વારંવાર નિષ્ફળતા મળે ત્યારે શું કરવું?

શુ તમને દરેક વખતે નિષ્ફળતા મળે છે? તમે દર વખતે એકજ સરખા પ્રયત્નો કરો છો.

એકજ લોઢાની દીવાલ પર એક સરખા હથોડા મારવા છતાં કંઈ નથી થતું તો જગ્યા બદલવાની જરૂર છે. જ્યાં તમારે પહોંચવું છે એના માટે સરખા આયોજન ની જરૂર છે. એક સફળ વ્યક્તિ સમય સંજોગ અને પરિસ્થિતિને આધીન બદલા હંમેશા તૈયાર હોય છે.

માત્ર કામ જ કરવા થી જ સફળ થવાઈ એવું નથી. કામ કરવાની રીતમાં ફેરબદલ પણ જરૂરી છે ખાસ કરીને ત્યારે જ્યારે નિષ્ફળતા ઉપર નિષ્ફળતાઓ મળતી હોય. હતાશા અને નિરાશાને આને ક્યારેય જીવનમાં ન આવવા દો. આવા સમયે બદલાવને અપનાવી સશક્ત આયોજન પર ભાર આપવાની જરૂર છે. જરૂર જણાય તો અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન પણ લેવું જોઈએ.

જીવનના આવા તબક્કામાં સ્વાભાવિક છે કે તમે હાર માની બેસી જવાનું મન થશે. આવું દરેક ને થાય જ પણ એજ આગળ આવે છે જે આ ફીલિંગ માંથી પોતાની ઉર્જાને સકારાત્મક દિશામાં ફેરવે. માત્ર સપનાઓ રાખવા થી કઈ મળતું નથી, સપનાઓ રૂપી રથને આગળ વધારવા પ્રયત્ન અને આયોજન રૂપી બંને પૈડાંઓ ને ચલાવવા પડશે. સુદ્રઢ આયોજન અને તે આયોજન પાછળના પ્રયત્નો જ સપનાઓ પૂર્ણ કરે છે.

લોકો શુ કહે છે તેની ચિંતા ન કરો. તે એમનો અભિપ્રાય છે, હકીકત નથી. લોકોની વાતો થી પ્રયત્ન ને ન ત્યાજો. હંમેશા આશાવાદી જ રહો કેમકે આશા એ ઉર્જા શક્તિ છે જે તમને તમારા સપનાઓ સુધી પહોંચાડવામાં ખૂબ મોટું યોગદાન આપે છે.

હંમેશાં સર્જનાત્મક બનો અને નવા વિચારો , નવી ઉર્જાને જીવનમાં ઉમેરો જે તમારા સપનાને સફળ અંત તરફ આગળ ધપાવી શકે. કારણ કે, તમે સફળતા લાયક છો.

(Visited 177 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *