શું સમય ક્યારેય ચાલ્યો જાય ખરો?

આપણે ઘણા લોકોને સાંભળતા હોઈએ છીએ કે “હવે અમારો સમય નથી, અમારો સમય હવે જેતે કાર્ય કરવા માટે જતો રહ્યો છે.” આવીજ વાત સાંભળીને મારા મનમાં પ્રશ્ન ઉભો થયો કે શું સમય ખરેખર કશે જાય ખરો?

એ આપણી ભૂલ છે કે આપણે વિચારીએ છીએ કે સમય ચાલ્યો ગયો, સમય કશે જતો નથી. સમય અહીં જ છે જ્યાં સુધી આ દુનિયા છે. તે અનંત છે જે ક્યારેય ચાલ્યો જવાનો નથી.

ઉમેશકુમાર તરસરીયા

જે ચાલ્યા જાય છે તે આપણે પોતે છીએ. આપણે ક્યારેય સમયનો વ્યય કરવો ન જોઈએ, આમ કરવાથી આપણે આપણને ખોઈ રહ્યા છીએ. સમય અનંત છે અને આપણા સૌનો અંત એક દિવસ જરૂર છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ આપણે જ છીએ જે વૃદ્ધ થઈએ છીએ અને મરીએ છીએ, સમય ક્યારેય વૃદ્ધ કે મરતો નથી. તો આપણી અંતિમ તારીખ આવે તે પહેલા આપણી જાતનો પુરેપુરો ઉપયોગ કરી લેવો જોઈએ.

આમતો ઘણી વસ્તુઓ છે જેમાં આપણે સમય બદડતાં હોઈએ છીએ પરંતુ આજે આપણે એક સૌથી મહત્વના પરિબળ વિષે ચર્ચા કરીશું. સમય બગાડવાની સૌથી ખરાબ વસ્તુ જો કોઈ હોઈ તોએ છે પોતાની જાતની બીજા સાથે કરવામાં આવતી સરખામણી.

જો એક ગાયને ઘાસ ખાતી જોઈ કૂતરો વિચારે કે ગાય ઘાસ ખાઈને કેવી મસ્ત જાડી થઇ ગઈ છે ચાલ હું પણ ઘાસ ખાવ, અને જો કૂતરો પણ ઘાસ ખાવાનું શરુ કરે તો એક દિવસ તેનું મૃત્યુ નક્કી છે જ. આવીજ રીતે આપણે આપણી જાતને જો બીજા સાથે સરખામણી કરી અને કાબિલિયત બહારની કોઈ વસ્તુ કરવા ગયા તો નિષ્ફળ તો થશુજ પણ સાથે સાથે સૌથી કિંમતી સમય પણ વ્યર્થ કરીશું. પોતાની જાતને બીજા સાથે સરખાવવા કરતા જે કોઈ કુદરતી બક્ષીશ આપણેને મળી હોઈ તેના પર કાર્ય કરવું જોઈએ નહિ કે બીજાને મળેલી બક્ષીસ પર.

આજ વસ્તુ આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ, આ વખતે સ્થાનની સાપેક્ષમાં ઉદાહરણ લઈએ. શાર્ક અને સિંહ બંને પોતપોતાના ક્ષેત્રમાં કુશળ શિકારી છે. જો સિંહ એમ વિચારેકે હું દરિયામાં શિકાર નથી કરી શકતો મારુ જીવન તો વ્યર્થ છે તો એ ખોટું છે. પોતાની જાતને શાર્કને મળેલી કુદરતી બક્ષીશ સાથેની સરખામણી થઇ જ ન શકે. શાર્ક પણ જો સિંહ સાથે સરખામણી કરેકે મારે જંગલેમાં શિકાર કરવો છે તો તે પણ શક્ય નથી. બંને પ્રાણીઓની પોતપોતાની ટેરેટરીમાં પોતાની આગવી પકડ છે આથી પોતાની ટેરેટરી જાણી તેમાં કાર્ય કરવું જોઈએ.

ત્રીજું અને છેલ્લું ઉદાહરણ, એક ગુલાબ જો ટામેટા કરતા સારી સુગંધ આપતું હોઈ, એનો મતલબ એમ નથી કે ગુલાબથી આપણે સલાડ બનાવી શકએ, સલાડ બનાવવા ટામેટા જ જોઈએ. આપણી સૌ પાસે આપણી પોતાની તાકાત પોતાની કાબિલિયત છે તેને ઓળખી તેના પર કાર્ય કરવાની જરૂર છે. આથી ક્યારેય પોતાની જાતને બીજા સાથે સરખાવવી જોઈએ નથી. ક્યારેય નિરાશામાં ન જીવો, હંમેશા એક ઉત્સાહ, એક ઉમંગ એને ગર્વ સાથે જીવવું જોઈએ.

(Visited 109 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *