યુદ્ધ સામ્રાજ્યનું હોઈ કે જીવનનું તલવાર અને ઢાલનો મેળજોળ ખૂબ જ મહત્વનો છે.
તલવાર મ્યાન માંથી જ્યારે કાઢીએ ત્યારે અવાજ સાથે નીકળે છે. જ્યારે ઢાલ તેનાથી વિપરીત મૌન રહે છે.
તલવાર આગળ રહીને દુશ્મનો પર પ્રહાર કરે છે, જ્યારે ઢાલ પાછળ હટીને આપણો બચાવ કરે છે.
તલવાર ચાલે ત્યારે લોહી વહેવાનું કાર્ય કરે છે. જ્યારે ઢાલનો ઉપયોગ આપણું લોહી વહેતુ રોકવાનું કાર્ય કરે છે.
જે માત્ર તલવારના ભરોષે યુદ્ધમાં ઉતરે છે તે કાતો યુદ્ધ હારે છે કાતો પોતાનો જીવ.
આથી આપણા સહાયકોમાં માત્ર તેજ તલવાર જેવા માણસો જ નહીં પણ દ્રઢ અને મૌન રહેવા વાળા માણસોને પણ રાખવા જોઈએ.
જ્યારે આ બન્ને લોકો આપણા પક્ષમાં હશે ત્યારે આપણી જીત નક્કી છે.
-ચાણક્ય નીતિ.