Blog

આજની મારી જવાબદારી, આવતીકાલે બીજાની…

ઘણી વાર જીવનમાં આપણે આપણી જવાબદારીઓ બખૂબી જાણીને નિભાવતા હોઈએ છીએ. પરંતુ જીવન હંમેશા પરિવર્તનશીલ હોઈ છે જે કોઈ નવી વાત નથી. મારા જીવનમાં કેટલાક કાર્ય મેં કર્યા, જેમાં અમુક કાર્ય મને આજે પણ યાદ છે. એવા કર્યો કે જેને યાદ કરતા જેતે સમયનો આનંદ આજ ક્ષણે ઉભરી આવે છે. આ બ્લોગ લખવાની પ્રેરણા મને એક કાર્યક્રમ માંથી મળી. આ કાર્યક્રમમાં હું એન્કર તરીકે કામ કરતો હતો. આખા કાર્યક્રમમાં જ્યારે એ એક સાંસ્કૃતિક ડાન્સ આવ્યો ત્યારે એ ક્ષણ પણ મને યાદ આવી જ્યારે એક સમયે હું પણ એ જ ગીત… Read More

જે સર્વત્ર છે તેનો સંગાથ…

પરમાત્મા વિશ્વના કણ-કણ માં છે. એ મારામાં પણ છે, એ તમારામાં પણ છે એ દરેક વસ્તુમા છે ત્યારે એક સાધકના મનમાં પ્રશ્નો ઉદ્ભવે કે એ કણે કણમાં છે તો એની ખોજ કરનાર કોણ? જે પોતે જ બધુ હોઈ તો એને શોધનાર કોણ? શુ તે એક સિવાય પણ બીજું કોઈ હોઈ શકે? આવા અનેક પ્રશ્નો એક સાધકને અનુભવાતા હોઈ છે. અને આજ પ્રશ્નો તેને અલગ અલગ સાધના માર્ગ તરફ લઈ જાય છે. અને તેની પ્રકૃતિ પ્રમાણે અનેક સાધના માર્ગમાં જશે અને તેને માફક જે માર્ગ મળે તેને અવલંબિત કરી આગળ વધે… Read More

3 માર્ચ, શુ લોકડાઉન ખુલશે?

ભારતમાં પ્રથમ lockdown બાદ તારીખ લંબાવીને 3 મે 2020 કરવામાં આવી છે. અને દરેક લોકો જાણતાજ હતા કે lockdown વધવાનું જ છે અને વધ્યું પણ. હવે હાલ સરકાર દ્વારા નવી નીતિ સાથે નવી તારીખ આપવામાં આવી છે 3 મે 2020. આજ થી થોડા manufacturing એકમો શરૂ કરવામાં આવ્યા છે. આ વસ્તુ કોઈ શુભ સંકેત નથી. કેમકે કોરોના વાયરસ વધવા પર છે અને વધવાની સાથે છૂટ આપવામાં આવી રહી છે. આ છૂટ કદાચ કેર-લેસ માણસો માટે ખુશી ના સમાચાર હશે. પરંતુ આ ખુશીના નહીં પરંતુ એક રાષ્ટ્રીય સંકટ સામે લડવાનો એક… Read More

કોરોના યુદ્ધ વચ્ચે ભારતીય ધ્વજ સ્વિટ્ઝર્લૅન્ડના matterhorn પહાડ પર.

સ્વિટ્ઝર્લૅન્ડના પહાડ પર 18 એપ્રિલ 2020ના રોજ ભારતીય રાષ્ટ્રીય ઘ્વજનું લાઇટિંગ દ્વારા પ્રતિબિંબ પાડવામાં આવ્યું. એક ભારતીય તરીકે આપણી છાતી ગદગદ ફુલાવે તેવી આ ઘટના દરેક ભારતીય માટે ગૌરવ પૂર્ણ વાત છે. સામાન્ય રીતે એક યુદ્ધમાં જ્યારે એક દેશ બીજા દેશ સાથે યુદ્ધ કરી જીતે છે ત્યારે હારેલા દેશમાં સૌથી ઉચ્ચ સ્થાન પર જીતનાર દેશ નો રાષ્ટ્રીય ઘ્વજ સ્થાપિત થાય છે. અહીં સ્વિટ્ઝર્લૅન્ડ હર્યું નથી પરંતુ લાખો, કરોડો ભારતીયોના દિલમાં જીત્યું છે. 18 અપ્રિલની આ ઘટના બંને રાષ્ટ્રોની મિત્રતાની અજોડ નિશાની પુરવાર થઈ છે. મિત્રતા વ્યક્ત કરવાની , કૃતજ્ઞતા વ્યક્ત… Read More

સીસ દીયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન – ગુરુ નહીં શિષ્ય બનો.

‘યહ તન વિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન, સીસ દીયે જો ગુરુ મીલેં તો ભી સસ્તા જાન’ – કબીર છેલ્લા થોડા દાયકાઓ થી એક વાત નું અધ્યયન કર્યું છે કે સમયની સાથે સુવિધાઓ, બુદ્ધિ અને જીવન સૌલીમાં ખૂબ જ પરિવર્તન આવી રહ્યા છે. ખાસ કરી ને આજના યુવા વર્ગમાં. આજે એક બાળકને મોબાઈલ ફોન operate કરતા જોઈએ તો એમ લાગે કે શુ આ બાળક જન્મતા ની સાથે જ આ બધું શીખીને આવ્યો હશે? નાનપણ થી જ દરેક બાળક ને બુદ્ધિના વિકાસને લાગતું વાતાવરણ આપવામાં આવે છે એ ડર થી… Read More

ધ્યાનમાં બેઠકનું મહત્વ…

આધ્યાત્મિક ક્ષેત્રમાં યોગનું ખૂબ મહત્વ છે. યોગની વ્યાખ્યામાં શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યનો ઉલ્લેખ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ શારીરિક ક્રિયાઓ માટેના અનેક ઉલ્લેખો મળે છે. ધ્યાન એ આધ્યાત્મિક, ભૌતિક, શારીરિક અને માનસિક એમ દરેક પ્રકારની પ્રગતિ માટે સહાયક છે. પણ ધ્યાન કરવા માટે શરૂઆતમાં આપણા શરીરનો સાથ ખૂબ જરૂરી છે. એક સ્વસ્થ શરીર સ્વસ્થ ધ્યાન માટે મદદ કરતું પરિબળ છે આથી શરીરનો સાથ મેળવવા માટે શરીર પર કાર્ય કરવું પડે છે. ધ્યાનમાં પ્રથમ તો આપણે આપણા શરીરને કોઈ પણ એક સ્થાને મનને કેન્દ્રિત કરીને શારીરિક ક્રિયાઓ સંપૂર્ણ પણે બંધ… Read More

19-20-21/21 – દિવસ ઓગણીસ, વિસ અને એકવીસ – Developing early morning wake up habbit.

મિત્રો , છેલ્લા 3 દિવસ થી બ્લોગ લખવાનું થયું ન હતું તો આજે આ બ્લોગ લખું છું. જેટલું યાદ છે તે દરેક વસ્તુ લખવાનો પ્રયત્ન કરીશ. દિવસ 19, તારીખ 16ના રોજ રવીવાર હતો, તે દિવસે સવારે 9 વાગ્યે દાંડી સમર્પણ આશ્રમે ગયા. ત્યાં વહેલી સવારે પહોંચીને આશ્રમ રેજીસ્ટ્રેશન કર્યું અને મિત્રો સાથે થોડી ક્ષણો વિતાવી. 11 વાગ્યે ધ્યાન કર્યું, વોકિંગ 10000 ફૂટ સ્ટેપ્સ આખા દિવસમાં પતી ગયું હતું. બપોર inનું ભોજન આશ્રમમાં જ કર્યું અને ત્યાર બાદ મારા છગન દાદા કે જેવો આશ્રમમાં રોકાણા છે તેમને મળવા ગયો અને આધ્યાત્મિક… Read More

18/21 – દિવસ અઢાર – developing early morning wake up habbit.

આજે સવારે 4:30 વાગ્યે એલાર્મ વગતાની સાથે ઊંઘ ઉડી. સ્નાન કર્યું, ધ્યાન ધર્યું અને 10 મિનિટની કસરત કરી. આજે કુલ 3580 ફુટ સ્ટેપ્સ ચાલ્યો. અને આજે google fit ના ડેટા પ્રમાણે world health organization ના standerd મુજબ આ અઠવાડિયાના 150 heart point પણ હાંસિલ કરી લીધા. ગઈ કાલે મેડિકલ ટેસ્ટ માટે એક organizationને રિપોર્ટ કરાવવા કહ્યું છે તેમાં કુલ 58 બ્લડ રિપોર્ટ્સ કવર થશે. આજે 7:30 થી 8:30 ની વચ્ચે તેવો બ્લડ collection માટે આવવાના છે. પહેલું સુખ તે જાતે નર્યા – આજે વોકોંગ દરમિયાન તે જ વિચારો આવ્યા. પોતાના… Read More