મેદાન છોડી દેવું એ નિષ્ફળતાનો શોર્ટકટ છે.

જો તમે તમારું મેદાન છોડી ભાગશો એ તો એ કઈ મહત્વનું નથી કે તમારા સપનાઓ શું હતા. હાર માની ને તમે ક્યારેય તમારું ધારેલું લક્ષ હાસિલ નહિ કરી શકો.

હું નથી જાણતો કે સફળતાનો શૉર્ટકટ શું છે, પણ હું એટલું જરૂર જાણું છું કે મેદાન છોડી દેવું એ નિષ્ફળતાનો શોર્ટકટ છે જ.

ઉમેશકુમાર તરસરીયા

તમારે જો સફળ થવું હોઈ તો ત્રણ ગુણની તમને સખત જરૂર છે: શિસ્ત, નિયમિતતા અને દ્રઢ સંકલ્પ. આ એક પ્રકારની ત્રણ દવા છે જે તમને રોજ બરોજ આવતા જીવનના સંઘર્ષ સામે લડવા બાહુબળ પૂરું પાડે છે. આ ત્રણ વસ્તુ વગર આપણે સરળતા થી હાર માની લેતા હોઈએ છીએ. અને આ ત્રણ દવા જો રોજ લેવામાં આવે તો આપણા સપનાઓ સાકાર થતા કોઈ રોકી ન શકે.

જો તમારી પાસે શિસ્ત છે, તો તમારી પાસે એ સ્વનિયંત્રણ તાકાત છે કે જે દરેક કાર્ય કે જે તમારે કરવું પડે તેમજ છે તે કાર્ય તમે કરશો પછી ભલે તમને તે કાર્ય પસંદ હોઈ કે ન હોઈ. તમારું પૂરું ધ્યાન એ તરફ હશે કે જ્યાં તમે પહોંચવા માંગો છો.

જો તમારે ખરેખર તમારા ધારેલા સપનાઓ સાર્થક કરવા હોઈ તો દરેક દિવસને સખત પરિશ્રમમાં બદલવો જ પડશે.

જયારે આપણે નાના હતા ત્યારે કેટલી વાર પડ્યા હતા, તો શું આપણે જીવન જીવવાનું છોડી દીધું? નહિ. આપણે ઉભા થયા ને આગળ વધ્યા. તેવીજ રીતે જીવનમાં જયારે પણ નિષ્ફળતા મળે, ત્યારે ક્યારેય હાર ન માનો, આગળ વધો. જીવનમાં જયારે હાર બાદ ફરી આપણે વાપસી કરીએ છીએ ત્યારે તે આપણી અંદર એક આત્મવિશ્વાસ તો વધારેજ છે પણ સાથે સાથે આપણે આપણા ધારેલ લક્ષની વધુ નજીક પહોંચીએ છીએ.

(Visited 39 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *