ધ્યાનમાં બેઠકનું મહત્વ…

આધ્યાત્મિક ક્ષેત્રમાં યોગનું ખૂબ મહત્વ છે. યોગની વ્યાખ્યામાં શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યનો ઉલ્લેખ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ શારીરિક ક્રિયાઓ માટેના અનેક ઉલ્લેખો મળે છે. ધ્યાન એ આધ્યાત્મિક, ભૌતિક, શારીરિક અને માનસિક એમ દરેક પ્રકારની પ્રગતિ માટે સહાયક છે. પણ ધ્યાન કરવા માટે શરૂઆતમાં આપણા શરીરનો સાથ ખૂબ જરૂરી છે. એક સ્વસ્થ શરીર સ્વસ્થ ધ્યાન માટે મદદ કરતું પરિબળ છે આથી શરીરનો સાથ મેળવવા માટે શરીર પર કાર્ય કરવું પડે છે.

ધ્યાનમાં પ્રથમ તો આપણે આપણા શરીરને કોઈ પણ એક સ્થાને મનને કેન્દ્રિત કરીને શારીરિક ક્રિયાઓ સંપૂર્ણ પણે બંધ કરવી પડે છે. અને આપણે માત્ર ઊંઘતી વખતે જ તે કરતા હોઈએ છીએ. શરૂઆતના દિવસોમાં જાગૃત અવસ્થામાં શરીર ક્રિયાઓ બંધ કરી 30 મિનિટ બેસવું એ શરીરને માફક નથી આવતું.

મને યાદ છે જ્યારે હું શરૂઆતમાં ધ્યાનમાં બેસતો ત્યારે શરીરમાં અનેક પ્રકારના પ્રોબ્લેમ આવતા જેમકે 30 મિનિટ એક સરખું બેસી શકાતું ન હતું, પગ દુખવા, ખંજવાળ આવવી, ખાલી ચાલડવી, બગાસાં આવવા વગેરે વગેરે….

આ દરેક વિરોધ એટલા માટે થતા હોય છે કેમકે આપણું શરીર પોતાના કમ્ફર્ટ ઝોન ની સીમા બહાર નિષ્ક્રિય રહ્યું જ નથી હોતું. કંઈક એવી વસ્તુ થઈ રહી છે જે શરીરે ક્યારેય અનુભવી જ નથી.

જો ધ્યાન ની શરૂઆત કરવી હોય તો મારા અનુભવ પ્રમાણે કોઈ પણ અપેક્ષા વગર માત્ર એક જ અપેક્ષા કે મારે 30 મિનિટ નિષ્ક્રિય બેસવું છે તેવા સંકલ્પ સાથે 21 દિવસ એક નિચ્છિત સમયે, નિચ્છિત સ્થાને બેસવું. ધ્યાન કરવું છે તે પણ ઈચ્છા નહીં, માત્ર 21 દિવસ બેઠક જ તૈયાર કરવાના હેતુ થી આ પ્રયોગ કરવો જોઇએ. જે પણ સમસ્યાઓ આવે છે તે દરેક સમસ્યાના સમાધાન જાતે જ શોધો, તેને દૂર કરો.. દિવસે દિવસે જોશો તો શરીરને એક આદત પડતી જશે. નિષ્ક્રિય બેસવા માટે.

કેટલીક વાતો નું ધ્યાન જે મેં રાખ્યું છે તે અહીં લખું છું.

રાતે હળવો ખોરાક, ભાખરી કે રોટલા વગરનો લેવો જેથી કરીને સવારે પેટ ખાલી રહે અને શરીર હળવું રહે.

રાત્રે એ રીતે સૂવું કે 6 કલાકની ઊંઘ પુરી થાય જો ઓછો સમય ઊંઘ મળશે તો ધ્યાન દરમિયાન ઊંઘ આવી શકે.

ફ્રેશનેસ માટે સવારે પૂર્ણ શાંત મને સ્નાન અને વૉશરૂમ માટે કોઈ પણ ઉતાવળ વગર પૂરો સમય આપવો. જાગતા ની સાથે 2 ગ્લાસ પાણી પીવું.

મોબાઈલનો ઉપયોગ અવગણવો, જો કરશો તો બેઠક દરમ્યાન વિચારોનો હુમલો તમને ઉભા કરી દેશે.

ધ્યાન માર્ગમાં માત્ર માનસિક સ્વાસ્થ્ય લઇ ને ચાલનાર વ્યક્તિ આજે નહિ તો કાલે શારીરિક સ્વસ્થ તરફ વળશે જ કારણકે આધ્યાત્મિક પ્રગતિ માટે શારીરિક અને માનસિક કે આધ્યાત્મિક દરેક વસ્તુ એક બીજા ના પૂરક છે, એક બીજા વગર દરેક અધૂરા છે. પ્રગતિ માટે સર્વાંગીણ પ્રયત્નો જ મદદ રૂપ છે.

આજે રોજ ની જેમ 4:30 વાગ્યે જાગ્યો, ધ્યાન કાર્ય, કસરત કરી અને વોકિંગ કર્યું. અને ધાબા પર આવ્યો.

આજે વાતાવરણમાં ધુમ્મસ છે.

આ ધુમ્મસ ઉનાળાની શરૂઆત દર્શાવી રહ્યું હોય તેવું લાગે છે કારણકે છેલ્લા 21 દિવસમાં આ માત્ર માં ધુમ્મસ ક્યારેય નથી જોયુ. સવારમાં ધુમ્મસ જેમ વધે છે તેમ દિવસે ગરમી વધતી હોઈ તેવું લાગી રહ્યું છે. નિયમિત અધ્યયન થી પ્રકૃતિમાં થતા ફેરફારોનું અનુમાન કરી શકાય તેવું લાગી રહ્યું છે.

આ સાથે સૂર્યોદય થયો અને તેના દર્શન કર્યા.

પ્રકૃતિએ મનુષ્યને ઘણું બધું આપ્યું છે. અને ઘણું બધું મનુષ્યએ જાતે નિર્મિત પણ કર્યું છે. અને આ દરેક વસ્તુનો ઉપયોગ આ દુનિયાની સમગ્ર વસ્તી કરી રહી છે. માત્ર વહેલી સવારનો એક સમય એવો છે કે જ્યારે આપણે આપણી ઊંઘ પણ પુરી કરી શકીએ અને ભરપૂર માત્રામાં આ કુદરતી કે માનવ સર્જિત વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કારણકે તે સમયે ખૂબ જ નહિવત લોકો જેતે વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. જેમકે વાતાવરણમાં રહેલી શુદ્ધ ઉર્જા – કુદરતી વસ્તુ. મોબાઈલમાં ઈન્ટરનેટના ખૂબ ઓછા યુઝર આપણને બેસ્ટ સર્વિસ આપી શકે.

આજ માટે આટલું જ કાલે ફરી નવા વિષય સાથે મળીશું.

(Visited 197 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *