Date Archives June 2020

અભિપ્રાય દરેકના પણ નિર્ણય પોતાના…

લોકો ઘણીવાર અન્ય લોકોના વ્યવહાર, આચરણ કે વાત અંગે પોતાનો અભિપ્રાય આપતા ફરે છે અને એ અભિપ્રાયની જરૂર હોઈ કે ન હોઈ તેવો પોતે પોતાનો ન્યાય આપવા ક્યારેય પાછા પડતા નથી. આપણા માટે અંતે શું મહત્વ છે? અંતે તો આપણો અભિપ્રાય છે અને આપણે આપણા જીવનમાં કેટલો આનંદ માણ્યો તેજ મહત્વ ધરાવે છે. જ્યારે લોકો અન્ય લોકોના અભિપ્રાય પર પોતાનું જીવન જીવે છે, ત્યારે તેઓ પોતાને મર્યાદિત કરે છે, પોતાની વિકાસની એ સંભાવનાવોનું મર્ડર કરે છે. જો આ જ રીતે આપણે આપણી જાતને બીજાના અભિપ્રાય મુજબ જ જીવીશું તો આપણે… Read More

સમસ્યા નથી, ઉકેલની વાત…

આપણો હેતુ માત્ર જાગવું, ખાવું અને પછી સુવાનો જ નથી, આ ધરતી પરના દરેક જીવ જંતુ પ્રાણી માત્ર આ કરે જ છે. પણ આપણે જ એક એવા માનવી છીએ જે ધારે તે કરી શકે. આથી મગજનો ઉપયોગ વિચારવા અને સમસ્યાના સમાધાન કરવામાં કરવો જોઈએ. આજ વસ્તુ આપણને સૌને અન્ય પ્રાણી માત્ર થી અલગ કરે છે. જીવનનો ઉદેશ્ય જાણો અને એ પ્રમાણે જીવન જીવો. આજ જીવનનો સાચો સાર છે. મેં ઘણા લોકોને જોયા છે જે સાહસ તો કરે છે જીવનમાં કંઈક કરવા માટે પણ પોતાના મગજનો ઉપયોગ પુરે પૂરો કરતા નથી… Read More

શું સમય ક્યારેય ચાલ્યો જાય ખરો?

આપણે ઘણા લોકોને સાંભળતા હોઈએ છીએ કે “હવે અમારો સમય નથી, અમારો સમય હવે જેતે કાર્ય કરવા માટે જતો રહ્યો છે.” આવીજ વાત સાંભળીને મારા મનમાં પ્રશ્ન ઉભો થયો કે શું સમય ખરેખર કશે જાય ખરો? એ આપણી ભૂલ છે કે આપણે વિચારીએ છીએ કે સમય ચાલ્યો ગયો, સમય કશે જતો નથી. સમય અહીં જ છે જ્યાં સુધી આ દુનિયા છે. તે અનંત છે જે ક્યારેય ચાલ્યો જવાનો નથી. ઉમેશકુમાર તરસરીયા જે ચાલ્યા જાય છે તે આપણે પોતે છીએ. આપણે ક્યારેય સમયનો વ્યય કરવો ન જોઈએ, આમ કરવાથી આપણે આપણને… Read More

આખી વાર્તા જાણ્યા વગર તેની ધારણા ન બાંધવી જોઈએ.

દરેક વ્યક્તિની પોતાની વાર્તાનું પોતાનું વર્ઝન હોય છે. આપણે કોઈની પાસેથી જે સાંભળીએ છીએ તે આખું સત્ય હોઈ તે જરૂરી નથી. જો આપણે કોઈ એકતરફી વાર્તાને આધારે કોઈ નિર્ણય કે ધારણામન માં બાંધી લઈએ છીએ, તો આપણે ફક્ત એક જ હૃદયની તરફેણ કરી કહેવાય. દરેક વ્યક્તિ ને પોતાનો મિત્ર કે વહાલા-દવલાંઓ તો સાચા લગતા જ હોઈ છે જે કુદરતી છે. પણ અહીં એક વાત સ્પષ્ટ કરી લેવી જરૂરી છે કે જયારે આપણે કોઈ પુસ્તક વાંચીએ ત્યારે એમાં કોઈ ફાટેલું પન્નુ આવે તો એ વાર્તા આપણને ખ્યાલ નથી આવતી અને જોવાની… Read More

વારંવાર નિષ્ફળતા મળે ત્યારે શું કરવું?

શુ તમને દરેક વખતે નિષ્ફળતા મળે છે? તમે દર વખતે એકજ સરખા પ્રયત્નો કરો છો. એકજ લોઢાની દીવાલ પર એક સરખા હથોડા મારવા છતાં કંઈ નથી થતું તો જગ્યા બદલવાની જરૂર છે. જ્યાં તમારે પહોંચવું છે એના માટે સરખા આયોજન ની જરૂર છે. એક સફળ વ્યક્તિ સમય સંજોગ અને પરિસ્થિતિને આધીન બદલા હંમેશા તૈયાર હોય છે. માત્ર કામ જ કરવા થી જ સફળ થવાઈ એવું નથી. કામ કરવાની રીતમાં ફેરબદલ પણ જરૂરી છે ખાસ કરીને ત્યારે જ્યારે નિષ્ફળતા ઉપર નિષ્ફળતાઓ મળતી હોય. હતાશા અને નિરાશાને આને ક્યારેય જીવનમાં ન આવવા… Read More

મેદાન છોડી દેવું એ નિષ્ફળતાનો શોર્ટકટ છે.

જો તમે તમારું મેદાન છોડી ભાગશો એ તો એ કઈ મહત્વનું નથી કે તમારા સપનાઓ શું હતા. હાર માની ને તમે ક્યારેય તમારું ધારેલું લક્ષ હાસિલ નહિ કરી શકો. હું નથી જાણતો કે સફળતાનો શૉર્ટકટ શું છે, પણ હું એટલું જરૂર જાણું છું કે મેદાન છોડી દેવું એ નિષ્ફળતાનો શોર્ટકટ છે જ. ઉમેશકુમાર તરસરીયા તમારે જો સફળ થવું હોઈ તો ત્રણ ગુણની તમને સખત જરૂર છે: શિસ્ત, નિયમિતતા અને દ્રઢ સંકલ્પ. આ એક પ્રકારની ત્રણ દવા છે જે તમને રોજ બરોજ આવતા જીવનના સંઘર્ષ સામે લડવા બાહુબળ પૂરું પાડે છે…. Read More