મારુ મેદાન, મારી રમત..

ગરુડ એ આકાશનો રાજા છે. અન્ય કોઈ પણ પક્ષી તેના આકાશમાં હરીફ ન બની શકે. સિંહ એ જંગલનો રાજા છે અન્ય કોઈ પ્રાણી એને પહોંચી ન વળે.

જીવનની રમત પણ કંઈક એવી જ છે પણ અહીં માણસ જ માણસનો હરીફ છે. જરૂરી નથી એક વ્યક્તિ જે fieldમાં આગળ વધી ગયો હોય તેજ fieldમાં આપણે આગળ વધીએ. સિંહ ક્યારેય ગરુદનો મુકાબલો ન કરી શકે અને ગરુડ ક્યારેય સિંહનો મુકાબલો ન કરી શકે. બંનેના domain અલગ અલગ છે આથી એમની વચ્ચે સ્પર્ધાનો પ્રશ્નજ નથી.

આપણે પણ આપણા જીવનમાં આપણુ મેદાન શોધવાની જરૂર છે કે જ્યાં આપણને કોઈ હરાવી ન શકે. દૈનિક જીવનમાં આપણે આપણી જાતને અન્ય ની સાથે સરખામણી કરી અન્યના પદચિહ્નો પર ચાલવા પ્રયાસ કરીએ છીએ પણ એક વાત યાદ રાખો “પદચિન્હો પર ચાલવા વાળા જેના પદચિન્હો છે તેની પાછળ જ રહે છે.” આના સ્થાને જો આપણે આપણી ખૂબીઓ, ખાસિયતો કે આવડતો ઓળખી તેને અનુલક્ષીને કાર્ય કરીશું તો આપણે આપણા મેદાનના રાજા બનીશું.

આપણે આપણા જીવનમાં ધ્યેય નક્કી કરી તેના પર કાર્ય કરવા જોઈએ. મોટા ભાગના લોકો ધ્યેય વિહીન – એક પ્રાણી જેવી જિંદગી જીવતા હોઈ છે. અને એટલે જ આજે મોટા ભાગના લોકો માત્ર 2% ધનિક લોકોની ગુલામી કરી રહ્યા છે.

આપણું જીવન માત્ર ઓક્સિઝન લેવા અને કાર્બન ડાઈઓક્સિડ બહાર કાઢવા માટે અને અંતે મૃત્યુની પ્રતીક્ષા માટે નથી બન્યું, આવું આ દુનિયાના સમગ્ર પ્રાણી માત્ર કરે છે. આપણને ભગવાને ધ્યેય નિર્ધાર કરવાની અને એ ધ્યેય હાંસિલ કરવાની શક્તિ આપી છે જે આપણને અન્ય પ્રાણીઓ થી અલગ બનાવે છે તો એ શક્તિનો ઉપયોગ કરી આપણે આપણા જીવનને વર્તમાન સ્થિતિ કરતા પણ સારી સ્થિતિ વાળું કરવું જોઈએ.

અહીં પ્રશ્ન એ છે કે ભગવાને જે હેતુ થી આપણને સૌને બનાવ્યા છે શું એ હેતુ આપણે સિદ્ધ કરી રહ્યા છીએ?

આજ થી એક પ્રણ લો, આપણે આપણી ખૂબીઓ શોધી એ ખૂબીઓને વૃદ્ધીગત કરી જેતે ક્ષેત્રના રાજા બનીશું કે જે ક્ષેત્રમાં આપણને હરાવનાર કોઈ ન હોઈ.

(Visited 138 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *