Blog

17/21 – દિવસ સત્તર -developing early morning wake up habbit.

આજે તારીખ 14-02-2020. ગઈ કાલે વજન કર્યું, વજન 77.900 હતું. 80kg વજનમાં કુલ 2.1 kg નો ફરક નોંધાયો. કસરત અને દરરોજનું ચાલવાનું અને ખોરાક ના managmentનું આ પરિમાણ છે. માત્ર 16 દિવસમાં આટલો ફેરફાર એક આત્મવિશ્વાસ અને આગળ પણ શરીર પ્રત્યેની આ કાળજી વધુ ને વધુ રાખવા પ્રેરણા આપે છે. વજન કર્યા બાદ અનાયાસજ એક વિચાર આવ્યો કે જો વ્યક્તિ ચાકુ લઈને પોતાની ચરબી કાપતો જાય અને વજન કાંટા પર મુકતો જાય તો પોતાના શરીરની 2 kg ચરબી તે કાપીને મૂકે તો કેટલી ચરબી થાય અને તેને કેટલી પીડાનો સામનો… Read More

16/21 – દિવસ સોળ – Developing early morning wake up habbit.

મિત્રો, આજે તારીખ 13-02-2020, ગઈ કાલે રાત્રે મોડો સૂતો હતો તો સવારે વહેલું ઉઠાયું નહીં, આથી રાત્રે કસરત કરી અને વોકિંગ કર્યું. બાકી અન્ય કોઈ પ્રવૃત્તિ કરી શક્યો નહીં. બને તેટલું વહેલા સુવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને સવારે વહેલો જાગુ. આજે સવારે સમય સર વહેલો ઉઠ્યો, સ્નાન કર્યું, ધ્યાન કર્યું. ગઈ કાલ અને આજે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. ગરમી વધતી જતી જણાય રહી છે. આત્મગ્લાનિ આપણી પ્રગતિની બાધક છે, પહેલા જ્યારે કોઈ દિવસ ચુકાઈ જતો તો અંદર થી ખૂબ જ આત્મગ્લાનિ થતી કે આજનું ધ્યાન ચુકાઈ ગયું…. Read More

15/21 – દિવસ પંદર – Developing early morning wake up habbit.

એક સમય હતો કે જ્યારે વહેલું ઉઠવું એ ખૂબ કઠિન પ્રતીત થતું હતું, પરંતુ જો કોઇ વસ્તુ પર નિયમિત અભ્યાસ કરવામાં આવે તો જેતે વસ્તુ માં કુશળતા પ્રાપ્ત થઈ જાય છે. પહેલા હું 8:30સે જાગતો હતો અને જ્યારે 15 મિનિટ વહેલા જાગતો ત્યારે લાગતું આજે કેટલો વહેલો જાગ્યો. આજે જ્યારે 4:30 વાગ્યે જાગવાની આદત પડી રહી છે ત્યારે સવારે 4 વાગ્યા આજુ બાજુ એલાર્મ પહેલા જાગવાનો એક મેસેજ માળી જતો હોય તેવું લાગે છે. ઊંઘ એલાર્મ પહેલા જ ઉડી જાય છે. આજે સવારે નિત્યક્રમ મુજબ 4:30રે જાગ્યો, સ્નાન કર્યું અને… Read More

13-14/21 – દિવસ તેર અને ચૌદ – developing early morning wake up habbit.

દિવસ 13 – આજે રવિવાર અને તારીખ 09-02 -2020. આજે સવારે 4:00 વાગ્યે ઉઠ્યા આજે દાંડી આશ્રમનું સવારનું ધ્યાન કરવા જવાનું હતું અને બપોરે પરત સુરત આવવાનું હતું. આથી સવારે વહેલા ઉઠીને સ્નાન બાદ તરત કસરત કરીને તૈયાર થઈને દાંડી જવા નીકળી ગયા. દાંડી સવારમાં વહેલા પહોંચીને ધ્યાનમાં જોડાયા, અને ધ્યાન બાદ વોકિંગ કર્યું. આજે વોકિંગમાં મને મારી wife નો સાથ મળ્યો. સવારનો નાસ્તો કર્યો ત્યાર બાદ 7:૩0 આજુ બાજુ સૂર્ય દર્શન પણ સાથે કર્યા. થોડી વાર આશ્રમમાં મિત્રો સાથે સમય વ્યતીત કર્યો, અને બપોરના ભોજન બાદ ઘરે પરત આવ્યા,… Read More

12/21 – દિવસ બાર – developing early morning wake habbit.

આજે તારીખ 08-02-2020. સવારની ઊંઘ 4:00 ઉડી પણ જાગવાનું 4:30 રે હતું તો સુઈ ગયો, 4:30ના આલાર્મ સાથે ઊંઘ ઊડી. સ્નાન કર્યું, ધ્યાન ધર્યું, અને કસરત પણ કરી. અને સવારે 3000 ફુટ સ્ટેપ ચાલ્યો. આજે મારા knitting machine માં બનેલ stocking અને arm sleeves પહેરીને વોકિંગ કર્યું. રોજ ચપ્પલ પહેરીને વોકિંગ કરતો, આજે સ્પોર્ટ બુટ પહેરીને વોકિંગ કર્યું. ઘણી વાર જ્યારે સવારે વહેલા ઉઠવાનું હોઈ તો એક થી વધુ એલાર્મ મુકતો, જેથી કરી ને જે સમય નક્કી કર્યો હોય ત્યારે એલાર્મ બંધ કરી સુવાઈ ન જાય. પરંતુ આ વખતે માત્ર… Read More

10-11/21 – દિવસ દસ અને અગિયાર – developing early morning wake up habbit.

દિવસ 10ના રોજ સવારે 4:30 સે જાગ્યો અને નિયાત્યક્રમ બાદ ધ્યાન કર્યું અને કસરત કરી આજ રોજ ચાલવા જવાનું ન હતું, પણ ફિટનેસ બેલ્ટ પ્રમાણે આખા દિવસ નો 10000 ફુટ સ્ટેપ નો ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો હતો. આજે 5-2-2020 મારી બીજા વર્ષની લગ્ન તિથિ હતી. રાતે અમે બંને જણા હું અને દિવ્યા તેનું celebration કરવા ગયા હતા. આજે દિવસ 11 તારીખ 6-2-2020, સવારે 4:30સે જાગ્યો, સ્નાન કર્યું, ધ્યાન ધર્યું અને ગુરુદેવનો સ્વાધીસ્થાન ચક્રનો અનુસ્થાન સંદેશ વાંચ્યો. ત્યાર બાદ કસર કરી ચાલવા માટે નીકળી ગયો. આજે ચાલતા ચાલતા earphone માં ગીતો… Read More

9/21 – દિવસ નવ – developing early morning wake up habbit.

કોઈ પણ બિઝીનેસને ડેવેલોપ કરવા માટે એક થી વધુ હાથોની જરૂર પડતી હોય છે. આજે કોઈ પણ વેલ સેટ બિઝીનેસ આપણે જોઈએ તો તેમાં એક કરતાં વધારે માણસો કામ કરતા હોય છે. જ્યારે આપણે કોઈ પણ ધંધો કરીએ તેવા સમયે શરૂઆતમાં ભલે આપણે આપણી રીતે મહેનત કરીને કારીગર વગર કાર્ય કરી લઈએ. પરંતુ એક સમયે જ્યારે ધંધાની રગે-રગની જાણ થઈ જાય ત્યારે બાદ કારીગર રાખી ધંધાના માલિકે માર્કેટિંગ પાછળ સમય ફાળવવો જોઈએ. આપણી પાસે એક પ્રોડક્ટ હોઈ જેનું ઉત્પાદન આપણે જાતે કરીએ તો તેનો ફાયદો એ છે કે આપણે કારીગરોનો… Read More

8/21 – દિવસ આઠ – developing early morning wakeup habbit.

સમાજ આ દુનિયાનો એક અભિન્ન ભાગ છે. આ દુનિયાની બધીજ ભૌતિક પ્રગતિ સમાજ વગર શક્ય નથી. સમાજમાં દરેક વ્યક્તિ રહે છે સારા અને ખરાબ પણ. જેમ જેમ વ્યક્તિની ઉમર થતી જાય છે તેમ તેમ તેની સમાજ પ્રત્યે ની જવાબદારીઓ વધતી જાય છે. સમાજ પોતાના નિયમો થી બનેલ હોઈ છે જેમાં યોગ્ય આ યોગ્યનું જ્ઞાન સમાજ જ શીખવે છે. છેલ્લા બે દિવસ આવા જ સામાજિક કાર્ય – લગ્નમાં ગયા. લગ્ન હતા તો એક જ દિવસના પરંતુ વહેલા જાગવામાં રજા પડી બે દિવસની. એક દિવસ આલાર્મ ન વાગ્યું અને બીજો દિવસ ઉજાગ્રાને… Read More

7/21 – દિવસ સાત – developing early morning habbit.

આજે સવારે એલાર્મ પહેલા 10મિનિટ પહેલા જ ઊંઘ ઊડી ગઈ. ગઈ કાલે રાત્રે આપોઆપ વહેલા ઊંઘ આવી આવવી એ અભ્યાસનું પરિણામ લાગ્યું. આપણામાંના મોટા ભાગના લોકો રાત્રે મોબાઈલ માં સમય વ્યતીત કરતા હસું. હું પણ એવું જ કરતો હતો, પણ જ્યારે થી વહેલા સુવાની લાગ્યો ત્યાર થી જેતે આદત છૂટતી જતી જણાય. સ્માર્ટ ફોનના ઘણા સ્માર્ટ ઉપયોગ છે જે હું મારા માટે ઉપયોગ કરું છે. મજાતવા પૂર્ણ છે આપણો હેતુ. ઉન્નત ટેકનોલોજીનો એક સ્માર્ટ ફોન કદાચ શોખ થી લીધો હોય, પરંતુ તેના સ્માર્ટ ઉપયોગ ન કરીએ તો તેનો ભરપૂર ઉપયોગ… Read More

6/21 – દિવસ છ – developing early morning wake up habbit.

પાંચ દિવસ બાદનો આજનો છઠો દિવસ, શરીરને એક પ્રકારની આદત પડતી જતી હોય તેવું જણાયું. રાત્રે વહેલું સૂવું એ ખૂબ જ જરૂરી જણાયું. આજે સવારે એલાર્મ વાગિયું ન હતું, પણ ફિટનેસ બેલ્ટ મને જગવામાં મદદરૂપ થયો. રોજ ની જેમ આજ પણ કોઈ પ્રકારની ઉતાવળ વગર પૂર્ણ શાંત મને – ધ્યાન અને કસરત કરી. આજે ચાલવાના કુલ 4000 ઉપર સ્ટેપ કર્યા, રોજ ચાલવાની average વધતી જતી હોય તેવું જણાનું. કસરત માં પણ અમુક આસન કરવા અઘરા હતા તે સહેલા લાગવા લાગ્યા. માત્ર 6 દિવસના અભ્યાસ થી શરીરમાં વર્ષોના એ બાંધા આટલા… Read More