મને ગમતું – એટલે મનગમતું.

મન ગમતું , મનને ગમતું

આ દુનિયામાં આપણને ઓળખવા વાળા કેટલા? અને આપણી હાજરી કે ગેર હાજરી થી એમને કેટલો ફરક પડે? આપણી ગેર હાજરીથી એવા કેટલા કામ છે જે આપણા વગર ન થઈ શકે?

આપણને બધાને ખબર હોવી જોઈએ કે આપણા વગર પણ આ દુનિયા જેમ ચાલે છે તેમજ ચાલતી રહેવાની છે. જો આપણે આપણા જીવનમાં એ જાણી લઈએ તો જીવનને આપણે વધુ પડતા ગંભીર રહીને નહીં જીવીએ. અહીં હું એવી ગંભીરતાની વાત કરું છું કે જેના થી વ્યક્તિ પોતાની મોજ ખોઈ બેસે છે. બાકી ગંભીરતા વગર તો કોઈ પણ વ્યક્તિ પોતાના કોઈ પણ કામ સર્વશ્રેષ્ઠ કરી જ ન શકે. કોઈ પણ વસ્તુ જ્યારે અતિમાં થાઈ ત્યારે તે ઝેરનું કામ કરે છે.

આમ જોવા જઈએ તો આ બ્રહ્માડની  સાપેક્ષમાં આપણું અસ્તિત્વ કીડી કરતા પણ કેટલુંય નાનું હશે અને આપણે આપણી જાતને સૌથી મોટી બનાવવા પાછળ, બીજા લોકોની નજર માં મોટા ભાઈ બનવા પાછળ વેડફી નાખતા હોઈએ છીએ. અને ખરેખર જીવનના જે વાસ્તવિક મૂલ્યો છે તેને ભૂલી જઈએ છીએ. ખરેખર જોવા જઈએ તો દુનિયાને આપણા થી કોઈ મતલબ હોતો નથી, દુનિયાને પોતાના કામથી જ મતલબ હોઈ છે જે કડવી હકીકત છે.

મારો આ બ્લૉગ લખવા પાછળનો હેતુ એ છે કે ઘણીવાર આપણે એકલા બધા આપણાં કામ પાછળ ઘાંઘા થઈ જઈએ છીએ કે જીવન નો આનંદ આપણે લઈ જ નથી શકતા.

વાસ્તવમાં આપણે થોડા સ્વાર્થી થઈ ને પોતાના માટે સમય કાઢવાની જરૂર છે. કંઈક એવું કામ કરીએ કે જે માત્ર આપણા માટે જ હોઈ, કે જે આપણેને પ્રિય હોઈ, આપણું મન ગમતું હોય. એવું કામ કે આપણે આનંદ આપે. જે કામ કરતા સમય ક્યાં ચાલ્યો ગયો ખબર પણ ન પડે. જે કામ આપણને રોજિંદા કામના તણાવ માંથી મુક્તિ આપે. મિત્રો, બ્લોગિંગ એ મારું એમનું એક કામ છે. આવા એક નઈ અનેેક કામ હોય શકે.

મને તો ઘણી વાર એવું લાગે કે આ ધરતી પર મારો જન્મજ આનંદિત અને પ્રફુલ્લિત રહેવા માટે થયો છે. પરંતુ ઘણીવાર સમાજ ના રીત રિવાજો, ફરજો વગેરે માં આ હેતુ ભુલાઈ જાય ફરી આપણે આપણા જુના ધંધે લાગી જઈએ છીએ. પરંતુ જ્યારે આપણે આપણી મનગમતી વસ્તુઓ નિયમિત રીતે કરતા રહીએ ત્યારે તે ક્યારેય ભુલાતી નથી.

મેં ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે જીવનમાં “ખાધેલું પીધેલું હારે (સાથે) આવશે બીજું કસું નઈ” તો એવા લોકોને હું કહીશ કે ખાધેલું હોઈ કે પીધેલું શરીરમાં વધીને 12 કલાક રહેશે તો એ સાથે કઇ રીતે સાથે આવનું? હું તો એમ કહું છું કે જીવનમાં મન ગમતું કેટલું કર્યું એજ મહત્વનું છે બાકી કેટલાય આવ્યા ને કેટલાય જવાના..

(Visited 238 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *