દરેક વ્યક્તિની પોતાની વાર્તાનું પોતાનું વર્ઝન હોય છે. આપણે કોઈની પાસેથી જે સાંભળીએ છીએ તે આખું સત્ય હોઈ તે જરૂરી નથી. જો આપણે કોઈ એકતરફી વાર્તાને આધારે કોઈ નિર્ણય કે ધારણામન માં બાંધી લઈએ છીએ, તો આપણે ફક્ત એક જ હૃદયની તરફેણ કરી કહેવાય. દરેક વ્યક્તિ ને પોતાનો મિત્ર કે વહાલા-દવલાંઓ તો સાચા લગતા જ હોઈ છે જે કુદરતી છે. પણ અહીં એક વાત સ્પષ્ટ કરી લેવી જરૂરી છે કે જયારે આપણે કોઈ પુસ્તક વાંચીએ ત્યારે એમાં કોઈ ફાટેલું પન્નુ આવે તો એ વાર્તા આપણને ખ્યાલ નથી આવતી અને જોવાની ખૂબી એ છે કે તે પન્ના માં જ વાસ્તવિક સત્ય હોઈ છે.
હું મૌન છું, એનો મતલબ એમ નથી કે હું ખોટો છું.
ઉમેશકુમાર તરસરીયા
પ્રથમ વ્યકતી કે જે પોતાના હૃદય ખોલી વાત કરે છે તે મોટા ભાગ ના લોકો ની નજર માં સાચો થઇ જાય છે, લોકો તેની વાર્તા ને સાચી માનવા લાગે છે. અહીં એક વાત સમજી લેવી જરૂરી છે કે દરેક વ્યક્તિ જયારે હૃદય ખોલીને વાર્તા કહે ત્યારે તે પોતે સાચો છે અને સામે વાળો ખોટો એ રીતે જ વાર્તાનું સ્વરૂપ આપી વાર્તા રજુ કરે છે. ખરેખર જુવો તો જે લોકો સાચા છે, તેવો કેટલીકવાર પોતાની વાર્તા પોતાની પાસે રાખવાનું પસંદ કરે છે કારણ કે તેઓ જાણે છે કે સત્ય સત્ય શું છે. પરંતુ માત્ર, કેમકે તેઓ મૌન છે… તેનો અર્થ એ નથી કે તેવો ખોટા છે.
દરેક હૃદયને સાંભળો પરંતુ જો તમારે કોઈ દિશા આપવી હોય તો ખાતરી કરો કે તમને આખી વાર્તા અને આખુ સત્ય ખબર હોઈ. અમુક સમયે, જ્યારે તમને લાગે છે કે વાર્તાનો ભાગ ગુમ થયો છે, ત્યારે માત્ર મૌનને ટેકો આપવાનું વધુ સારું છે.