16/21 – દિવસ સોળ – Developing early morning wake up habbit.

મિત્રો, આજે તારીખ 13-02-2020, ગઈ કાલે રાત્રે મોડો સૂતો હતો તો સવારે વહેલું ઉઠાયું નહીં, આથી રાત્રે કસરત કરી અને વોકિંગ કર્યું. બાકી અન્ય કોઈ પ્રવૃત્તિ કરી શક્યો નહીં. બને તેટલું વહેલા સુવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને સવારે વહેલો જાગુ.

આજે સવારે સમય સર વહેલો ઉઠ્યો, સ્નાન કર્યું, ધ્યાન કર્યું.

ગઈ કાલ અને આજે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. ગરમી વધતી જતી જણાય રહી છે.

આત્મગ્લાનિ આપણી પ્રગતિની બાધક છે, પહેલા જ્યારે કોઈ દિવસ ચુકાઈ જતો તો અંદર થી ખૂબ જ આત્મગ્લાનિ થતી કે આજનું ધ્યાન ચુકાઈ ગયું. પરંતુ વર્તમાનમાં એવી સ્થિતિ છે કે આત્મગ્લાનીની ઉપસ્થિતિ જ નથી. પહેલા આત્મગ્લાની થતી તો બીજા દિવસે તેની અસર એ થતી કે માઈન્ડ મારા સંકલ્પને હરાવી નાખતું કહેતું તારા થી આ નઈ થશે. પણ આજે માઈન્ડનો પણ સાથ હોઈ તેવું લાગે છે.

કોઈ પણ વસ્તુ અતિમાં સારી નહીં, આત્મગ્લાની પણ નહીં. આત્મગ્લાની એ અવરોધ છે કે જેને નીકળતા વર્ષોનો સમય લાગી જતો હોઈ છે. જો સાચો માર્ગ દર્શક મળે તો આત્મગ્લાની માંથી બહાર નીકળી શકાય છે. એક બાળક માટે માં-બાપ જ આ માર્ગ દર્શક નો રોલ નિભાવી શકે. પોતાના દીકરા કે દીકરીની પ્રગતિ જો અવરુદ્ધ થતી હોય તો જાણવું જોઈએ કે તેને કોઈ આત્મગ્લાની છે? અને તેને તેમાં થી મુક્ત કરવા પ્રયત્નો કરવા જોઈએ. વાત ખૂબ નાની હોઈ છે પણ બાળપણમાં બાળકને બધી જ વાત ખૂબ મોટી પહાડ જેવી લાગતી હોય છે. એક અનુભવી માનવી તરીકે પોતાના પુત્ર કે પુત્રી પર આ પ્રકારની મદદ વિશે જેતે માં બાપે હંમેશા તૈયાર રહેવું જોઈએ.

જીવનમાં દરેક વસ્તુ પોતાની રીતે ચાલવાની જ છે પણ આપણે મનુષ્ય છીએ. કોઈ ધ્યેય રાખી તેને હાસિલ કરવાની આપણામાં ક્ષમતા છે. તો જીવનની દરેક વસ્તુને પોતાની રીતે વિકસતા જંગલની જેમ કમેળયુ ન બનાવતા એક સુ-વ્યવસ્થિત આયોજિત બનાવવું જોઈએ. જીવન જીવતા જીવતા જેમાં અપણે આપણું સારું કરી શકીએ તે દરેક વસ્તુ કરવી જોઈએ. જેમકે આજ નો વિષય આત્મગ્લાની, આત્માગ્લાનીને ઓળખી તેને દૂર કરવા આપણે જ આપણા પ્રયત્નો કરવા જોઈએ. જરૂર જણાય ત્યાં અન્ય અંગત વિશ્વાસુ વ્યક્તિઓની મદદ લઈ જેતે સમસ્યાને દૂર કરવી જોઈએ.

સમસ્યા આવે જ છે આપણા વિકાસ માટે, સમસ્યા એ શરૂઆત કે તક છે આપણા ડેવેલોપમેન્ટ માટેની.

હવે આજે થોડી દુનિયામાં ચાલતી ઘટનાઓ પર નજર કરીએ. આ દુનિયા કેટલી અનિચ્છચિત છે. વાતાવરણમાં આવતા અચાનક ફેરફારો, કોરોના જેવો વાયરસ, બે સંપ્રદાયો વચ્ચે અને બે દેશો વચ્ચે કટ્ટરતા ફેલાઈ રહી છે આ જોતા એમ લાગે કે આપણે આ બધા વચ્ચે કેટલા સુરક્ષિત? થોડા સમય પહેલા માજા કરતું ચાઇના, અમેરિકાની સામે ટ્રેડ વૉર કરતું ચાઇના આજે કોરોના વાયરસ ને કારણે દુનિયા સામે જુકતું જણાય રહ્યું છે, અનેક દેશો ચાઇના સાથે બોર્ડર સિલ કરવા માંગે છે એ ડર થી કે કોરોના નામનો આ ભયાનક વાયરસ કંઈક તેવોનો દેશમાં ન આવી જાય. ચાઇના ના Wuhan શહેરમાં લોકોની અવર જવર પૂર્ણ બંધ કરવામાં આવી છે. આ જોતા લગે કે જો એક દેશને આટલી સમસ્યા હોય તો એક સામાન્ય માનવી ને કેટલી હોઈ.. ન જાણ્યું જાનકી નાથે, કાલે શુ થવાનું. જીવી લઈએ આજને જી ભરીને એકેય પાસું બાકી ન રહે જીવનમાં જીવવાનું.

પોતાની સુરક્ષા આપણે પોતેજ કરવી પડે. સુરક્ષા શારીરિક, ભૌતિક, માનસિક કે આધ્યાત્મિક પણ હોઈ શકે. આ બધી સુરક્ષા મેળવવા માટે વ્યક્તિએ કાર્ય કરવા જોઈએ, ઘેટાં બકરાની જેમ ચાલવું તો ખૂબ સહેલું છે પણ અલાયદું બનવું અઘરું છે. દુનિયા માં ખૂબ ઓછા લોકો છે જે આના પર કાર્ય કરે છે અને જે કાર્ય કરે છે તે જ સુરક્ષિત છે સફળ છે.

આજે સવારે 3000 ફુટ સ્ટેપ્સ ચાલ્યો, 7:10am ઘરે આવીને આ બ્લોગ લખ્યો અને 7:30am સૂર્ય દર્શન માટે ધાબે આવ્યો. આજે આકાશમાં વાદળ ખૂબ જ છે જે તમેં ઉપરના ફોટોમાં જોઈ શકો છો. આજે ઠંડી નહિવત જેવી છે. ગઈ કાલે પણ ગરમીનો અનુભવ ખૂબ થયો હતો. આજના વાદળ છાયા વાતાવરણને જોતા એવું લાગે છે કે સૂર્ય દર્શન થશે નહીં.

આજે વાદળને કારણે સૂર્ય દર્શન કરી શક્યો નહીં. વાદળ છાયા છે પણ મને આશા છે મારી સોલાર બેત્તરી ચાર્જ થશે. સૂર્યની આ ઉર્જાનો ઉપયોગ હું મારા ફિટનેસ બેલ્ટ, મોબાઇલ, બ્લ્યુટૂથ અને પાવર બેંક ચાર્જ કરવામાં કરી રહ્યો છું.

આજની આ પોસ્ટ publish કરતાની સાથે જ વાદળ વચ્ચે સૂર્યદર્શન થઈ ગયા. આ સંકેત પ્રકૃતિ સાથે સ્થાપિત થતી સમરસતા નો હોઈ શકે. મેં ઉપરનો ફોટો અપલોડ કરી ફરીશ થી આ પોસ્ટ ઉપડેટ કરી. સૂર્ય દર્શન વાદળ વચ્ચે માત્ર 1 મિનિટ પૂરતું જ રહ્યું.

(Visited 54 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *