મંજિલ પર પહોંચતા પહેલા, ધ્યેય હોવો જરૂરી છે.