આ જિંદગી છે, ચાલતી જ રહેશે…

કોઈ ચાલે કે ના ચાલે ભાઈ આ જિંદગી છે એતો ચાલતી જ રહેશે.

કોઈ સારા મળશે, કોઈ ખરાબ મળશે. કોઈ સાથે રહેશે તો કોઈ દૂર. આતો જિંદગી છે ભાઈ ચાલતી જ રહેશે.

કોઈ પ્રિય બનશે તો કોઈ અપ્રિય. પણ સાહેબ આ જિંદગી છે એતો ચાલતી જ રહેશે.

કોઈક ક્ષણ જીવનની સારી યાદ-ગીરી બનશે, તો કોઈ ક્ષણને ભૂલવા તો છે પણ યાદ-બની રહેશે. આ તો જિંદગી છે એતો ચાલતી જ રહેશે.

કેટલાક પ્રશ્નોના જવાબો પુરા મળશે તો કેટલાકના જવાબો અધૂરા રહેશે પણ ભાઈ આ તો જિંદગી છે એતો ચાલતી જ રહેશે.

જેને વેઠ્યું તે શીખશે, જે કર્યું તે ભોગવશે આતો જિંદગી છે એતો ચાલતી રહેશે.

કોઈ ગંમત કરશે તો કોઈ રમત પણ રમશે, આતો જિંદગી છે ભાઈ એતો ચાલતી જ રહેશે.

(Visited 31 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *