જિદ્દી સ્વભાવ – અમૂલ્ય કુદરતી ભેટ…

મારુ એવું માનવું છે કે માનવીની જિદ્દ જ માનવીને પોતાની ઈચ્છાઓ પૂરી કરવામાં મદદ કરે છે.

એક જિદ્દ જો માનવી તટસ્થ રીતે પકડી રાખે તો એક સમય એવો આવે જ છે જ્યારે તે પોતાના લક્ષ્યાંકને હાંસિલ કરી લે છે.

આજે દુનિયામાં મોટા મોટા સંશોધનો એ વૈજ્ઞાનિકોની જિદ્દને કારણે જ સફળ થાય હોઈ એવું મારુ દ્રઢ પણે માનવું છે.

એક બાળક જે નાનપણથી જ ખૂબ જ જિદ્દી હોઈ તેના થી ઘણા માતા પિતા ચિંતિત હોઈ છે. પરંતુ આજ સ્વભાવ જેતે બાળક ને ભવિષ્યમાં સફળ થવામાં મદદરૂપ સાબિત થતો હોય છે.

એક બાજુ જિદ્દી સ્વભાવ કેળવવા માટે લોકો કેટકટલાય પ્રયાસો કરતા હોય છે. પરંતું જ્યારે એક નાના બાળકમાં આ સ્વભાવ કુદરતી જોવા મળે ત્યારે તેને નષ્ટ કરવા કરતાં સ્વયં રીતે વિકસિત થવા દેવો જોઈએ.

દરેક વ્યક્તિમાં પોતાના વિશેષ ગુણ હોય છે. એક બાળકમાં જ્યારે આવા ગુણોની ઓળખાણ આપણે કરીએ ત્યારે તે ગુણ ને વિકસિત કરવામાં માતા પિતા જ પોતાનું યોગદાન આપી શકે.

મેં મારા જીવનમાં ઘણા એવા માતા પિતા જોયા છે જે બાળકના આવા ગુણો જાણી તેને વૃદ્ધીગત કરે છે. અને પોતાના બાળક ને એક સફળ વ્યક્તિ બનાવે છે.

“જિદ્દ” એ સફળ વ્યક્તિઓની એક લાક્ષણિકતા છે. -ઉમેશકુમાર તરસરીયા

આથી જો તમને કોઈ જિદ્દ કહેતો, પ્રેમથી તેને thank you કહેવાનું ન ભૂલતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

%d bloggers like this: