નવું વર્ષ, નવી ઉમંગ

દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ, મહેમાનગતિઓ અને હરવા ફરવાના પ્લાનિંગ ની વચ્ચે થોડો સમય મારા આ બ્લોગ ને પણ આપવો જરૂરી છે. કોઈ પણ બ્લોગ ને જીવંત રાખવા તેમાં નિયમિત ઉપડેટ ખૂબ જરૂરી છે. ખાસ કરીને ત્યારે જ્યારે આ બ્લોગ પર્સનલ બ્લોગ હોઈ, મારા આ પર્સનલ બ્લોગ પર હું પ્રયત્ન કરું છું કે મારી દરેક ભાવનાઓને આ ડિજિટલ પેજ અંકિત કરી શકું.

જ્યારે વાત નવા વર્ષની હોઈ અને બ્લોગ ઉપડેટ ન થાય તે કઈ રીતે બને. દરેક વ્યક્તિઓ પોતાની વર્તમાન સ્થિતિ કરતા વધુ સારી સ્થિતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પરંતુ માત્ર ઈચ્છા શક્તિ થી કશુ થતું નથી. ઈચ્છા શક્તિ સાથે જ્યારે કાર્ય શક્તિનો સમન્વય થાય ત્યારે ફળ સ્વરૂપ આપણે સારી સ્થિતિ પ્રાપ્ત થાય છે.

નવું વર્ષ આવતા જ લોકો નવા કપડાં ખરીદે છે, ધંધામાં થોડો વિરામ રાખી હરવા ફરવા જાય છે. આપણા વ્યસ્તતમ જીવનમાં થોડા અલ્પવિરામ બાદ ફરી થી આપણે આપણા કામ કાજ માં લાગી જઈસુ. પરંતુ આ વખતની શરૂઆત એક નવા ધ્યેય સાથે કરવાની ઈચ્છા છે.

આ વર્ષે જે કોઈ કામયાબી મેં પ્રાપ્ત કરી છે તેની બે ગણી કામયાબી આવતી દિવાળી સુધીમાં હાંસિલ કરવા 100% પરિશ્રમ કરીશ એ મારી મને ખાતરી આપવા આ બ્લોગ માં લખું છું.

કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત નક્કી કરવા થી થાય છે. એક પ્રાથમિક કાર્ય પૂર્ણ હવે નક્કી કરેલ ધ્યેય પ્રાપ્તિ માટે એક વર્ષનો સમય છે. હળ પળ આ કાર્ય યાદ રહે તે માટે આ પોસ્ટ ને હું મારા કાર્ય સૂચિ પોસ્ટ બનાવી તેમાં ઉલ્લેખ કરીશ.

આપ સર્વનું પણ આવનારું વર્ષ અનેક સિદ્ધિઓ લઇ ને આવે તેવી ઈશ્વરને પ્રાર્થના.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *