સમય થી શીખ…

છેલ્લા થોડા સમય થી સમય વિશે ખૂબ જ અધ્યયન ચાલી રહ્યું છે. અત્યાર સુધી સમય વિશે આપણે કેટલું જાણીએ છીએ તેમ છતાં હજુ પણ કંઈક બાકી છે જાણવાનું એવું લાગી રહ્યું છે.

આ દુનિયા લાખો અને કરોડો વર્ષો થી ચાલતી આવી છે. અને કદાચ આ સમયની પ્રગતિ એના થી પહેલા થી ચાલતી આવતી હશે. આવા લાખો અને કરોડો વર્ષો સામે આપણું જીવન કેટલું ? 60 વર્ષ, 70 વર્ષ કે વધી ને 100 વર્ષ કે જે સમય સામે કંઈજ નથી. અને આજ સુધી કેટકેટલીય મોટી ઘટનાઓ બની હશે જેમકે કુદરતી કે અન્ય કોઈ માનવસર્જિત આપદાઓ. તો આ દરેક સમસ્યાઓ સામે આપણી સમસ્યા કેવડી?

ઘણી વાર એવું લાગે કે સમય કેટલો નિષ્ઠુર છે, અને ઘણી વાર એવું કે આપણે પણ સમય ની માફિક કેમ નથી રહેતા.

સમય પાસે આજે શીખવા જેવી કોઈ વસ્તુ છે તો એ છે – પ્રગતિ. નિરંતર રૂપે એક સરખી ગતિએ ચાલતા ચાલતા આજે સમયે લાખો અને કરોડો વર્ષોની પ્રગતિ કરી છે. સમય સાક્ષી છે આ દુનિયાના સર્જનનો, સમય સાક્ષી છે આ પૃથ્વીના વિકાસ નો.

હું મારા જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ પાસે શબ્દ સાંભળું છું – “સમય ની સાથે ચાલો” ત્યારે ખરેખર એનો મર્મ એમજ હોઈ છે કે સમય જે રીતે પ્રગતિ કરી રહ્યો છે તે રીતે પ્રગતિ કરો.

આપણું સર્જન આ પૃથ્વી પર થયું છે અને સમયની સાથે પૃથ્વીએ પણ પ્રગતિ કરતી આવી છે. સમગ્ર પ્રાણી માત્ર પણ પ્રગતિ કરતા આવ્યા છે. જ્યારે આપણે પ્રકૃતિની પ્રગતિ માં હસક્ષેપ કરીયે ત્યારે તેના માઠા પરિણામ ભોગવવા પડે છે તે જ રીતે જ્યારે માનવી પોતાની પ્રગતિ ભૂલીને અન્ય જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપ તેને માઠા પરિણામ ભોગવવા જ પડતા હોય છે.

બીજી વસ્તુ શીખવા જેવી લાગે છે તે છે – સ્થિતપ્રજ્ઞતા. આપણે ખુશ છીએ કે નાખુશ, આપણે આમિર છીએ કે ગરીબ, આપણે સાજા છીએ કે માંદા, આપણે જીવીએ છીએ કે મૃત છીએ , આપણે સુતા છીએ કે જાગીએ છીએ – આ કોઈ પણ બાબતની અસર સમય પર થતી નથી. એ એના સ્વભાવ પ્રમાણે નિરંતર એની નિચ્છિત ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. તેવી જ રીતે આપણે પણ આપણી આજુ બાજુ ની વિસમ કે સમ પરિસ્થિતિ સાથે નિરંતર પ્રગતિ અને સમયની ગતિ એ પ્રગતિ કરતા રહેવી જોઈએ.

(Visited 43 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *