આત્મવિશ્વાસ એ કુંજી છે જે માનવીના જીવન માં કમાયેલી સૌથી કિંમતી વસ્તુ છે. કારણકે તેના થી માનવી ધારે તે કરી શકે છે. આત્મવિશ્વાસ જ એક એવું પરિબળ છે જેના થકી માનવી સફળતા સુધી પહોંચી શકે છે.
આત્મવિશ્વાસ એટલે પોતાના પર વિશ્વાસ, પોતાના કરેલા કર્યો પર વિશ્વાસ. જે વ્યક્તિને પોતાના પર વિશ્વાસ ન હોઈ તેના પર દુનિયા કઈ રીતે વિશ્વાસ કરી શકે?
જે માનવીનો આત્મવિશ્વાસ ડગુમગુ હોઈ છે તે પોતાના જીવનમાં સફળ થવા માટે બીજા લોકોના સહારાની રાહ જોઇ બેસે છે.
પોતાના આત્મવિશ્વાસને કોઈ પણ સંજોગોમાં ગુમાવવો ન જોઈએ કારણકે એ એકજ પ્રેરણા નો સ્ત્રોત છે જેના થકી માનવી ગમે તેવી વિકટ પરિસ્થિતિ માંથી પણ બહાર આવી શકે છે.
~ઉમેશકુમાર તરસરીયા
info@umeshkumar.org
(Visited 591 times, 1 visits today)