મિત્રો, જીવનમાં જયારે આપણે યુવા અવસ્થામાં હોઈએ, આપણે ઇચ્છીયે છીએ કે કંઈક મોટું કામ કરી જવું છે. દરેક યુવાન એમ સમજે છે કે તે બધાથી કંઈક અલગ છે. તે વિચારે છે – હું મારા જીવનમાં ખુબ મોટો માણસ બનીશ, ખુબ નામનાઓ મેળવીશ. પરંતુ બધા માથી ખુબ જ નહિવત લોગો આવું કરવામાં સફળ થાય છે તેનું કારણ છું? મિત્રો, અહીં માત્ર ઈચ્છા શક્તિ થી કંઈજ થવાનું નથી, યુવા અવસ્થામાં એક યુવાનની પોતાની દરેક ઈચ્છાઓ ભોગવવાની બાકી હોઈ છે આથી ઈચ્છા શક્તિ પ્રબળ હોઈ તે સ્વાભાવિક છે. પરંતુ આજ ઈચ્છા શક્તિ ની… Read More
Searched for
પોતાની ઉર્જાને જીવંત રાખો.
મનુષ્યની સાચી શક્તિ પોતાનામાં રહેલી ઉર્જા શક્તિ છે, એક વાર જો માનવી કંઈ નક્કી કરીલે કે મારે જીવનમાં કંઈક કરવું છે અને તેની પાછળ જો તે ઉર્જાને 100% લગાડવામાં આવે તો તે 100% કામ થઈ ને જ રહે છે. ઉર્જા વગરનો માનવી પોતાના જીવનમાં કંઈજ કરી શકતો નથી અને અન્ય કોઈ આવી તેમનું જીવન બદલશે તેવી રાહ માં પોતાનું જીવન વિતાવી દે છે. આવા પ્રકારના માણસો ન તો એ ઉર્જા ના સ્રોતને શોધે છે અને ન તો તેને ઉર્જા સાથે કાંઈ લેવા દેવા છે. એક અજાણ વ્યક્તિની માફક ભટક્યા કરતા… Read More
દરેક સમસ્યાનું સમાધાન આપણી પાસે હોઈ જ છે, જરૂર છે માત્ર પ્રયત્નની..
મારા જીવનમાં હું ક્યારેય કોઈ પાસે મદદની અપેક્ષા રાખતો નથી. થઈ શકે તેટલું જાતે જ જેતે સમસ્યાનું સમાધાન કાઢવાનો પ્રયત્ન કરતો રહું છું. હું માનું છું કે આપણા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ આવે છે આ દરેક સમસ્યાઓ આપણી કબીયાતને નિખારવા આવે છે. જ્યારે જેતે સમસ્યાનું નિવારણ આપણે બહાર થી શોધીએ છીએ તો તે અવસર આપણે ગુમાવી બેસીએ છીએ એટલું જ નહીં પરંતુ જેવોએ આપણને મદદ કરી છે તેવોના ઋણમાં પણ બંધાઈએ છીએ. મારા જીવન નો સ્પષ્ટ અને તટસ્થ સિદ્ધાંત છે જ્યાં સુધી આપણા થી પ્રયત્ન થઈ શકે ત્યાં સુધી ધીર… Read More
સંબંધ : જ્યારે બંને બાજુ લાગણીઓ બંધાઈ ત્યારે જ બને…
સંબંધ સમાજનું એક એવું પાસું કે જેના વગર સમાજ અપંગ જણાય… જી, મિત્રો..! આજે હું આ સંબંધ વિશે જ લખવા જઈ રહ્યો છું. સંબંધ એટલે શુ? જ્યારે બે વ્યક્તિ, પરિવાર, કુટુંબ કે અન્ય ધર્મ સમુદાય ના લોકો એક બીજા સાથે લાગણી શીલ વ્યવહાર રાખવા ઇચ્છતા હોય અને એ ફળીભૂત પણ થતું હોય તેને સંબંધ કહેવાય. મેં ઘણા લોકો ને કહેતા સાંભળ્યા છે “અમારો સંબંધ હવે પેલા લોકો જોડે પહેલા જેવો રહ્યો નથી”. આવા સંજોગો માં કોઈ એક કે બંને પક્ષ વચ્ચે એ લાગણીની અણ-ઉપસ્થિતિ સ્પષ્ટ પણે વર્તાતી હોઈ છે. એક… Read More
અવરોધ ની પેલી પાર…
તમારા સ્વપ્નો, તમારા ધોરણો, તમારી સફળતા માટે કામ કરો – બીજાઓ ના સ્વપ્નો માટે નહિ !! ગમે તે હોય, હકારાત્મક રહો. સાચો વલણ જાળવો। ભૂલ પર ઊંઘશો નહીં, ભૂલો માં સુધારા કરી આગળ વધો. ભૂલો દ્વારા તમને તમારા જીવનને વધુ સારું બનાવવા માટે, સકારાત્મક ફેરફારો અને નિર્ણયો લેવા માટે અમૂલ્ય અવસર મળ્યો છે તેને ગુમાવશો નહિ. યાદ રાખો, આ દુનિયા અનિચ્ચિતતાઓ થી ભરેલી છે, કોઈ અવરોધ તમારામાં શ્રેષ્ઠતા લાવશે અને ત્યાર બાદ નું જીવન તમે જ સુખ શાંતિમય અનુભવશો. જ્યારે તમને કોઈપણ અવરોધ અથવા પડકારનો સામનો કરવો પડતો હોય, ત્યારે… Read More
સપનાઓ હશે, તો સફળતાઓ પણ હશે જ…
જીવન માં સફળતા ત્યારે જ મળે જ્યારે પરિશ્રમ થકી નસીબને પણ બદલવાની ક્ષમતા આપણા માં હોઈ. નશીબ બાહ્ય સહાયક છે પરંતુ માત્ર તેના જ ભરોસે બેસી રહેવા થી સફળતા મળશે જ તે 100% કહી ન શકાય પરંતુ જ્યારે નશીબ સાથે કે તેના વગર પરિશ્રમ કરીએ તો સફળતા 100% મળે જ છે. સાહેબ, આપણે નસીબના ટેકે બેસવા વાળા વ્યક્તિ નથી. સપનાઓ જોઈએ પણ છીએ અને સાકર કરવાની તાકાત પણ રાખીએ છીએ. બસ જરૂર છે એક સપનાની કે જે આપણને આપણું લક્ષ બતાવે અને ધ્યેયના રસ્તે આગળ વધારે.
માણસ પણ અજીબ છે..!
માણસ પણ અજીબ છે..!સ્વાર્થનું શેર કરે..ઈતર બધું ઇગ્નોર કરે.
અજ્ઞાનીને જ કંઈક શીખવી શકાય, જ્ઞાનીને નહીં..!
બાળક જ્યારે નાનુ હોઈ ત્યાર થી જ તે કંઈકને કંઇક શીખતું આવતું હોય છે. આજના સમયમાં જે રીતે બાળકો નવી વસ્તુ શીખી રાખ્યા છે, જોતા એવું લાગે છે કે માતાના ગર્ભ માંથી જ તે શીખીને આવ્યા હોય. પરંતુ મિત્રો, આજે આ ઉંમરે મને અહેસાસ થાય છે કે જેમ જેમ વ્યક્તિ મોટો થતો જાય છે તેમ તેમ તેનું શીખવાનું કૈશલ્ય ઘટતું જાય છે. એક ઉમરે વ્યક્તિને એવું લાગે છે કે તેને બધું જ આવડે છે. તેને કોઈની જ્ઞાન બાબતે જરૂર જ નથી પોતે વિદ્વાન થઈ ગયા છે. બસ આજ સમયે તે… Read More
આપનાર ક્યારેય એકલો નથી હોતો…
મિત્રો, આપણે જન્મ થી જ કંઈકને કંઈક દુનિયા પાસે થી લેતા જ આવ્યા છીએ. નાનપણ થી જ માતા પિતાની સાર સંભાળ, પરિવારનો લાડ, શિક્ષકો પાસે થી અભ્યાસ. પરંતુ આજ નદીની ધારામાં વહેતા વહેતા ક્યારેક કોઈક વિરલાને જ એ જણાય કે આપણે માત્ર લેતાજ આવ્યા છીએ તો આપનાર કોણ? આપણે કંઈક લઇ રહ્યા છીએ એ ત્યારેજ શક્ય બને જ્યારે કોઈ આપનાર હોઈ. મોટાભાગના સમાજના લોકો માત્ર લેવામાંજ રહેતા હોય છે જ્યારે આપનાર ઓછા હોઈ છે. મિત્રો, ઉપર આપેલા ચિત્રને જુવો એક વૃક્ષ છાંયો આપી રહ્યું છે અને તેની છાયામાં અનેક લોકો… Read More
અતિ વિનયમ ધૂર્થા લક્ષનમ
ચંદનનું વૃક્ષ પુરી દુનિયામાં પોતાની સુગંધ થી ઓળખાઈ છે અને આજ વૃક્ષ પર આ દુનિયાના સૌથી જેરી નાગ પણ રહે છે. આવીજ રીતે બહાર થી મીઠું મીઠું બોલનાર વ્યક્તિ અંદરને અંદર આપણા માટે દુશ્મનાવટનો ભાવ પણ રાખી શકે છે. અતિ વિનયમ ધૂર્થા લક્ષનમ જરૂરિયાત કરતા વધુ વિનમ્રતા સાથે વાત કરવાવાળા અહિતકારી સિદ્ધ થઈ શકે છે. આથી ચંદનનું વૃક્ષ હોઈ કે જીવનમાં મળવાવાળા વ્યક્તિ – ઉચિત નિરીક્ષણ કર્યા બાદજ તેને આપણા જીવનમાં સ્થાન આપવું જોઈએ. જેથી આપણે સુરક્ષિત રહીએ.