6/21 – દિવસ છ – developing early morning wake up habbit.

પાંચ દિવસ બાદનો આજનો છઠો દિવસ, શરીરને એક પ્રકારની આદત પડતી જતી હોય તેવું જણાયું. રાત્રે વહેલું સૂવું એ ખૂબ જ જરૂરી જણાયું. આજે સવારે એલાર્મ વાગિયું ન હતું, પણ ફિટનેસ બેલ્ટ મને જગવામાં મદદરૂપ થયો.

રોજ ની જેમ આજ પણ કોઈ પ્રકારની ઉતાવળ વગર પૂર્ણ શાંત મને – ધ્યાન અને કસરત કરી.

આજે ચાલવાના કુલ 4000 ઉપર સ્ટેપ કર્યા, રોજ ચાલવાની average વધતી જતી હોય તેવું જણાનું. કસરત માં પણ અમુક આસન કરવા અઘરા હતા તે સહેલા લાગવા લાગ્યા. માત્ર 6 દિવસના અભ્યાસ થી શરીરમાં વર્ષોના એ બાંધા આટલા જલ્દી પ્રતિક્રિયા આપે તે સહજ નથી લાગતું. એવું લાગ્યું શરીર શરૂઆતમાં વિરોધ કરતો હોય બાદ માં સહયોગ તરફ વળી જતું હોય.

આજે વિચાર આવ્યો, સવારે સ્વાસ્થ્ય માટે યોગા ને બે ભાગ માં વહેંચીને ચાલવું જોઈએ. એક માનસિક સ્વાસ્થ્ય અને બીજું શારીરિક સ્વાસ્થ્ય. આ બંને પર અલગ અલગ પ્રયોગો કરવા જોઈએ. જેમ દરેક વ્યક્તિઓના સ્વભાવ વર્તન અલગ અલગ હોય છે તેમ દરેક શરીરની ફાવટ પણ અલગ અલગ હોય. કોઈ પ્રયોગ કે ક્રિયા થી મારુ મનોબળ મજબૂત થતું હોય તો તેજ વસ્તુ કે પ્રયોગ થી અન્ય વ્યક્તિ નું મનોબળ મજબૂત થાય તે જરૂરી નથી.

આથી દરેકે પોતાના માફક પ્રયોગો જાતે શોધવા જોઈએ. જે આપણને અનુરૂપ હોઈ.

આજે વાતાવરણમાં ઠંડી વધારે છે. અને સૂર્ય આગમન પણ થોડું મોડું હોઈ તેવું લાગ્યું. જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસે જેમ ફેબ્રુઆરી આવતો જતો હોય, સૂર્ય જમણી બાજુ થી ડાબી બાજુ તરફ થી ઉગતો થઈ ગયો હોય અને સૂર્યદય નો સમય વધુ લાગતો હોય તેવું અધ્યાન કર્યું. આ અધ્યયન ઘડિયાળના આધારે કર્યું છે. નિયમિત અભ્યાસ થી આ વિશે વધુ માહિતી મેળવી સકાય.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *