3 માર્ચ, શુ લોકડાઉન ખુલશે?

ભારતમાં પ્રથમ lockdown બાદ તારીખ લંબાવીને 3 મે 2020 કરવામાં આવી છે. અને દરેક લોકો જાણતાજ હતા કે lockdown વધવાનું જ છે અને વધ્યું પણ. હવે હાલ સરકાર દ્વારા નવી નીતિ સાથે નવી તારીખ આપવામાં આવી છે 3 મે 2020. આજ થી થોડા manufacturing એકમો શરૂ કરવામાં આવ્યા છે. આ વસ્તુ કોઈ શુભ સંકેત નથી. કેમકે કોરોના વાયરસ વધવા પર છે અને વધવાની સાથે છૂટ આપવામાં આવી રહી છે. આ છૂટ કદાચ કેર-લેસ માણસો માટે ખુશી ના સમાચાર હશે. પરંતુ આ ખુશીના નહીં પરંતુ એક રાષ્ટ્રીય સંકટ સામે લડવાનો એક સરકાર દ્વારા પ્રયાસ છે જે સામાન્ય માણસે હાલ સમજવું પડશે.

આ છૂટછાટને હલકામાં લઈને careless રહવાની કોઈ જરૂર નથી, જો આપણે લાગતા વળગતા ઉદ્યોગ એકમો સાથે જોડાયેલા હોઈએ તો જ ઘર ની બહાર નીકળવું, નહીંતર નહીં.

હાલ અમારા ઘર થી થોડા દૂર હરિઓમ નગર, બહુચર નગર અને વેડ રોડ પર કોરોના સંક્રમિત લોકો મળ્યા છે એનો મતલબ એમ નથી કે કોરોના વાયરસ હરિઓમ સુધી જ પહોંચ્યો છે. આ અદ્રશ્ય દુશ્મન છે. કોરોનાનો દર્દી તે એરિયા માંથી મળ્યો છે કોરોના ત્યાં થી કેટલો પ્રસરિયો છે તે કોઈ તેનો નવો શિકાર બહાર આવશે ત્યારે જ ખ્યાલ આવશે.

મારુ માનવું છે 3 મે નહીં પરંતુ જ્યાં સુધી આ રોગ ની દવા નહિ શોધાય ત્યાં સુધી lockdown રહેવાનું છે. દવા શોધાય બાદ પણ તેનું manufacturing તેનું distribution નો અંતરાલ પણ ગણવાનો, જે મારા મતે એક મહિનો હોઈ શકે. આથી દવા શોધાયા બાદ + એક મહિના બાદ જ lockdown ખુલવાની શક્યતા છે.

સરકાર ને બધી બાજુ વિચારવાનું હોઈ, આ થી તેવો દ્વારા રિસ્ક લઈને દેશ ચલાવવો પડે તો તે રિસ્ક લેશે જ પરંતુ તેના થી કઈ પરિસ્થિતિ ની ગંભીરતા ઓછી થઈ નથી જતી.

આથી પોતાનું ધ્યાન રાખો, પોતાના પરિવારનું ધ્યાન રાખો. બહાર નીકળવું, શાકભાજી લેવા જવું, દવા ખાને જવું આ બધું emergency ની કેટેગોરી માં આવતું હોય તો જ જવું નહીંતર તેને avoid કરવું. ઘરના મૂર્ખ માણસો કે જેને વાત ની ગંભીરતા નો ખ્યાલ ન આવતો હોય તેની વાતો ન માનો.. સજાગ રહો, જાગૃત રહો.. પોતાની બુદ્ધિ શક્તિ નો સાચો ઉપયોગ કરો, જાનવર જેવી બુદ્ધિ ને અવગણો…

(Visited 41 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *