તો ચાલો આજે મારા આ બ્લોગમાં હું મારા બાળપણ ની યાદો વિષે કંઈક લખું.
એક થી પાંચ વર્ષ હું મારા વતનમાં મોટો થયો. વતનમાં મારા “બા, બાપા, ભાભા, ગૌઢામાં, વસંત બેન, છગનદાદા અને મોટાબા” ની છત્ર છાયા માં મોટો થયો. અમારી પેઢીમાં હું સૌથી નાનો એટલે દરેક પરિવાર જનોનો ખુબજ પ્રેમ મળિયો. ધીમે ધીમે ઉમર મોટી થતાની સાથે સાથે મારી મિત્રતા આજુ બાજુમાં રહેતા મિત્રો સાથે થવા લાગી. તેમાં નો મારો એક ખાસ મિત્ર સંદીપ સાથે ત્રણ વીલ વળી સાયકલ ચલાવવાની માજજ કઈ ઔર હતી.
એક વાર તો મને ભણવા માટે મારા બાપા મને અમારા ગામ ની શાળામાં મૂકી આવ્યા પછી થવાનું હતું શું રોઈ રોઈ ને આખી સ્કૂલ માથા પર લીધી, મને જાંખું જાંખું યાદ છે, તે વર્ગ ની જગ્યા હું ત્યાં રડતા રડતા જ સુઈ ગયો હતો (સાહેબ પણ એમજ ખુશ હતા કદાચ :p).
ગામડાઓમાં “ચૂટકી” કરીને એક ગુટખા મળતી, મોટા બધાને જોઈને મને પણ મન થતું કે લાવને હું પણ ખાવ પણ કોઈ જોઈ જશે તો ખીજવાસે એ બીક થી કોઈ સામે ખાવાની હિંમત ન થતી. એક વાર સવાર સવાર માં બા પાસે થી પૈસા લઈને અમારા ઘર ની બરોબર જમણી બાજુની દુકાને થી “ચુટકી” લઈને આવ્યો અને એક ઝાડ ના કાપેલા આડા પડેલા થડની પાછળ સંતાઈને ચુટકી તોતડોજ હતો ત્યાં અમારા ગામ ના પૂજારી (રોજ મંદિરે આરતી કરવા જતો એટલે ઓળખતા ) મને જોઈ ગયા અને બનવા સંજોગ મારા બાપા પણ એજ સમયે બળદ ગાડુ લઈને વાડીએ જતા હતા. તેવોએ બધી વાત મારા બાપાને કરી દીધી. અને થવાનું શું હતું બાપા મારી પાસે થી “ચુટકી” લઈને વાડીએ જતા રહ્યા. ઘરે આવી ને ખીજવાસે એ બીક થી ખુબ રેડીયો પણ બા યે ફરી પૈસા આપીયા અને પછી “ચૂટકી” લઇ આવિયો.
વાડીએ થી એક વખત પગપાળા ચાલીને હું અને મારી વસંતબેન રસ્તામાં ચાલતા આવતા હતા. સામાન્ય રીતે અરવિંદભાઈ કે હરેશભાઇ સાયકલ લઇને જતા હોઈ તો મને પાછળ બેસાડી લેતા. આ વખતે પણ તેવો સાયકલ લઇને જતા હતા તો મને બેસાડી લીધો અે સમયે સાયકલના પાછળના ટાયરમાં મારો ડાબો પગ આવી ગયો જેનું નિશાન હજુ પણ મારા પગમાં છે.
મારા ભાભા ઘણી વાર વાડીએ થી શેરડી લાવીને શેરડીના સૂડી વડે કટારીયા કરીને આપતા એ ખાવાની માજજ કંઈક ઔર હતી. તેવો સાથે વાડીએ જવાનું, રસોઈ માટે વાડી માંથી બકાલુ વિણવાનું બરોબર યાદ છે.
બપોરના સમયે ભાભા ઘરે હોઈ તેને ચા આપવા જવાનું કામ મારુ, એક વખત મારો ભાઈ રાજેશ ચા આપવા જતો હતો ત્યારે એનો હાથ દાઝી ગયો હતો.
ઘણી વાર ભર બપોરનો સમય હોઈ મારા બાને હું ભાતું લઈને વાડીએ જતા અને જયારે તડકો વધુ હોઈ બા મને કહેતા તેના પડછાયા માં ચાલવાનું.
વાડીએ રસ્તામાં જતા બોરડીના લાલ બોર પણ ખાવાની માજજ કંઈક ઔર હતી. રસ્તામાં બાવાળીયામાં સુઘરીઓના માળાઓ, વાડીમાં બોરડીના બોર, જમરુખડીના જમરુખ, અંબાની કેરી, સિભડા, દોડા ખાવાની માજજ કંઈક ઔર હતી.
વાડીએ વન ભોજનમાં રોટલા અને શાક અને સાથે છાસ કાંદા ખાવાની માજા આજના ભોજન માં ક્યાં?
એક વખત અમારા ગામમાં હડકાયું કૂતરું થયું. કેટલાય લોકોને કારડ્યું, પછી ગામના લોકો યે મળીને એ કુતરા ને માર્યું હતું પછી મારા બાપા તેને પાદરમાં મુકવા ગયા હતા. મારા બા સાથે કપાસનું તેલ પિલાવવા ગયો ત્યારે પણ મારા બાને કૂતરું કરડી ગયું હતું જેનો ખ્યાલ તેવો ને ઘરે આવ્યા પછી ખ્યાલ આવ્યો હતો.
હા હા હા.. મને હજુ પણ યાદ છે એક પાડી હતી જેની માથે ચડીને હું રમતો હતો એના સીંગડાને પકડીને ગાડી ચલાવતો હતો.
વરસાદ હોઈ તેવા સમયે પીળી ટોપી વળી ચકલીઓ ખુબ જોવા મળતી જે આજ કાલ લુપ્ત થઇ ગઈ હોઈ તેવું લાગે છે.
મારે નાનપણથી જ માથાની પાછળના ભાગ માં ચોટલી ખુબ વધે, મને હજુ પણ યાદ છે કે મારી વસંતબેન તે કાપી આપતી હતી.
વસંતબેન સાથે એ હિંડોળે હિચકવાની મજા, વળી સુરતમાં જયારે મારા પિતરાઈ ભાઈ બહેનનું વેકેસન પડતું, બધા ગામડે આવતા અને હિંડોળે જોર જોર થી હીંચકો ખાતા.
1994ના પ્લેગ માં તો સુરત થી મોટા ભાગના બધાજ વતન આવી ગયા હતા, દેવરાજ ભાઈ મારા માટે વાજું લાવેલા જે હજુ પણ મને યાદ છે.
આવી તો કેટકેટલીય વાતો હશે પરંતુ બધી યાદો સમય જાતની સાથે ભુલાતી જતી હોઈ છે. પરંતુ જેમ જેમ યાદ આવશે આ પોસ્ટ જરૂર થી ઉપડેટ કરતો રહીસ.
આ ની સાથે જ મને મારા પ્રશ્નો નો જવાબ પણ મળી ગયો કે કંઈક લખવા માટે વિષય ની જરૂર નથી હોતી, કંઈક લખ્યા બાદ તેનુ શીર્ષક આપ મેળે મળી જાય છે.