સમસ્યા નથી, ઉકેલની વાત…

આપણો હેતુ માત્ર જાગવું, ખાવું અને પછી સુવાનો જ નથી, આ ધરતી પરના દરેક જીવ જંતુ પ્રાણી માત્ર આ કરે જ છે. પણ આપણે જ એક એવા માનવી છીએ જે ધારે તે કરી શકે.

આથી મગજનો ઉપયોગ વિચારવા અને સમસ્યાના સમાધાન કરવામાં કરવો જોઈએ. આજ વસ્તુ આપણને સૌને અન્ય પ્રાણી માત્ર થી અલગ કરે છે. જીવનનો ઉદેશ્ય જાણો અને એ પ્રમાણે જીવન જીવો. આજ જીવનનો સાચો સાર છે. મેં ઘણા લોકોને જોયા છે જે સાહસ તો કરે છે જીવનમાં કંઈક કરવા માટે પણ પોતાના મગજનો ઉપયોગ પુરે પૂરો કરતા નથી અને છેવટે હાર માની લે છે આમ સમય ની સાથે સાથે અનેક ભવિષ્યની સંભાવનાઓનો પણ નાશ કરે છે. કોઈ પણ સમસ્યા હોઈ તે દરેક સમસ્યાનું સમાધાન હોઈ જ છે અને એ સમાધાન શોધવા માટે જ કુદરતે મનુષ્યને મગજ આપેલ છે.

કોઈ બહાને બાજી નહીં , દરેક દિવસ એક મોકો છે કે જ્યાં આપણે આપણી પ્રતિજ્ઞા મુજબ જીવી શકીયે છીએ. આપણને ખરેખર નથી ખબર કે આપણો કયો નિર્ણય આપણું જીવન બદલી શકે પરંતુ નિરંતર સકારાત્મક નિર્ણય તો આપણા હાથમાં છે જ. જે હાથમાં છે તે માં જ આપણે કંઈક કરી શકીયે અને જેટલા પણ મોટા વ્યક્તિઓ છે તેનું જીવન જુવો, તેવોના હાથમાં જે હતું તેમાંથી જ તેવોએ કંઈક કરીને પોતાનું જીવન બદલી નાખ્યું, હાર માની લીધી હોત તો જેતે વ્યક્તિ આજે જ્યાં છે ત્યાં ન હોત.

આપણી અંદર સંતાયેલી અગણિત સંભાનાઓને આપણે પોતેજ માપી અને નક્કી કરી શકીયે, અન્ય કોઈના ભરોશે બેસવાનું બંધ કરવું જોઈએ. અન્ય દરેક ને પોતપોતાની સમસ્યાઓ છે અન્ય દરેક પોતપોતાના સમાધાનની શોધમાં છે. આપણે પણ આપણી સમસ્યાના સમાધાન તરફ આગળ વધવું જોઈએ કારણકે આપણે આપણી સમસ્યાને જેટલી ઓળખીયે છીએ તેટલી ઓળખાણ અન્યને ન હોઈ, સમસ્યાનું સમાધાન વાસ્તવિક સમસ્યાના ઓળખાણ બાદજ થાય છે.

પોતાનો કોન્ફર્ટ ઝોન છોડો, ત્યાં પહેલા જાવ જ્યાં જતા ડર લાગે છે. આપણા પોતાના વિકાસ માટે શક્ય તેટલા ચેલેન્ઝનો વધુને વઘું સામનો કરો. શાંતિ થી બેસી જેમ ચાલે તેમ ચાલવા દેશો તો એજ થશે જે થતું આવ્યું છે, કંઈક વિશેષ મેળવળવા વિશેષ કરવાની જરૂર છે.

આપણે પોતાની જાતને શા માટે નીચે જોઈએ છીએ?
આપણી પાસે ક્ષમતા છે કે આપણે તારાઓ સુધી જઈ શકીયે છીએ, તો કેમ આપણે આપણી સરખામણી ધૂળ સાથે કરીયે છીએ.

હું તમારી જેવો જ 1991માં જન્મેલો એક સામાન્ય માણસ જેને લોકો ઉમેશ તરસરીયા કહી બોલાવે છે. હાલ સુરતનો નિવાસી છું. એક બિઝીનેસ મેનની સાથે સાથે એક બ્લોગર પણ છું. મારી આડ કતરી, દેશી ભાષામાં લખવાની આદત તમને આ બ્લોગમાં જરૂર થી વર્તાઈ હશે જ, પણ હા જેટલું પણ લખું છું દિલ થી લખું છું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer

Sliding Sidebar

હું ઉમેશકુમાર તરસરીયા…

umeshkumar.org – મારો પર્સનલ બ્લોગ મારા વિચારો, મારી ભાવનાઓ અને અનુભવોને મારી ભાષામાં રજુ કરવા માટેનું એક માધ્યમ છે.

આ માત્ર એક બ્લોગ નથી પરંતુ મારા જીવનનું દર્પણ છે.

Indiblogger

umeshkumar.org
52/100

ઇમેલ વડે પોસ્ટ મેળવો

Youtube Channel