જાજા હાથ રળિયામણા

સમગ્ર વિશ્વની પોતાની એક પ્રણાલી છે, જેના આધાર પર આ વિશ્વની આર્થિક ગતિવિધિ ચાલતી હોઈ છે. દરેક દેશ, રાજ્ય, શહેર કે કહીયે વ્યક્તિ એક બીજા સાથે પરસ્પર સંલગ્ન હોઈ છે. એક બીજાના હેતુ જયારે સિદ્ધ થતા હોઈ ત્યારે જ આર્થિક વ્યવહાર ઘટિત થાય છે. જયારે કોઈ એક પોતાનોજ હેતુ સિદ્ધ કરવાનો ઉદેશ્ય લઈને સામે વાળા પાસે જાય તો તે આર્થિક વ્યવહાર થતો જ નથી.

આ વાત થી હું એ કહેવા માંગુ છું કે પોતાનો જ સ્વાર્થ લઈને આપણે સામે વાળા પાસે અપેક્ષા રાખીયે તે કામ ધારેલા સમયે કે ધારેલા પરિણામે સંપન્ન થતું નથી. આ આર્થિક દુનિયામાં જયારે પણ આપણે કોઈ કામ કે જે અન્ય ની હાજરીમાં જ સંપન્ન થાય તેમ હોઈ ત્યારે તે અન્ય વ્યક્તિના આર્થિક લાભનો પણ ખ્યાલ રાખીને પ્રસ્તાવ રાખવામાં આવે તો જે તે કાર્ય ઝડપ હતી અને ધારેલા પરિણામ સાથે સમયસર પૂર્ણ થાય છે.

ઘણી વાર કોઈ પણ કામમાં સમય મહત્વનો હોઈ છે. અન્યને મૂલ્ય આપવામાં કચાસ કરવામાં સમય ઘણો જતો હોઈ છે. આવા સમયે જો સમયનું ધ્યાન પૂર્વક અધ્યયન કરી ને ગણિત કરવામાં આવે તો ઘણી વાર અન્યને વધુ મૂલ્ય ચૂકવવું પણ નફા કારક હોઈ છે.

આપણા દ્વારા જયારે અન્ય લોકોને આર્થિક મૂલ્ય મળતું થાય ત્યારે જ સમજવું કે આપણે ખરા અર્થમાં આર્થિક પ્રગતિ કરી છે. બે હાથ જેટલું રળે તેનાથી વધારે જાજા હાથ રળી બતાવે છે. આ જાજા હાથ આપણા માટે ત્યારે જ કામ કરે જયારે જે હાથને આપણા માંથી કોઈ ફાયદો મળતો હોઈ.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *