ક્યારેય વિચાર્યું છે તમે કે હીરાને હંમેશા મુકૂટમાં ધારણ કરવામાં કેમ આવે છે? કેમ તેને ઘરેણાં બનાવીને પહેરવામાં આવે છે? કેમ તેને રસ્તામાં ફેંકી નથી દેતા? કેમ કે વાસ્તવિકતામાં તો તે પથ્થર જ છે ને..!
શુ માત્ર એટલા માટે કે તે જોવામાં સુંદર છે? સુંદર તો ફૂલોની પાંદડી પણ હોઈ છે તો પછી તેને કેમ રસ્તામાં પાથરવામાં આવે છે? તેને કેમ પગની નીચે કચડી નાખવામાં આવે છે?
તેનું કારણ છે હીરાની કઠોરતા.
જો હીરાને પગની નીચે કચડવાનો પ્રયત્ન કર્યો તો પગની એ દુર્દશા કરી નાખશે કે ફરી પગ રાખવા માટે જમીન નહીં મળે એટલા માટે હીરાને માન સાથે શીર્ષ પર રાખવામાં આવે છે.
પ્રતિભાશાળી વ્યક્તિ પણ હીરાની જેમ જ હોઈ છે. જો સમ્માન આપશો તો માન ફેલાવસે અને અપમાન કરશો તો ઘાયલ કરી નાખશે. આથી પ્રતિભાશાળી વ્યક્તિનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ.