સીસ દીયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન – ગુરુ નહીં શિષ્ય બનો.

‘યહ તન વિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન,
સીસ દીયે જો ગુરુ મીલેં તો ભી સસ્તા જાન’ – કબીર

છેલ્લા થોડા દાયકાઓ થી એક વાત નું અધ્યયન કર્યું છે કે સમયની સાથે સુવિધાઓ, બુદ્ધિ અને જીવન સૌલીમાં ખૂબ જ પરિવર્તન આવી રહ્યા છે. ખાસ કરી ને આજના યુવા વર્ગમાં. આજે એક બાળકને મોબાઈલ ફોન operate કરતા જોઈએ તો એમ લાગે કે શુ આ બાળક જન્મતા ની સાથે જ આ બધું શીખીને આવ્યો હશે? નાનપણ થી જ દરેક બાળક ને બુદ્ધિના વિકાસને લાગતું વાતાવરણ આપવામાં આવે છે એ ડર થી કે આ હરીફાઈ ભર્યા સમાજમાં મારુ બાળક કંઈક પાછળ ન રહી જાય. જેટલી પ્રગતિ બૌદ્ધિકતા ની થઈ રહી છે તેટલી જ પ્રગતી આધ્યાત્મિક જગતમાં પણ થઈ રહી છે. બાળક ની વાત છોડો આ હરીફાઈમાં તો દરેક વયના વ્યક્તિઓ જોડાયેલા છે અને જોડાય તેમાં કઈ ખોટું પણ નથી કેમ કે મનુષ્ય અને પ્રકૃતિનો સ્વભાવ છે કે હંમેશા પ્રગતિશીલ રહેવું.

આજ પ્રગતિશીલ રહેવા માટે એક અનુભવે મને કબીર સાહેબે આપેલો ઉપર નો દોહો યાદ આવી ગયો. આપણે જ્યારે અપરિચિત જગ્યાએ જતા હોઈએ ત્યારે રસ્તા પર સરકાર દ્વારા લગાવેલા જેતે સ્થળની માહિતી આપતા બોર્ડનો સહારો લઈને આપણે આપણા નિર્ધારિત સ્થાને પહોંચતા હોઈએ છીએ. કબીર સાહેબે પણ આવું જ બોર્ડ આધ્યાત્મિક માર્ગ પર લગાવ્યું હોઈ તેવું લાગે છે અને જ્યારે આપણે તે રસ્તે ચાલીએ ત્યારે જ તે બોર્ડનો અર્થ, મહત્વ અને હેતુ સમજાઈ.

યહ તન વિષ કી બેલરી ~ કબીર સાહેબે વિષ એટલે કે અજ્ઞાન કહ્યું છે અને તેને આત્મા સાથે ન સાંકળતા તન એટલે કે શરીર સાથે સાંકળેલ છે.

ગુરુ અમૃત કી ખાન ~ શરીર ની પરે કોઈ એવી અમૂલ્ય વસ્તુ છે જેનો ઉલ્લેખ છે જે ગુરુ પાસે છે અને આપણી આત્મા જેને શોધી રહી છે. અહીં અમૃત નો અર્થ એ જ્ઞાન અનુભૂતિ અને સંસ્કારની વાત છે જે ગુરુ પાસે છે.

સીસ દીયે જો ગુરુ મીલેં તો ભી સસ્તા જાન ~ અહીં સીસ એટલે કે મસ્તક, મસ્તક આપવું એટલે આપણું સર્વસ્વ આપવું. અહીં વાત જ્ઞાન અને અજ્ઞાન ના પરિપેક્ષમાં થઈ રહી છે માટે મસ્તક આપવું એટલે કે આપણું અજ્ઞાન, અહંકાર, માન, સન્માન કે પદ જે કઈ પણ છે તેને પોતાના થી દુર કરવાની વાત છે. જ્યારે આપણે આ દરેક વસ્તુ થી દુર થઈએ ત્યારે ગુરુ અને શિષ્ય વચ્ચે એક વ્યવહાર થાય છે અને ગુરુ પાસે રહેલું જ્ઞાન આપણે ગ્રહણ કરવા પાત્ર બનીએ છીએ અને ત્યારે જ આપણને સાચા અર્થમાં ગુરુ મળ્યા કહેવાય.

ગત શિવરાત્રીમાં મારા ગુરુદેવના આશ્રમે ગયો હતો ત્યાં 30000 થી વધુ લોકો આવ્યા હતા, ત્યારે તેમના પ્રવચનમાં તેવો એ જણાવેલ કે એક કુંભાર માટલાં ને આકાર આપવા તેને કોઈ ઓઝાર વડે મારે છે. ગુરુ પણ પોતાના શિષ્યની પ્રગતિ માટે શિષ્યના અહંકાર કે અજ્ઞાનને દૂર કરવા અલગ અલગ રીતે તકલીફ આપી શકે પણ જે રીતે એક કુંભાર માટલાં ની અંદર થી ટેકો આપે છે કે ઉપર થી આપેલા માર થી માટલું તૂટી ન જાય તેવી જ રીતે સદગુરુ પણ શિષ્યને એટલી તકેદારી રાખે છે કે શિષ્ય આ માર્ગ થી દુર ન થાય.

આ દુનિયામાં જે ગુરુ છે તેવો પણ શિષ્ય જ છે તેવોના પણ ગુરુ છે, જેને આપણે ભગવાન કહીએ તેવોના પણ ગુરુ છે. જે ક્ષણે આપણે આપણને ગુરુ સમજી બેસીએ ત્યા આપણી પ્રગતિ અટકી જતી હોય છે આથી જ ભગવાન હોઈ કે કોઈ ગુરુ તે પોતે પણ કોઈ ગુરુના શિષ્ય હોઈ જ છે. અને સાધના કાળ દરમિયાન હર એક સેકન્ડમાં ભણતા જ રહેવું જોઈએ જો ગુરુ બન્યા તો એ ભણવાનું પૂરું થઈ જશે અને અતિરિક્ત કઈ પણ ગ્રહણ કરી શકશું નહીં. એક સાધકે ક્યારેય કોઈ ને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ નહીં પોતાની પાસે ના જ્ઞાનની વહેંચણી ન કરવી જોઈએ જ્યાં સુધી ગુરુ સામે ચાલીને ન કહે, સાધકે પોતાની આત્મિક પ્રગતિ પર જ ધ્યાન આપવું જોઈએ. કુંભારને માટલાંની પરિપક થવાની આતુરતા હોઈ જ છે – કુંભાર ન બનતા એક પરિપક્વ માટલું બનવું, કેમકે જેને આપણે ગુરુ કહીયે છીએ તે એ પરિપક્વ માટલું છે કે જેના ઉપર પણ એક કુંભાર છે.

(Visited 356 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *