પાણીનું ટીપું જો સળગતા તવા ઉપર પડે તો વરાળ બનીને ઉડી જાય છે. પણ આજ પાણીનું ટીપું કમળના ફૂલ ઉપર પડે તો પ્રકાશમાં મોતીની જેમ ચમકે છે. જો કોઈ મૃત વ્યક્તિના મુખમાં પડે તો ગંગા જળ બની મોક્ષ દાતા બની જાય છે. પરંતુ….
જો આજ ટીપું કોઈ સાપના મુખમાં પડે તો ઝેરમાં ભળીને પોતે ઝેર બની જાય છે.
જળ તત્વ એક જ છે પરંતુ અંતર છે તો માત્ર સંગતનો. સંગત જો એક પાણીના ટીપાનું નશીબ બદલી નાખે છે તો માણસનું કેમ નઈ?
આથી હંમેશા સારી સંગતની જ પસંદગી કરો, કેમકે જો સાપની સંગતિ કરશો તો સાપ તમને કરડી જશે કાતો તમે પોતે ઝેર થઈ જશો.
સંગત જ આપણું ભાગ્ય નક્કી કરે છે
ઉમેશ તરસરિયા .
સંગત… માણસનું જીવન પલટી નાખે છે… સંગત POSSITIVE
જોઈએ,
નરશીને સંગત પીપાજી સે કીની, સુઈ પે બાત અડી રે,
છપ્પન કરોડકો ભર્યો રે માયરો, આવ્યો આપ હરી…
સત્સંગ અમર જડી રે.. સંતો…
જૈનતીભાઇ. આપે સાચું કહ્યુ, સકારાત્મક સંગત થકી જ વ્યક્તિ પોતાનું નશીબ ઉજળું કરી શકે. આપશ્રીના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.