ઉપકાર

મિત્રો છેલ્લા બે દિવસ થી ઉપકાર વિષય અને ઉપકાર શબ્દ સાથે વિચાર અને મનોમંથન આપ મેળે ચાલી રહ્યું છે. આ દુનિયામાં દરેક વસ્તુ પાછળ કારણ હોઈ છે એટલે આપ મેળે આ વિચાર ઉદ્દભવ્ય એ પાયા વગરની વાત છે. આ વિચાર જીવનમાં આવેલા અનુભવોજ ઉત્પન્ન કરે છે એવું મારુ માનવું છે.

મિત્રો, એક ખેડૂત જયારે ખેતી કરે છે ત્યારે સારા બીજને વૃદ્ધિગત કરવા માટે એક જમીનની પસંદી કરે છે. પરંતુ જયારે ખબર પડે કે જમીન જ યોગ્ય ન હોઈ તો બીજ ગમે તેટલું સારું કેમ ન હોઈ તેમાં ધારણા વિરુદ્ધના જ પરિણામ મળતા હોઈ છે. ખેડૂત આવીજ ભૂલો પરથી શીખ મેળવી સારી જમીન ઓળખતા શીખે છે.

આપ કહેશો આ વાત તો સામાન્ય છે બધાને જ ખબર હોઈ. તમારી વાત સાચી પરંતુ વાસ્તવિક જીવનમાં જયારે આ જ બોધને અનુસરવામાં આવે ત્યારે આપણે નાપાસ થઇ જતા હોઈએ છીએ.

આ થઇ પુષ્ઠ ભૂમિની વાત હવે મૂળ મુદ્દા પર આવીએ…. ઉપકાર. ઉપકાર એક એવો શબ્દ છે કે જે એક દ્વારા બીજા પર કરવામાં આવે છે કંઈક એવું કે જે એક વ્યક્તિ કેજે અસક્ષમ છે અને બીજો સક્ષમ વ્યક્તિ તેને તે કરી આપે છે – સ્વાર્થ સાથે કે સ્વાર્થ વગર. સ્વાર્થ છે કે નહીં તે તો તેવોના સંબંધ નક્કી કરે છે.

સંબંધની વાત આવે ત્યારે બંને પક્ષ સંબંધને એક સરખા સમજતા હોઈ તે જરૂરી નથી. એક વ્યક્તિ સંબંધને નિશ્વાર્થ ભાવે જાણી ઉપકાર કરતો હોઈ તો બીજો એજ ઉપકારને સ્વાર્થ સમજી લેતો હોઈ છે. વાસ્તવિકતામાં સંબંધમાં આવી સ્પષ્ટતા કોઈ કરતુ જ નથી હોતું કારણકે આ વસ્તુને તે ગંભીરતા થી લેવામાંજ નથી આવતી, અને સંબંધમાં તેને સમજી લેવાનું હોઈ છે, તેમાં સ્પષ્ટિકરણ હોતું નથી.

તકલીફ ત્યારે પડે છે જયારે ઉપકાર કરનારને ખબર પડે કે તેને વાવેલું બીજ તેના માટે કાંટા સમાન ફળ આપવા માંડે છે. અને આવાજ અક્ષસમ લોકો આવા ઉપકાર કરનાર લોકોની માનસિકતા બદલે છે અને પરિણામે લાયક ને પણ તેનો લાભ મળતો નથી. આવા લોકો પોતે ઉપકારનો વ્યય કરે છે સાથે સાથે લાયકને પણ ઉપકાર થી વંચિત રાખવા વાતાવરણ બગાડે છે.

ઉપકારના વિષય માં મારો સ્પષ્ટ મત છે, જ્યાં ગણિત થતા હોઈ, કામ વહેંચીને થતા હોઈ, જ્યાં મતભેત વધુ હોઈ ત્યાં કોઈ પણ પ્રકારનો ઉપકાર કરવો જોઈએ નહીં. અને જો એમ કરશો તો હિસાબના સમયે તમે જ કરેલા ઉપકારનો ઋણ તમારે જ ચૂકવવો પડશે. એક બાજુ ઉપકાર પણ કરો અને ઉપર થી તેનું ઋણ પણ ભરો. આના કરતા તો સારું છે કે ઉપકાર જ ન કરો. અને કરો તો અનુભવ સાથે કરો, અને મજબૂરી એ છે કે એ અનુભવ કરવા તમારે ખરાબ જમીનનો ભેટો કરવો પડશે અને જો ભેટો ન કરવો હોઈ તો નિશ્વાર્થ સબંધ વાળા અનુભવી વ્યક્તિ સાથે આ વિષય પર મંતવ્ય લઇ લો.

ચાણક્યએ એમની પુસ્તક – ચાણક્ય નીતિમાં લખ્યું છે. “બીજાની ભૂલો પરથી શીખો, જો બધી જ ભૂલો જાતે કરવા અને ત્યારે બાદ તેને શીખવા જશો તો આ જીવન પણ ટૂંકું પડશે”(હા આવા વ્યક્તિ નો ઉલ્લેખ હોઈ તોજ વાત સાચી જણાય બાકી મારી તમારી જેવા કહે તો લોકો થોડી મને)

અહીં 100 વાત ની એક વાત છે જીવનમાં કઈ પણ કરો પુરી સજાગતા સાથે કરો, બીજ રોપતા પહેલા જમીન ચકાસો.. ન ચકાસતા આવડે તો અનુભવી પાસે માર્ગ દર્શન લો અને પછી મહેનત કરો. આપણી મહેનત અંતે આપણને સમાધાન આપે તેવી હોવી જોઇએ પછી તે ભલે ઉપકાર કરવાની વાત હોઈ, ઉપકાર લેવાની વાત હોઈ કે અન્ય બીજું કઈ.

જીવનમાં ભગવાને બુદ્ધિ આપેલ છે તે તેનો પુરેપૂરો ઉપયોગ કરવાની આજ રીત હોઈ તેવું હું માનું છું. આ બ્લોગ કોઈ ને સારું લગાડવા કે ખરાબ લગાડવા નથી પરંતુ વાસ્તવિકતા કે જે હું મહેસુસ કરું છું તેને પ્રગડ કરવા લખું છું.

(Visited 204 times, 1 visits today)

1 Comment

  1. Parth Prajapati August 8, 2020 at 10:13 am

    Very nice…

    Reply

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *